For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટૂર-સફરમાં પણ ખૂબસુરતી જાળવો...

Updated: Apr 23rd, 2024

ટૂર-સફરમાં પણ ખૂબસુરતી જાળવો...

અત્યારે ભારતમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને બધાં જ વ્યસ્ત છે, સ્થળ નક્કી કરવામાં કે પોતે ક્યાં ફરવા જશે. પણ સાથે સાથે એ વાત પણ નક્કી કરો કે વેકેશનમાં ફરવા જાઓ તો ત્યાં તમારો વોર્ડરોબ કેવો હશે. એરક્રાફ્ટથી માંડીને ફરવાના સ્થળ સુધીના ડ્રેસની ટીપ્સ અહીં રજૂ કરી છે.

ફ્લાઇટમાં કેવા વસ્ત્રો પહેરશો? : લાંબા અંતરના સ્થળે તમે પ્લેનમાં જાઓ ત્યારે તમારા વાળ અને ચામડી એવા થઇ જાય છે કે પ્લેનમાંથી બહાર નીકળ્યા પછી તમારો દેખાવ સાવ ફરી ગયો હોય, પણ એવા સમયે યોગ્ય વસ્ત્રોની પસંદગી કરવાથી તમે સુંદર દેખાઇ શકો છો. સુંદર કિંમતી વેલવેટના ટ્રેક્સ પહેરવાથી તમે ખરેખર રૂપાળા દેખાવો છો. જો તમને વધુ સરસ દેખાવું હોય તો જ્યુસી કોટર ટ્રેક્સ ખરીદવા. ટ્રેક્સ અને મેચિંગ હુડી સાથે સરસ કેમિસોલ કે ટીશર્ટ પહેરવું અથવા એવું પેન્ટ્સ પહેરવું જે ચોળાય નહીં. જોકે તેનો અર્થ એ નથી કે પોલિસ્ટર પહેરવું. પોલિસ્ટર બને ત્યાં સુધી ટાળવું. સામાન્ય રીતે પ્લેનમાં ઠંડી હોય છે. તેથી સાથે જેકેટ કે લાઇટવેઇટ સ્વેટર હાથમાં જ રાખવું.

પહાડો પર જવું હોય ત્યારે : જો તમે પહાડો પર ટ્રેકિંગ કરવા જવાનું વિચારતાં હો અથવા કુદરતી દ્રશ્યો જોવા જવાનું નક્કી કરતાં હો તો આ સ્થળો ઠંડા હશે, તે યાદ રાખજો. વળી, તમે ખુલ્લા વાતાવરણમાં ઘણો સમય પસાર કરવાના હોવાથી આરામદાયક વસ્ત્રોની પસંદગી કરજો. પર્કા જેકેટ અથવા કવીલ્ટેડ કોટ સાથે રાખવાથી તમને તેનાથી હૂંફ મળશે અને તે વીન્ડશીટર્સનું પણ કામ કરશે. અંદરના વસ્ત્રોમાં નાયલોનનાં સ્ટોકિંગ પહેરવા નહીં કારણ કે તે હવાને અવરોધે છે. તેને બદલે કોટન ટ્રેક્સ પહેરવા. પ્યોર વુલ સ્વેટર્સ મળે તો વધુ સારું નહીં તો કાશ્મીરી સ્વેટર્સ પહેરી શકાય. એકાદ શાલ વીંટાળી લેવાથી તે પણ ડ્રેસ પર સુંદર દેખાય છે. પગરખાંની વાત આવે છે ત્યાં ફ્લેટ બૂટ, ટ્રેનર્સ કે વેજીસ પહેરવા. પથરાળ જગ્યાએ હિલવાળા શૂઝનો ભૂલથી પણ ઉપયોગ કરવો નહીં.

યુરોપ અને અમેરિકા : જો તમે વિદેશનાં મેટ્રોપોલિટન શહેરની મુલાકાત લેવાના હો તો તમારે વેલ ડ્રેસ્ડ હોવું જરૂરી છે. તમે પાશ્ચાત્ય દેશમાં છો તેનો અર્થ એવો નથી કે તમારે ટ્રાઉઝર્સ અથવા ડ્રેસ પહેરવા. જો તમને એવા વસ્ત્રો ફાવે નહીં તો તમે ભારતીય વસ્ત્રો ચોક્કસ પહેરી શકો. તે ઘણાં જ સુંદર લાગે છે. બને તો સાડી કે સલવાર કમીઝ ઉપર લાંબો ઓવરકોટ પહેરી લેવો અથવા જો બહુ ઠંડી હોય નહીં તો ઉપર શાલ ઓઢી લેવી. મૂળ તો તમને હૂંફ માટે લાંબા ઓવરકોટની જરૂરત પડશે જ. ભરત ભરેલું અથવા સારા પ્રિન્ટ્સ ધરાવતાં કપડાં લઇ શકાય અથવા તો સ્માર્ટ બેલ્ટવાળો ઘેરા રંગનો કોટ પૂરતો થઇ રહે છે. હવામાન પ્રમાણે શોર્ટ જેકેટ સાથે રાખવું. બૂટમાં ખોસી શકાય તેવા બેથી ત્રણ જોડી ટ્રાઉઝર્સ અને ફ્લેટ કે સ્નીકર્સ સાથે પહેરી શકાય તેવું જિન્સ જરૂરી છે. હૂંફાળો સ્કાર્ફ પણ સમયે કામ લાગી શકે છે. બધાં જ વસ્ત્રો સાથે ચાલે તેવું પોલો નેક જેકેટની અંદર પહેરવામાં ખૂબ ઉપયોગી બની રહે છે અને તેના ઉપર સ્કાર્ફ વીંટાળી કે બુ્રચ લગાડી તેને ફેશનેબલ બનાવી શકાય છે. એકાદ સારો ડ્રેસ સાથે રાખવો જ. દિવસ દરમિયાન તેને કોટની નીચે પહેરવો અને સાંજે કોટ કાઢી નાખ્યા બાદ તે ઇવનિંગ ડ્રેસ તરીકે કામ લાગે છે. શોર્ટ કુરતી ઉપર પેન્ટ્સ ક્યારેય પહેરવા નહીં. તે જરાપણ વેસ્ટર્ન લાગશે નહીં.

જો તમે લંડનમાં પ્રવાસ કરી રહ્યા હો તો ત્યાં સતત વરસાદ પડતો રહે છે, તે વાત ધ્યાનમાં રાખવી. ઉનાળામાં પણ પાશ્ચાત્ય દેશોમાં બહુ ઠંડી નહીં હોવાથી કોઇપણ ફેશનેબલ વસ્ત્રો પહેરવા અને તેની ઉપર પહેરવા માટે સુંદર જેકેટ હાથમાં રાખવું. બને ત્યાં સુધી વધારે ચાલવાનું હોવાથી ફ્લેટ ફૂટવેર જ પસંદ કરવા.

બીચવેર : આખું અઠવાડિયું એકનું એક જ સ્વીમસૂટ પહેરવાના દિવસો હવે ગયાં. તમે ઓછામાં ઓછા બે સ્વીમસૂટ ખરીદો, જે વારાફરતી પહેરી શકાય અને તેને ધોઇને સૂકવવાનો પૂરતો સમય મળે. જો તમે વધુ ફેશનેબલ અને જાગૃત હો તો અમુક વાતોનું ધ્યાન રાખો. જેમ કે, તમારી ત્વચા ખૂબ જ સુંદર અને ફિગર સારું હોય તો સ્ટ્રીંગ બિકીની લઇ શકાય. ખૂબ ઘેરા રંગની અથવા કાળી કે સફેદ બિકીની પહેરો. જો તમે દરિયા કિનારે એક અઠવાડિયા માટે જતાં હો તો ઓછામાં ઓછા બેથી ત્રણ જોડી સ્વીમવેર લઇ જાઓ, જેથી તમે એકાંતરે દિવસે નવા વસ્ત્રો પહેરી શકો. બિકીની ટોપ અને બોટમનું મિક્સ મેચ કરો. ગુલાબી ટોપને બ્લેક બોટમ સાથે મેચ કરી શકાય. ચીકન ભરતકામ ધરાવતાં ઘણા બધાં કુરતા, ફ્લેટ સેન્ડલ સાથે રાખો. કફતાન ખૂબ જ ઉપયોગી બની રહે છે. તે લાંબા કે ટૂંકા પહેરી તેના ઉપર બેલ્ટ પહેરો. સાથે ચંપલ પહેરો અને કોઇપણ રેસ્ટોરાંની મુલાકાત લો. તમે ખૂબ જ 'એલિગન્ટ' લાગશો. બિકીની ઉપર ડ્રેસિસ પણ પહેરી શકાય, જેથી શરીર ઢંકાયેલું રહે. બીચ પર જતા પહેલાં પેડીક્યોર કરાવી લેવું જરૂરી છે. માર્કેટ અને અન્ય સ્થળોએ ઘણું ફરવાનું હોવાથી ફ્લેટ ફૂટવેર જ પસંદ કરો. બીચ ઉપર તમારે શૂઝ પહેરવાની જરૂરત નથી. મોંઘી બેગ લઇને બીચ ઉપર ફરવું નહીં કારણકે પાણીમાં ખરાબ થઇ જાય છે. તમે એવી શીટ સાથે રાખો, જેના ઉપર તમે લાંબા થઇ સૂઇ શકો કે બેસી શકો, સાથે ટુવાલ, સનસ્કીન લોશન, પુસ્તક, ઓઢવાનું વસ્ત્ર, હોઠ માટે ક્રીમ, દાંતિયો વગેરે પર્સમાં સાથે રાખો. વળી, તડકામાં આપણે ભારતીયો વધુ પડતાં લાલ થઇ જતાં નથી તેથી સારું સન સ્ક્રીન લોશન ત્વચા પર લગાડવું પૂરતું થઇ રહે છે.

Gujarat