Sahiyar

બ્લેક હેડ્સ દૂર કરવાના ઘરગત્થુ ઉપાયો

By GS Team
7 Sep 20262 mins read
બ્લેક હેડ્સ દૂર કરવાના ઘરગત્થુ ઉપાયો

નાક અને દાઢીની ત્વચા પર ચહેરાના અન્ય હિસ્સાઓની સરખામણીમાં વધુ ઓઈલ હોય છે જેથી એ ભાગમાં રજકણ જમા થઈ જતી હોય છે. પરિણામે નાક અને દાઢી પર બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સની તકલીફ થાય છે. જેને દૂર કરવાના સરળ ઉપાય જણાવામાં આવ્યા છે.
સ્ટીમિંગ
સૌથી સરળ ઉપાય સ્ટીમિંગ છે. એક બાઉલમાં ગરમ પાણી લેવું. એક સ્વચ્છ નેપકિનને તેમાં બોળી નીચોવી લેવું. આ નેપકિનને બ્લેક હેડ્સ થયા હોય તેના પર મુકી હળવે હાથે ધીરે-ધીરે દબાવવું. ૩ થી ૫ મિનિટ સુધી આ ક્રિયા કરવી જેથી એ ભાગની ત્વચા મુલાયમ થશે અને રોમછિદ્રો ખુલ્લા થઈ જશે અને તેને હળવે-હળવે દબાવીને કાઢવાથી સરળતાથી નીકળી આવશે.
એક્સફોલિએશન અને ક્લીનિંગ
હળદર ત્વચાને એક્સફોલિએટ કરીને બ્લેક હેડ્સ દૂર કરવામાં મદદ કરે છે. ચોખાના લોટમાં હળદર, મધ અને લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવવી. આ પેસ્ટને નાક પર હળવા હાથે ૩ થી ૫ મિનિટ રગડીને ચહેરો ધોઈ નાખવાથી બ્લેક હેડ્સ દૂર થાય છે.
મધ અને લીંબુ
એક ચમચો મધમાં અડધા લીંબુનો રસ ભેળવવો અને નાક પર લગાડી હળવે-હળવે સ્ક્રબ કરવું. ૨૦ મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ નાખવું.
બેકિંગ સોડા
એક ચમચો બેકિંગ સોડામાં પાણી ભેળવી પેસ્ટ બનાવી નાક પર હળવે-હળવે રગડીને ધોઈ નાખવું.
ઇંડાની સફેટી-મધ
ઇંડાની સફેદી એક બાઉલમાં લઈ તેમાં મધ ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને બ્લેક હેડ્સ પર લગાડવું. સુકાઈ જાય પછી કપડાની સહાયતાથી હળવે-હળવે રગડીને પેસ્ટને લુછવાથી બ્લેક હેડ્સ સરળતાથી નીકળી જશે.
ટામેટાની સ્લાઈસ
એક ટામેટાની સ્લાઈસ કરી ચહેરા પરના બ્લેક હેડ્સ પર રગડવી અને તેના ગરને ૧૫ થી ૨૦ મિનિટ સુધી બ્લેક હેડ્સ પર રહેવા દીધા પછી ચહેરો ધોઈ નાખવો.
એલોવેરા
એલોવેરા જેલને છુંદી તેની પેસ્ટ બનાવી બ્લેક હેડ્સ પર ૨૦ થી ૩૦ મિનિટ લગાડી રાખવું અને સુકાઈ જાય પછી હળવે-હળવે રગડીને ધોઈ નાખવું.
જવનો લોટ, દહીં, લીંબુ
જવના લોટમાં દહીં અને લીંબુ ભેળવી પેસ્ટ બનાવી બ્લેક હેડ્સ પર લગાડી સુકાઈ જાય પછી રગડીને ધોઈ નાખવું.
ગ્રીન ટી પેસ્ટ
ગ્રીન ટી એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપુર હોય છે, જે ત્વચાને ડીટોક્સ કરવામાં મદદ કરે છે. ગ્રીન ટી પાવડરમાં થોડું પાણી ભેળવીને પેસ્ટ બનાવવી અને બ્લેક હેડ્સ પર લગાડવું. ૧૫ મિનિટ પછી હળવે-હળવે સ્ક્રબ કરતાં કરતાં ચહેરો ધોઈ નાખવો.
ખીરા-ગુલાબ જળ
ખીરા અને ગુલાબ જળ ત્વચાને ઠંડક પ્રદાન કરે છે. ખીરાના રસમાં ગુલાબ જળ ભેળવી બ્લેક હેડ્સ પર લગાડી ૧૫ મિનિટ પછી ધોઈ નાખવું.