Sahiyar

હૃદયરોગ અને આયુર્વેદ

By GS Team
14 Sep 20265 mins read
હૃદયરોગ અને આયુર્વેદ
  • આરોગ્ય સંજીવની

હૃદય એ મનુષ્ય શરીરનું બહુ જ મહત્ત્વનું અંગ છે. હૃદય બે સેકન્ડ માટે પણ વિશ્રામ લે તો આપણે જીંદગીથી વિશ્રામ લઈ લેવો પડે. આટલું મહત્ત્વનું અંગ હોવાં છતાં આપણે હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે ઘણીવાર ઘણીજ બે કાળજાથી વર્તતા હોઈએ છીએ. પરિણામે હૃદયની અનેક બિમારીઓનો ભોગ બનીએ છીએ. પહેલાનાં સમયમાં પશ્ચિમનાં દેશોમાં મહત્તમ જોવા મળતા આ રોગો આપણા દેશમાં પણ મહત્તમ પગપસારો કરી લીધો છે. ઉપરાંત પુરુષ દર્દીઓમાં વધારે જોવા મળતો. આ રોગ આજના સમયમાં મહિલા દર્દીઓમાં પણ વ્યાપક રૂપે જોવા મળતો થઈ ગયો છે. વળી, આજકાલ તો ૩૫-૪૦ વર્ષના સ્ત્રી-પુરુષો પણ હૃદયરોગનો ભોગ બનતા જોવા મળ્યા છે.
હૃદયરોગ ઘણાં કારણોને લીધે થતો જોવામાં આવે છે. જેમાં અતિ માનસિક તનાવ, ચિંતા, ભાગ-દોડભર્યુજીવન, અતિ- ચરબીયુક્ત આહાર જેવા કે ઘી, તેલ, માખણ વગેરેનો વધુ પડતો ઉપયોગ વધુ પડતો શ્રમ, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરેના કારણે આ રોગ થવાની સંભાવનાઓ વધી જાય છે. આ ઉપરાંત ધુ્રમપાન, તમાકુસેવન, મધપાન, માંસાહાર વગેરેનું સેવન કરનાર વ્યક્તિમાં સામાન્ય માણસ કરતાં હૃદયરોગ થવાની સંભાવના ૭૫ ટકા જેટલો વધારે હોય છે. ઘણીવાર સ્ત્રીઓમાં વારંવાર કરવામાં આવતો ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ બ્લડપ્રેશરને વધારે છે. જેથી આવો સ્ત્રીઓમાં હૃદયરોગના હુમલા આવવાની શક્યતાઓ વધારે જોવા મળે છે. હૃદયરોગના લક્ષણોની વાત કરીઓ તો હૃદય રોગનાં હુમલા વખતે હૃદયપ્રદેશ પર તીવ્ર પીડા થાય છે. પીડા એટલી બધી હોય છે કે, રોગી તે સહન કરી શક્તો નથી. ઘણીવાર હૃદયપ્રદેશમાં પીડા ન થતા વામ હસ્ત પ્રદેશની પીડાનો આરંભ થાય છે. અને ધીમે ધીમે પીડા વધતી જાય છે. પીડાના કારણે દર્દને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરિણામે દર્દી મરણાસન્ન અવસ્થામાં આવી જાય છે. આ રોગ અચાનક જ શરૂ થાય છે અને તદ્પશ્ચાત વેગપૂર્વક આવેગનાં રૂપમાં થાય છે. હાર્ટ એટેકના પ્રથમ હુમલા સમયે દર્દી જો બચી જાય તો કેટલાક દિવસ કે મહિનાઓ પછી હદશૂલનો બીજો હુમલો આવવાની સંભાવના પણ રહે છે. હદશૂલનો ત્રીજો હુમલો બીજા હુમલાની તુલનામાં વધારે તીવ્ર અને જલ્દી થાય છે. હાર્ટએટેક સમય હૃદય પર ગુરુતા અને તીવ્ર પીડા અનુભવાય છે. પીડાનાં કારણે રોગી પરસેવાથી, લથ-પથ થઈ જાય છે. ઘણીવાર શ્વાસાવરોધ પણ થાય છે. તીવ્ર શ્વાસાવરોધની પરિસ્થિતિમાં મૃત્યુ થવાની સંભાવના પણ રહી શકે છે. આ હુમલાની સ્થિતિ મિનિટથી લઈને ૧/૨ થી ૧ કલાક સુધી પણ રહી શકે છે.
હૃદયરોગનાં દર્દીએ રાખવાની કાળજી

  • સાદું અને હલકું ભોજન તેમજ તાજું અને ઓછું ભોજન લેવું.
  • ભોજનમાં ચરબી, ઘી, તેલ, વગેરેનો નક્ષિત ઉપયોગ કરવો.
  • મોટાપાથી બચવુ તથા કોઈપણ પ્રકારનું વ્યસન ન કરવું.
  • તનાવરહિત અને શાંતિપૂર્ણ જીવન પસાર કરવું.
  • બ્લડપ્રેશર અને વજનને નિયંત્રિત રાખવું.
  • ચા અને કોફીનું અલ્પમાત્રામાં સેવન કરવું.
  • નિયમિત હલકી કસરત કરવી.
    વાતવર્ધક આહારથી પરેજી રાખવી. હૃદયરોગીની આયુર્વેદ મુજબ ચિકિત્સા- હૃદયરોગ ઉપર આયુર્વેદના ઔષધો ઘણું જ અસરકારક પરિણામ આપે છે. આયુર્વેદમાં એવા ઘણાં જ ઔષધો-યોગો અને પ્રયોગો છે કે, જેનાથી તંદુરસ્ત વ્યક્તિ જીંદગીભર હૃદયરોગના હુમલાથી બચી શકે, અને હૃદયરોગનો દર્દી ફરી વારના હૃદયરોગનાં હુમલાથી બચી જાય. જેમાં,
    ૧) હૃદયના તમામ રોગો ઉપર 'અર્જુનત્વક્' શ્રેષ્ઠ બતાવી છે. અર્જૂનની છાલનું ચૂર્ણ ૧૦ ગ્રામ, દૂધ ૧૫૦ મિ.ગ્રા, પાણી ૧૫૦ મિગ્રા, ફુદીનાના પાંદડા ૪ થી ૫ નંગ, તુલસીપત્ર ૪ થી ૫ નંગ લઈ ઉકાળવા. બધું જ પાણી બળી જાય અને દૂધ બાકી રહે ત્યારે ગાળીને સવાર-સાંજ પીવું ! અર્જુનક્ષીરપાકનો આ પ્રયોગ હૃદયરોગીઓ માટે ખૂબ લાભકારી સાબિત થશે.
    ૨) અર્જુનની છાલનું ચૂર્ણ ૪ ગ્રામ અને પુષ્કરમૂળનું ચૂર્ણ ૪ ગ્રામ લઈ પાણી સાથે દિવસમાં બે વખત સેવન કરવાથી લાભ થાય છે.
    ૩) પ્રભાકરવટી ૧ થી ૨ ગોળી સવાર-સાંજ અર્જુન સિદ્ધ દુધની સાથે લેવાથી પિત્ત હૃદયરોગથી છુટકારો મળે છે.
    ૪) હરડે, રાસના, વચ, પીપળો, પુષ્કરમૂળ અને સૂંઠ અન્ય ગ્રામ માત્રમાં લઈને ફૂટી, લસોટો ઝીણું ચૂર્ણ બનાવીને રાખવું ૩-૩ ગ્રામ ચૂર્ણ પાણીની સાથે સેવન કરવાથી કફજ હૃદયરોગ નષ્ટ થાય છે.
    ૫) દરેક પ્રકારના હૃદયરોગ ઉપર લસણ ખૂબ જ અદ્ભુત પરિણામ આપે છે. લસણ લોહીનાં ઉચ્ચ દબાણને પણ ઓછું કરે છે.
    આ ઉપરાંત હૃદયાર્ણવ રસ ચિંતામણિરસ, જહર મોહરા પિષ્ટી, સ્વર્ણભસ્મ, રજતભસ્મ, બૃહત કસ્તૂરી ભૈરવરસ, મુક્તાપિષ્ટી, અર્જુનારીષ્ટ વગેરે ઔષધોનો પ્રયોગ નિષ્ણાતની સલાહમાં રહીને કરી શકાય છે. છેલ્લે હૃદયરોગમાં એક સરળ અને ઘરગથ્થું પ્રયોગ બતાવું છું. પીપળનાં પાંદડામાં હૃદયને બળ આપવાની અદ્ભુત ક્ષમતાવાળા કરે છે. પ્રત્યેક પાંદડાનો ઉપર અને નીચેનો ભાગ કાતરથી કાપી અલગ કરી પાણી વડે સાફ કરો તેને ૧ ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળવું. જ્યારે ૧/૩ ભાગ પાણી બાકી રહે ત્યારે ઠંડું થવા પર ગાળી લેવું. આ ઉકાળાનાં ત્રણ ભાગ કરી ત્રણ કલાકનાં અંતરે વહેલી સવારે લેવું.
    ઉકાળો લેતાં પહેલાં પેટ એકદમ ખાલી ન રાખવું, પરંતુ હલકો નાસ્તો કર્યા પછી જ ઉપરોક્ત પ્રયોગ કરવો. હાર્ટએટેક પછી થોડો સમય થઈ ગયા બાદ લગાતાર પંદર દિવસ સુધી આને લેવાથી હૃદય ફરીથી સ્વસ્થ થઈ જાય છે, અને ફરીથી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા નહિવત જેવો રહે છે.
    કેશ સૌંદર્ય અને સમાધાન
    'કેશ'એ વ્યક્તિત્વ માટે ખૂબ મહત્ત્વનું સોપાન છે. 'કેશ' વગર ના માનવીની મૂંઝવણ સમજવી ખૂબ કઠિન છે. ઘેરા સુંદરવાળ વ્યક્તિનાં નિખારમાં ચાર ચાંદ લગાવી દે છે.
    પરંતુ આજની સ્ટ્રેસભરી જિંદગીમાં સ્ત્રી અને પુરુષ બંને એક સામાન્ય તકલીફ થી પિડાય છે. જેનું નામ છે. 'વાળ ખરવા' વાળ ખરવા માટે મુખ્ય પરિબળ જો માનવામાં આવે તો તે છે, 'સ્ટ્રેસ' 'ચિંતા' ચિંતા કે 'સ્ટ્રેસ'ના કારણે વાળ ખરવાની મહત્તમ ફરિયાદો જોવા મળે છે. વાળ ખરવા, અકાળે શ્વેત થવા, ઊંદરી થવી, વાળ ન વધવા, વાળ આછા હોવા, માથામાં ખોડો હોવો, જુ-લીખ થવી વગેરે અનેક ફરિયાદો વાળ નિયમિત સાફ ન થતા હોય તો અથવા વારંવાર શેમ્પૂ બદલવાથી પણ થઈ શકે છે.
    અહીં દરેક વાંચકમિત્રોને જગાવવાનું કે શેમ્પૂ શક્ય હોય ત્યાં સુધી હર્બલ જ વાપરવાનો આગ્રહ રાખવો તથા કેશ તેલ પણ તલનાં તેલનો બેઇઝ હોય તેવું અને હર્બલ જ વાપરવું. તેમજ વારંવાર શેમ્પૂ અને હેરડ્રાય બદલ બદલ કરવા નહીં.
  • જહાનવીબેન ભટ્ટ