Sahiyar

વયને ધ્યાનમાં રાખીને બદલાવો ડાયટ

By GS Team
21 Sep 20263 mins read
વયને ધ્યાનમાં રાખીને બદલાવો ડાયટ
  • 30 વરસની વયે ધીરે-ધીરે એનર્જી લેવલ ઓછું થતું હોય છે. તેથી હેલ્થ પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે.

વય વધવાની સાથેસાથે રોજિંદા આહારમાં બદલાવ જરૂરી છે. પરંતુ મોટા ભાગના લોકો આમ કરતા હોતા નથી. ૨૦ વરસની વયે જે વાનગીઓ ખાતા હોય છે તે જ ખોરાક ૬૦-૭૦ વરસની વયે પણ ખાવાનું બંધ કરતા નથી. પરિણામે વયની સાથે જોઇતા પોષક તત્વોમળતા ન હોવાથી નાની-મોટી બીમારીઓના શિકાર બને છે.
સામાન્ય રીતે નાનપણમાં ખાસ કરીને માતા બાળકને પોષણ અને યાદશક્તિ તીવ્ર થાય તેવો આહાર આપતી હોય છે. પરંતુ વય વધવાની સાથેસાથે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની બદલે જન્ક ફૂડ અને અને એન્જોયમેન્ટ પર ફોકસ રહેતું હોવાથી પોષણ પર ધ્યાન અપાતું ન હોવાથી સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે.
૩૦ વરસની વયે ધીરે-ધીરે એનર્જી લેવલ ઓછું થતું હોય છે. તેથી હેલ્થ પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે.
તેથી ૩૦-૪૦ વરસની વય દમિયાન સ્નાયુઓને મજબૂત કરતું ડાયટ તેમજ સાથેસાથે વજન ન વધે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી થઇ જાય છે. તંથી ૩૦-૪૦ વરસની વય દરમિયાન પ્રોટીન વધારતો આહાર જેમ કે ઇંડા, દાળ,પનીર, દહીં, દૂધ, બદામ, અખરોટ,ચિયા સીડસ, ફળો. ટોફૂ, સોયબીન તેમજ કઠોળનો રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઇએ, ઉપરાંત વિવધ શાક, ભાત તેમજ પાંદડાયુક્ત ભાજી ખાવી જોઇએ,
ડાયટની સાથેસાથે નિયમિત વ્યાયામ ૩૦ મિનીટ સુધી કરવો જોઇએ. બ્રિસ્ક વોક.સ્ટ્રેચિંગ એકસરસાઇઝ, યોગ તેમજ મેડિટેશન કરવું જરૂરી છે.
૪૦-૫૦ વરસની વય દરમિયાન ધીરે ધીરે થાક લાગવાનું શરૂ થઇ જાય છે. હાડકા નબળાં પડતાં જાય છે. હોર્મોન્સના પ્રમાણમાં બદલાવ શરૂ થાય છે. ખાસ કરીને મહિલાઓમાં હોર્મોન્સનું પ્રમઆણ વધતું જાય છે. વજન વધવાની શરૂઆત થાય છે. તેથી આ વયમાં ખાસકરીને સ્વાદની બદલે પોષણ આપતા આહાર પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. જેથી વધુ પોષણ અને લો કેલરી ફૂડ પોતાના ડાયટમાં સામેલ કરવું જોઇએ. આની સાથેસાથે પાંદડાયુક્ત ભાજી,મ ોસની ફળો જરૂર ખાવા જોઇએ. રોજિંદા આહારમાં સુગરનું પ્રમાણ ઓછું કરવું તેમજ તૈલીય મસાલેદાર જન્ક વાનગીઓનું પ્રમાણ ઓછું કરવું.હાડકાને મજબૂત કરવા વિટામિન ડીની આવષ્યકતા વધતી જતી હોવાથી તબીબની સલાહ અનુસાર વિટામિન ડીની ગોળી લેવી જોઇએ તેમજ સવારે હુંફાલા તડકામાં ચાલવું જોઇએ.
આ વયમાં લાઇફસ્ટાઇલ અનુસાર રોગ થવાની શક્યતા વધતી જતી હોય છે. તેથી હળવું સુપાચ્ય ભોજન, તેલ અને ઘીનું રોજિંદા આહારમાં પ્રમાણ ઓછું કરવું જોઇએ.
૫૦-૬૦ વરસની વયે પોષણની વધુ જરૂર હોય છે. તેમજ મેન્ટલ હેલ્થને ધ્યાનમાં રાખવા માટે પણ તેવા ખાદ્ય પદાર્થોનુ ંસેવન જરૂરી છે. આ વયે શરીરને હાઇડ્રેટ રાખવું જોઇએ, પાણી સંતુલિત માત્રામાં પીવું, મોલ્ટનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધુ ન હોવું જોઇએ, ફાઇબર યુક્ત આહારનું પ્રમાણ વધારવું. લો ફેટ મિલ્ક,બ્રોકલી તેમજ દહીંને રોજિંદા આહારમાં સામેલ કરવું.
આ વયે સાંધાના દુખાવાની તકલીફ શરૂ થઇને વધતી જાય છે તેથી વ્યાયામ હળવો કરવો. તેમજ સ્વિમિંગ આ વય માટે ઉત્તમ વ્યાયામ છે.
૬૦-૭૦ વરસની વયે શરીર ધીરે ધીરે નબળું પડતુ ંજાય છે. ભૂખ ઓછી થતી જાય છે. શરીરમાં પોષક તત્વો પચાવવાની ક્ષમતા ઓછી થતી જાય છે. તેથીઆ વય એનર્જીની વધુ જરૂર પડે છે. જે માટે હાઇ પ્રોટીન ડાયટ, તેમજ દિવસમાં થોડા-થોડા પ્રમાણમાં વધુ વખત ખાવું જોઇએ. તબીબની સલાહ પ્રમાણે કેલશ્યમ સપ્લીમેન્ટસ લઇ શકાય છે. આ વયે પાચનશક્તિ નબળી પડતી હોવાથી ગટ હેલ્થ પર ધ્યાન આપવું જોઇએ દહીં માફક આવતું હોય તો તેનું પ્રમાણ વધારવું તેના સેવનથી હેલ્ધી બેકટેરિયા વધે છે.
પુરુષો કરતાં મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમા ંરાખવું જોઇએ. તેમને માસિકધર્મ, ગર્ભાવસ્થા, મેનોપોઝ, તેમજ તેમનામાં હોર્મોન્સના પ્રમાણમાં વારંવાર ફેરફાર થતો ગોય છે. મહિલાઓને એનિમિક જેવી તકલીફ પણ વધુ થતીજોવા મળી છે. તેથી તેમણે આર્યન વધારે તેવા ખાદ્યપદાર્થોનું સેવન કરવું જોઇએ. તેમણે પોતાના રોજિંદા આહારમાં પાંદડાયુક્ત ભાજી જેવી કે પાલખ, તાંદળિયા, ફળો વગેરેનું પ્રમાણ વધારવું.
આ સાથેસાથે પૂરતા પ્રમાણમાં નિંદ્રા લેવી જોઇએ. તેમજ માનસિક તાણનો શિકાર ન બનવું. પોતાના શોખ પુરા કરવા તેમજ સદાય આનંદિત રહેવાથી શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

  • મીનાક્ષી તિવારી