Sahiyar

વાર્તા : વારસદાર

By GS Team
31 Aug 202610 mins read
વાર્તા : વારસદાર
  • થોડીવાર થઈ હશે ત્યાં આન્ટી બેડરૂમમાંથી બહાર આવ્યાં. તેમના શરીર પર ફક્ત નાઈટી જ હતી અને નાઈટીમાંથી તેમનાં શરીરનાં લચીલાં અંગો બહાર દેખાતા હતાં. મમ્મી પણ આવાં કપડામાં ક્યારેય મારી સામે આવી નથી. કદાચ હું પાંચથી સાત વર્ષનો હતો ત્યારે મેં આવાં વસ્ત્રોમાં તેને એકવાર જોઈ હશે!

હું તે દિવસોમાં પરીક્ષા પૂર્વની તૈયારીમાં વ્યસ્ત હતો. કોલેજના લેકચર પૂરા થઈ ગયા હતા. છઠ્ઠી ડિસેમ્બરથી યુનિવસટી પરીક્ષાઓ શરૂ થઈ હતી. કેનેડામાં યુનિવસટીની પરીક્ષાઓ લેકચર પૂરા થયાના બીજા દિવસે લેવાતી હોય છે.
પપ્પા કહેતા કે તેમના જમાનામાં ભારતમાં વાષક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને બે-ત્રણ અઠવાડિયાનો સમય મળી જતો હતો. પણ કેનેડામાં એવું નથી. કાશ, અહીં પણ એવું હોત તો….. મમ્મી અને પપ્પા સપ્તાહના અંતમાં ફરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યાં હતાં. યુનિવસટીનું આ પ્રથમ વર્ષ હતું તેથી પરીક્ષા માટે મને જરા વધારે ગભરામણ થતી હતી.
કેનેડામાં કોલેજ શિક્ષણને ઝાઝું મહત્ત્વ નથી અપાતું. કોલેજમાંથી યુનિવસટીમાં આવ્યા પછી લાગે છે કે શિક્ષણ લેવું ઘણું કપરું છે. સ્કૂલ-કોલેજમાં ભણતાં બાળકોના માતાપિતા વધુ તકેદારી રાખતાં હોય છે. દરેક સ્કૂલ-કોલેજમાં પેરેન્ટ ટીચર એસોસિયેશન હોય છે. એવું લાગે છે કે યુનિવસટીમાં આવ્યા પછી બાળકો જલદી જુવાન થઈ જાય છે તેથી માતાપિતાની જવાબદારી ઓછી થતી જાય છે.
કેનેડામાં સ્કૂલ-કોલેજના પ્રોફેસર વિદ્યાર્થીઓને ખૂબ મદદ કરતા હોય છે. પ્રોફેસર અઠવાડિયામાં બે-ત્રણ કલાક વિદ્યાર્થીઓ માટે સમય ફાળવે છે તે સમયમાં વિદ્યાર્થીઓ પ્રોફેસરનું ગાઈડન્સ લઈ શકે છે. પણ સમય પૂરો થયા પછી તેમને મળવાની એપોઈન્ટમેન્ટ લેવી પડતી હોય છે. કેનેડામાં મોટાભાગની યુનિવસટીઓના વિદ્યાર્થીઓ યુનિવસટી ઘરની નજીક હોય તો પણ ઘરમાં રહેવાનું પસંદ નથી કરતા અને ૧૮-૨૦ વર્ષની ઉંમર થતાં ઘર છોડીને હોસ્ટેલમાં રહેવા ચાલ્યા જાય છે અને આઝાદીથી રહે છે. આની કિંમત પાર્ટટાઈમ નોકરી કરીને ચૂકવવી પડે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતીય બાળકોમાં પણ આ શોખ વઘ્યો છે. ફરક માત્ર એટલો જ છે કે તેઓનો હોસ્ટેલનો ખર્ચ માતાપિતા ઉપાડે છે. પાર્ટટાઈમ નોકરી કરીને તેઓ પોતાનો ખર્ચો કાઢી શકતા નથી. બસ, ભારતીય બાળકોમાં બાપના પૈસે તાગડધિન્ના કરવાની આદત હોય છે. શુક્રવારની ઢળતી સાંજ હતી. હું ઘરે પહોંચ્યો ત્યારે મમ્મી પપ્પા હતાં નહીં. તેઓ સપ્તાહના અંતની રજાઓ ગાળવા ટોરેન્ટો ઉપડી ગયા હતાં. તેઓ લંચ લેવા ઘરે આવ્યા હશે અને લંચ કરીને નીકળી ગયા હશે. મોન્ટ્રીયલથી ટોરેન્ટો કારમાં જતાં પાંચ કલાક થાય છે. મમ્મી પપ્પા સાંજ સુધીમાં પહોંચી જવા જોઈએ. મમ્મી મારું ખાવાનું ફ્રિજમાં મૂકીને ગઈ હતી. બસ, મારે ઓવનમાં જમવાનું ગરમ કરવાનું હતું. મમ્મી મારા માટે ટોરેન્ટોનો ફોન નંબર ટેબલ પર છોડીને ગઈ હતી.
ટોરેન્ટોથી મમ્મી પપ્પા મને ફોન કરવાના ન હતા. ફોનની જરૂર પડે તો મારે જ કરવાનો હતો. હું વિચારવા લાગ્યો મને કશી જાણ કર્યા વિના મમ્મી પપ્પા આમ એકલા ટોરેન્ટો કેમ ઉપડી ગયા! કદાચ, મમ્મીએ વાત કરી હોય, પણ છેલ્લા કેટલાક સપ્તાહથી હું ભણવામાં વ્યસ્ત હતો. મમ્મીએ અણસાર આપ્યો હશે પણ મારા ઘ્યાન બહાર ગયું હોય એમ પણ બની શકે છે.
સાત થવા આવ્યા હતા. બહાર બરફનો વરસાદ શરૂ થયો હતો. મમ્મી પપ્પા હવે ટોરેન્ટો પહોંચવામાં જ હશે ટોરેન્ટોની મોસમ શિયાળામાં મોન્ટ્રિયલથી વધુ ખુશનુમા હોય છે. મને કકડીને ભૂખ લાગી હતી. ખાવાનું કાઢી ઓવનમાં ગરમ કરવા મૂક્યું. જમ્યા પછી ટીવી જોવા બેઠો થયું કે લાવ ટોરેન્ટો ફોન જોડું મમ્મી પપ્પાને. ટોરેન્ટો પહોંચ્યાને થોડીક મિનિટો થઈ હશે ત્યાં મેં ફોન કર્યો.
મેં નંબર ડાયલ કર્યો ત્યાં હું ચોંકી ઊઠયો. મમ્મીએ કહ્યું કે અમે મુકેશ અંકલને ત્યાં રોકાયા છીએ. મમ્મી સાથે ઘણી લાંબી વાતો કરી.
મમ્મીએ તેમનું ત્યાં ઊતરવાનું કારણ આપતાં કહ્યું કે, મુકેશ અંકલને ત્યાં દીકરાનો જન્મ થયો છે. તેની ખુશીમાં ટોરેન્ટોમાં તેમણે પ્રીતિ ભોજનનું આયોજન કર્યું છે. રવિવારની રાત સુધીમાં અમે આવી પહોંચીશું. કાર્યક્રમ ચાર વાગ્યાની આસપાસ પૂરો થશે. સામેથી મમ્મીએ ફોન મૂકી દીધો. હું તો સુરેખા આન્ટી પ્રેગનન્ટ હતા તેનાથી સાવ અજાણ હતો?
મુકેશ અને સુરેખા આન્ટી સાથે વર્ષોથી સંબંધ હતો. તેઓ મોન્ક્રિયલમાં અમારા ઘરથી એક કિ.મી. દૂર રહેતાં હતાં. મુકેશઅંકલ અને પપ્પા બંને ગાઢ મિત્રો હતા. મોન્ટ્રિયલમાં બંને એક કંપનીમાં કામ કરતા હતા. કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોવાથી તેઓ મળી શકતા નહોતા, પરંતુ અઠવાડિયામાં સાંજના બે કલાક એક જ ક્લબમાં બેડમિંગ્ટન રમવા બંને જરૂર જતા. પપ્પા શરૂઆતથી બેડમિંગ્ટનના ભારે શોખીન હતા. હું દસ વર્ષનો થયો ત્યારથી મને પણ તેમની સાથે ક્લબ લઈ જવા લાગ્યા. મેં ધીમે ધીમે આ રમત શીખી લીધી. શરૂઆતમાં પપ્પા સાથે રમતાં હું હંમેશા હારી જતો. હવે અઠંગ ખેલાડી બની ગયો છું તેથી છેલ્લાં કેટલાંક વર્ષોથી પપ્પા હારી જાય છે.
તે વખતે અમને સુરેખાઆન્ટીનો બહુ પરિચય નહોતો. અવારનવાર મુકેશ અંકલ સાથે ભારતીય ઉત્સવમાં મુલાકાત થતી રહેતી. ખૂબી એ હતી કે મમ્મી અને આન્ટી ક્યારેય સહેલીઓ બની શક્યા નહીં. મમ્મીનો સ્વભાવ તો મિલનસાર છે, પરંતુ સુરેખા આન્ટીથી દૂર ભાગતી હતી. મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરે સુરેખા આન્ટી કે મુકેશ અંકલ ક્યારેય લંચ પર આવ્યા નથી અને તેમણે પણ અમને તેમના ઘરે બોલાવ્યા હોય તેવું બન્યું નથી.
અમે તેમને પપ્પાના મિત્રના નાતે ઓળખતા હતા. અમારા ઘરમાં મમ્મીની સાહેલીઓ અને સંબંધીઓની અવરજવર વધુ રહેતી હોય છે. તો પછી પપ્પાના દોસ્તો અને સંબંધીઓનો ભાવ પૂછવાની વાત જ ક્યાં રહી? જાન્યુઆરીનો મહિનો હતો. એક સાંજે મુકેશઅંકલ ઘણા વ્યથિત જણાતા હતા. પપ્પા તેમને સહાનુભૂતિ આપતા હતા. વાત પરથી લાગતું હતું કે કંપની કર્મચારીઓને છૂટા કરી રહી છે. કર્મચારીઓને એક મહિનાની નોટિસ પણ આપવામાં આવી હતી. તેમાં મુકેશ અંકલનું નામ પણ હતું. વર્ષોની નોકરી હતી એટલે મહેનતાણું તો મળવાનું હતું, પરંતુ ૩૦-૪૦ હજાર ડોલરથી વધુ મળવાની આશા નહોતી. વળી, નોકરીમાંથી છૂટા થયા પછી સરકાર પાસેથી એક વર્ષ સુધી બેરોજગારીનું ભથ્થું મળવાનું હતું પણ પછી શું? સવાલ ત્યાં આવીને ઊભો હતો.
મુકેશ અંકલે ભારતમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. અહીં આવ્યા પછી તેમને આ કંપનીમાં નોકરી મળી હતી. નોકરી બહુ સારી નહોતી છતાં સંતોષ હતો. તેમણે અહીં આવીને પહેલું કામ વધુ ડિગ્રી મેળવવાનું કર્યું હોત તો તેમને આટલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડત નહીં.
ખૂબ મથામણ કર્યા પછી ટોરેન્ટોમાંથી ત્રણ પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂની જાહેરાત આવી હતી. ત્રણેય પોસ્ટના ઇન્ટરવ્યૂ એક સમયે જ હતા, પરંતુ મુકેશઅંકલ સુરેખા આન્ટીને લઈને પરેશાન હતા. સુરેખા આન્ટી પરદેશમાં ક્યારેય એકલાં રહ્યાં નહોતાં. મુકેશ અંકલને ડર હતો સુરેખા ક્યાંય એકલી ગભરાઈ ન જાય. તેમણે સંકોચથી પપ્પાને કહ્યું કે જો હું અઠવાડિયું રાત્રે તેમના ઘરે રોકાવા જાઉં તો ઘણો મોટો ઉપકાર થશે. પપ્પાને તો કોઈ વાંધો નહોતો, પરંતુ મેં એક શરત મૂકી કે રાત્રે તેમના ઘરે રોકાવા જાઉં તો મને એક અઠવાડિયા માટે તેમની કાર ચલાવવા આપે. હું કડકડતી ઠંડીમાં મુકેશઅંકલના ઘરે રાત્રે પગપાળા ન જઈ શકું કે સવારના વહેલા આવી પણ ન શકું.
મુકેશ અંકલે સંમતિ આપી. પપ્પાએ મમ્મીને હું મુકેશ અંકલના ઘરે રાત્રે રોકાવાનો છું તે વિશે વાત કરી તો મમ્મીને થોડું અજુગતું તો લાગ્યું.
'૩૦ વર્ષની ઉંમર ધરાવતી સ્ત્રીને રાત્રે ઘરમાં સૂવાડવી કેવું લાગે? આજકાલની સ્ત્રીઓનું તો શું કહેવું?' મમ્મીએ કહ્યું.
મુકેશ અંકલ રવિવારની રાતે ટોરેન્ટો જવા નીકળી ગયા. હું અને સુરેખા આન્ટી તેમને મૂકવા રેલવે સ્ટેશન ગયા હતાં. પાછા ફરતાં આન્ટી કારની પાછળની સીટમાં બેસવાને બદલે મારી જોડેની સીટ પર આવીને બેઠાં. તેમને ઘરે મૂકીને હું મારા ઘરે ગયો. હજુ સાત વાગ્યા હતા. હું આન્ટીના ઘરે એક વાગ્યાની આસપાસ જવાનો હતો. એક બેગમાં રાતના પહેરવાના કપડાંની જોડ મૂકી.
મમ્મી પપ્પાને ગુડનાઈટ કહીને મુકેશઅંકલની કાર લઈને નીકળી ગયો. મમ્મીનો ચહેરો એકદમ ઉતરી ગયો હતો.
સુરેખા આન્ટી તેમના ઘરે મારી રાહ જોઈ રહ્યાં હતાં. તેમણે નાઈટગાઉન પહેર્યું હતું. ગાઉનમાંથી અંદરની 'નાઈટી' થોડીક બહાર દેખાતી હતી. મેં વિચાર્યું, 'આન્ટી તો હમણાં ઊંઘી જશે.' ''મુકેશને ટોરેન્ટો પહોંચવામાં હજુવાર હશે. તેઓ ત્યાં પહોંચીને મને જરૂરથી રિંગ કરશે તેમનો ફોન આવ્યા પછી હું નિરાંતે ઊંઘી શકીશ.'' આન્ટી બોલ્યા.
આન્ટી એમને મારો ગેસ્ટરૂમ બતાવ્યો. બેડપર સુંદર ચાદ૨ બિછાવેલી હતી, એક ડેસ્ક પર ટેબલ લેમ્પ અને એલાર્મ ઘડિયાળ મૂકી હતી. મેં છ વાગ્યાનો એલાર્મ મૂકયો. સવારે આઠ વાગ્યાની કોલેજ હતી. મેં વિચાર્યું કે ૧૨ વાગ્યે હુંઊંઘી જઈશ. હું પુસ્તક વાંચવા બેઠો.
રાત્રે ૧૧ વાગ્યે ટોરેન્ટોથી અંકલનો ફોન આવ્યો. ફોન મૂકયા પછી આન્ટી તેમના બેડરૂમમાં ગયાં. મારું વાંચવામાં ચિત્ત ચોંટતું નહોતું. ઊંઘ પણ વેરણ થઈ ગઈ હતી. વારંવાર પાસાં બદલવાં કરતાં હું લિવિંગ રૂમમાં ગયો અને ટીવી ઓન કરી સોફા પર બેઠો.
થોડીવાર થઈ હશે ત્યાં આન્ટી બેડરૂમમાંથી બહાર આવ્યાં. તેમના શરીર પર ફક્ત નાઈટી જ હતી અને નાઈટીમાંથી તેમનાં શરીરનાં લચીલાં અંગો બહાર દેખાતા હતાં. મમ્મી પણ આવાં કપડામાં ક્યારેય મારી સામે આવી નથી. કદાચ હું પાંચથી સાત વર્ષનો હતો ત્યારે મેં આવાં વસ્ત્રોમાં તેને એકવાર જોઈ હશે! ''ઊંઘ નથી આવતી? ગરમ દૂધ લેવુંછે? એક વાર ઊંઘ ઊડી જાય પછી બહુ મુશ્કેલીથી આવે છે તારે સવારે વહેલા કોલેજ પણ જવાનું હશે.'' વાત કરતાં આન્ટી મારી અડોઅડ સોફા પર ગોઠવાઈ ગયાં. પણ હું ચૂપ હતો.
''ઊંઘનો ઈલાજ તો તારા અંકલ પાસે બહુ સરસ છે જ્યારે પણ તેમની ઊંઘ ઊડી જાય ત્યારે તેઓ વીડિયો પર તેમની મનગમતી ફિલ્મ જોવા બેસી જશે જોવી છે અંકલની પ્રિય ફિલ્મ? આન્ટીએ પૂછયું.''
આન્ટી મારા જવાબની પરવા કર્યા વિના સોફા પરથી ઊભા થયાં કબાટમાંથી એક કેસેટ કાઢી. વી.સી.આર.માં ભરાવી.
ફિલ્મ જોતાં વેંત હું ચોકી ઊઠયો આન્ટીએ બલ્યૂ ફિલ્મ મૂકી હતી. મમ્મીથી છાનાછપના ઘરના ભોંયરામાં દોસ્તોસાથે એવી ફિલ્મો ઘણીવાર જોઈ હતી. લગભગ મઘ્યરાત્રિનો સમય હતો અને મારી સાથે આમ એકલા આવી ફિલ્મ જોવામાં આન્ટીને ક્ષોભ નથી થતો. મન ચકડોળે ચઢયું.
આન્ટી ફિલ્મ શરૂ થયાના અડધા કલાકમાં સોફામાં ઊંઘી ગયા હતા. ફિલ્મ પૂરી થઈ હું વીડિયો અને લાઈટ ઓફ કરી મારા ગેસ્ટ રૂમમાં સૂવા ગયો.
લગભગ ચાર વાગ્યા હશે. બાથરૂમ જવા મારી આંખ ખૂલી ત્યારે મારા બેડ પર આન્ટી મારીસાથે સૂતા હતાં. મને આશ્ચર્ય થયું. મેં તેમના તરફ નજર નાખી. તેમની નાઈટી અસ્તવ્યસ્ત હતી મારો પાયજામો નીચે ઉતરેલો હતો. સવારે છ વાગ્યાનું એલાર્મ રણકયો. હું ઊઠીને બ્રશ કરવા પણ ન રોકાયો પૂરપાટ સ્પીડે ગાડી ઘર તરફ હંકારી મૂકી હું નીકળ્યો ત્યાં સુધી આન્ટી ગેસ્ટ રૂમના બેડ પર સૂતેલાં હતાં.
આખો દિવસ વિચારોએ મને જકડી રાખ્યો હું યાદ કરવાની મથામણમાં પડયો આન્ટી ક્યારે મારા ગેસ્ટ રૂમમાં આવ્યાં અને મારો પાયજામો કેવી રીતે ઉતરી ગયો! શું રાત્રે આન્ટીએ બરફીમાં ઘેન ભેળવીને ખવડાવી દીધું હશે કે પછી હું સપનાંની દુનિયામાં ઊડી રહ્યો હતો! હવે હું આતુરતાથી સાંજની પ્રતીક્ષા કરતો હતો કે ક્યારે દસ વાગે અને ક્યારે હું મુકેશઅંકલના ઘરે જાઉં.
રાત્રિના દસ વાગ્યે હું આન્ટીના ઘરે પહોંચ્યો. આન્ટી મારી સાથે ખૂબ સ્વાભાવિકતાથી બોલતાં હતાં. તે દિવસ પછી અમારે ક્યારેય બ્યૂ ફિલ્મ જોવી પડી નથી. હું અને આન્ટી ૧૧ વાગ્યે બેડરૂમમાં જતાં અને છ વાગ્યે હું ઊઠીને ઘરે આવતો. આ અમારો નિત્ય ક્રમ બની ગયો. મારું તનમન રોમાંચિત થઈ ગયું હતું. મુકેશ અંકલના ઘરે જે સુખદ રાત્રિઓ પસાર કરી તેને હું જિંદગીભર ભૂલી નહીં શકું. એક ક્ષણિક અનુભવે મને પાંચ દિવસમાં કિશોરમાંથી પુખ્ત પુરુષ બનાવી દીધો.
રોમાંચિત અઠવાડિયું પસાર થઈ ગયું. અંકલ ટોરેન્ટોથી આવી ગયા હતા. અંકલે પપ્પાને શનિવારે ફોન કરીને કહ્યું કે તેમને ટોરેન્ટોમાં નોકરી મળી ગઈ છે. ૧૫મી માર્ચે તે અને સુરેખા ટોરેન્ટો જવા નીકળશે. ૧૨મી માર્ચે ચાલુ કંપનીમાં તેમનો અંતિમ દિવસ હતો. અંકલ નોકરીમાંથી છૂટા થવાના બહાને મોન્ટ્રિયલ છોડીને ટોરેન્ટો જવાના હોવાથી ઘણા પ્રફુલ્લિત હતા.
મોન્ટ્રિયલ કયૂબેક પ્રાંતમાં આવેલું છે. ભારતીયોને આ શહેર બહુ અનુકૂળ આવતું નથી. અહીં વસવા માટે ફ્રેન્ચ ભાષાનું જ્ઞાાન ખૂબ જરૂરી છે ઘણા ભારતીયો કોશિશ કરે છે પણ સફળ થતા નથી.
મુકેશ અંકલને ટોરેન્ટો જવા આડે હવે ગણતરીના દિવસો હતા. તેમણે મકાન વેચવા પ્રોપર્ટી ડીલરને સાધ્યા હતા. તેમનો સામાન મોન્ટ્રિયલથી ટોરેન્ટો લઈ જવા કંપનીએ ગોઠવણ કરી હતી. આખરે એ દિવસ આવી ગયો અને અંકલ-આન્ટી ટોરેન્ટો જતાં રહ્યાં. મને અંક્લની સામે આન્ટીને મળતા ક્ષોભ થતો હતો એટલે તેમને મળવાનું માંડી વાળ્યું.
ટોરેન્ટોથી આવતા ટ્રાફિક નહોતો. પણ ખરાબ રસ્તાને કારણે મમ્મી પપ્પાને ઘરે પહોંચતા દસ વાગી ગયા. મમ્મી અને પપ્પા ચિંતામાં લાગતા હતા. એવી શું વાત હતી કે સુરેખા આન્ટીને મળીને મમ્મી ખુશ હતી? મમ્મીને આન્ટી બહુ ભોળા લાગ્યા. સુરેખા આન્ટી મોન્ટ્રિયલમાં હતાં ત્યારે તો મમ્મી તેમનાથી દૂર ભાગતી હતી આજે કેમ તેનું વર્તન બદલાઈ ગયું લાગે છે?
સુરેખા આન્ટીએ મમ્મી પપ્પા સાથે મીઠાઈનું એક બોક્સ મોકલાવ્યું હતું. તેની સાથે અંકલે મારા માટે સુંદર ભેટ મોકલી આપી હતી. મુકેશ અંકલે મારો આભાર માનતો એક પત્ર પણ લખ્યો હતો. મમ્મીને મુકેશ અંકલનો દીકરો ઘણો ગમતો હતો. તે તેની સાથે બહુ ભળી ગયો હતો. મારા કેમેરાથી પાડેલો એક ગ્રુપ ફોટો પણ મમ્મીએ મને બતાવ્યો હતો. મુકેશ અંકલ અને સુરેખા આન્ટી તેમના દીકરાને હેતપૂર્વક નિહાળી રહ્યા હતાં. ફલેશ બરાબર ન પડવાથી ફોટો ઝાંખો લાગતો હતો. જો ફોટા ેક્લિન હોત તો મમ્મી જરૂર શંકા કરત. કઈ દાદી પોતાના વારસદારને ઓળખવામાં ભૂલ કરે?