Sahiyar

દાવત : ફરાળી વાનગીઓની વરાયટીબટાટા

By GS Team
7 Sep 20265 mins read
દાવત : ફરાળી વાનગીઓની વરાયટીબટાટા
  • સાબુદાણાની ખીચડી
    સામગ્રી : બટાટા ૨૫૦ ગ્રામ, સાબુદાણા, ૧૫૦ ગ્રામ, શેકેલી શીંગ, ૧૫૦ ગ્રામ, ૧ લીંબુનો રસ, મીઠું પ્રમાણસર, લીલા મરચાં, ૩-૪ નંગ, કોપરાનું ખમણ, ત્રણ ચમચા, ખાંડ બે ચમચા, ઘી બે ચમચા, લાલ મરચું, જીરું એક ચમચી, ગરમ મસાલો ૧ ચમચી.
    રીત : બટાટાને ધોઈને છાલ ઉતારી નાખવી. પછી ો૨૦ મિનિટ પાણીમાં રાખવા. પછી એમાંથી પાણી નિતારી લેવું અને ચાળણીમાં કોરા થવા દેવા.
    ત્યારબાદ ઘીમાં જીરાનો વઘાર કરી એમાં લીલા મરચાંના ટુકડા અને બટાટાના ટુકડા નાખવા. પછી એની ઉપર થોડું પાણી છાંટવું.
    પછી બટાટા અધકચરા ચડે એટલે એમાં સાબુદાણા નાખવા. પછી શીંગદાણાને અધકચરા વાટીને તેમાં નાંખવા. પછી તેમાં મીઠું, લીંબુ, ખાંડ અને ગરમ મસાલો નાંખીને પાંચથી સાત મિનિટ સુધી હલાવવું પછી ઉપર કોપરૂ અને સમારેલી કોથમીર ભભરાવીને નીચે ઉતારી ગરમ ગરમ પીરસવી.

બટાટાની ફરાળી ભાખરવડી
સામગ્રી : બટાટા ૫૦૦ ગ્રામ, મીઠું પ્રમાણસર રાજગરાનો લોટ ૫૦૦ગ્રામ
ભાખરવડી માટે : નાળિયેરનું ખમણ, ૫૦ગ્રામ, તલ થોડાક, વાટેલા આદુ-મરચાં ૧ ચમચી, કોથમીર એક ઝુડી, ખાંડ, મીઠું પ્રમાણસર, ૧ લીંબુનો રસ
ચટણી માટે સામગ્રી : કોથમીર એક ઝુડી, જીરું એક ચમચી, તજ, લવિંગ, એલચી, ખસખસ થોડા, મીઠું પ્રમાણસર, શીંગદાણા ૫૦ ગ્રામ.
રીત : એક વાસણમાં પાણી ગરમ મૂકી તેમાં બટાટાને બાફવા. બટાટા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારીને તેનો છૂંદો કરવો.
આ માવામાં મીઠું વાટેલા આદુ-મરચાં તલ નારિયેરનું ખમણ, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરીને પૂરણ તૈયાર કરવું, ત્યારબાદ રાજગરાના લોટને ચાળીને તેમાં મીઠુ અને તલનું મોણ નાખીને પાણી વડે પૂરી જેવો લોટ બાંધવો, રાજગરાના લોટની પુરી વણવી. જરૂર પડે રાજગરાના લોટનું અટામણ લેવું. પછી આ પૂરીમાં બટાટાનું પુરણ ભરીને તેનો રોલ વાળવો. અને રોલને ચપ્પા વડે ગોળ ગોળ સ્લાઈસના રૂપમાં કાપવો. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈએ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકવું. અને તેલમાં સ્લાઈસને સોનેરી એવી તળી લેવી. અને ગરમ પીરસવી. ચટણી માટેની બધી સામગ્રીને વાટીને તૈયાર કરવી. અને તેને ગરમ ગરમ ભાખરવડી સાથે પીરસવી.

રતાળુ બટાટાનો રોટલો
સામગ્રી : ૭૫૦ ગ્રામ રતાળુ, ૭૫૦ ગ્રામ બટાકા, પૂરણ માટે પલાળેલા સાબુદાણા બે કપ, આદુ-મરચાં, પ્રમાણસર, કોથમીર, ૧/૨ ઝુડી, ખાંડ ૩ ટી સ્પુન ગરમ મસાલો, ૧ સ્પૂન અધ-કચરો શિંગની ભૂકો, બે ટેબલ સ્પૂન, લીંબુ, મીઠું પ્રમાણસર.
ખીરા માટે : શિંગોડાનો લોટ ૧/૨ કપ, સાજીના ફુલ ૧/૪ ટી સ્પુન, મરચું ૧/૨ ટી સ્પુન.
વઘાર માટે : તેલ ૩ ટેબલ સ્પુન, રાઈ ૧ ટી સ્પુન, હિંગ બે ચપટી, તલ ૨ ટી સ્પુન, ૩ ટામેટાનાં પીતાં.
રીત : રતાળું ધોઈ, છોલી મોટાં ટુકડા કરી તેને મીઠાના પાણીમાં બાફવા, બફાઈ જાય એટલે પાણી નીતારી સ્મેશ કરી, મરી નાંખવા, બટાકાને બાફી છોલી, સ્મેશ કરવા. બટાકામાં પણ મીઠું, મરી નાંખવા. સાબુદાણાને થોડા વધુ પાતળા હાથથી જરા છુંદી નાંખવા, એક ટેબલ સ્પૂન તલ ગરમ મૂકી હિંગનો વઘાર કરી, સાબુદાણાને વઘારવા. સાબુદાણામાં લીલો મસાલો, મીઠું, લીંબુ, સિંગનો ભૂકો વગેરે નાંખવા ગરમ મસાલો નીચે ઉતારવું,.શીંગોડાનો લોટમાં પાણી રેડી પાતળું ખીરું તૈયાર કરવું. ખીરામાં મસાલો નાંખવો.ચોરસ ટીનમાં અથવા નાની કથરોટમાં તેલનો હાથ લગાડી ઉપર ૧ ટે-સ્પુન શીંગોડાનો લોટ ભભરાવી બટાકાનો ૧/૪ જાડો રોટલો થેપવો. ઉપર સાબુદાણાનંું પુરણ પાથરવું. સાબુદાણા પુરણ ઉપર રતાળુનો રોટલો થેપવો. ઉપર ખીરું રેડવું.તેલને ગરમ મૂકી રાઈ, હિંગ તથા તલનો વઘાર કરી રતાળું ઉપર પાથરેલાં ખીરાં ઉપર છાંટવો.હાંડવાની માફક નીચે ધીમો અને ઉપર સાધારણ વધારે તાપ મૂકી ચડવા દેવું.
ચડી જવા આવે તે પહેલાં એટલે કે છેલ્લી ૧૦ મિનિટ રહે એટલે તેના ઉપર ટામેટાંના પીતાં ગોઠવવા. બટાટા-રતાળુના રોટલાને ઓવનમાં બેક કરી શકાય.૪૨૫ં ફે. ઓવનમાં ૨૦થી ૨૫ મિનિટ ઢાંકીને બેક કરવું.
છેલ્લી ૧૦ મિનિટ પહેલાં ટામેટાંના પૈતા ગોઠવી રોટલો બેક કરવો.પીરસતી વખતે ચોરસ ટુકડો કાપી, સાચવીને ઉપાડી પ્લેટમાં ગોઠવવા. ઉપર કોથમીર, કોપરું ભભરાવવા.

મોરૈયા - બટાટાની ખીચડી
સામગ્રી : મોરૈયો (સામો) ૨૫૦ ગ્રામ, બટાટા ૨૫૦ ગ્રામ, શેકેલી શીંગનો ભૂકો થોડો, ઘી ૫૦ ગ્રામ, મરચું બે ચમચી, ૧ લીંબુનો રસ, મીઠુ પ્રમાણસર
રીત : એક વાસણમાં પાણી લઈ એમાં બાટાટા નાખવા અને પછી એને ગેસ ઉપર બાફવા. બફાઈ જાય એટલે એને નીચે ઉતારી બટાટાની છાલ ઉતાલી લેવી. પછી બટાટાને બારીક સમારી લેવા. ત્યારબાદ એક વાસણ લઈને એમાં થોડું ઘી નાખીને ગેસ ઉપર ચડાવવું. પછી તેમાં મોરૈયો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવો. એમાં થોડુંક પાણી છાંટવું. પછી મોરૈયો સીઝવવો. એમાં શીંગનો ભૂકો, બાફેલા બટાટાના ટુકડા અને બધો મસાલો નાખીને બરાબર હલાવીને એક રસ બનાવવું.

રતાળુ કચોરી
સામગ્રી : ૫૦૦ ગ્રામ છોલેલા રતાળુના મોટા કટકા કરો, થોડું ઘી લઈને ધીમા તાપે રતાળું ને ચડવા દો. ચડી ગયા પછી છૂંદો કરો. તેમાં આદુ-મરચાં, કોપરાનું ખમણ, ખાંડ, દળેલો સિંધવ, લાલ દ્રાક્ષ, લીંબુ અને તલ ઉમેરી બધું ચોળી નાંખવું.
રાજગરાના લોટની કણક બનાવી તેની નાની પુરી વણી કચોરીની પદ્ધતિએ આ કચોરી પણ બનાવો.

બટાટાની ફરાળી કટલેસ
સામગ્રી : બટાટા ૫૦૦ ગ્રામ, કોપરાનું ખમણ ૧૦૦ ગ્રામ, ખાંડ પ્રમાણસર, લીલા મરચાં બે , શીંગદાણાનો કરકરો ભૂકો ૨૦૦ ગ્રામ, આદુ એક કટકી, શિંગાડોના લોટ પ્રમાણસર, કોથમીર ૧ ઝુડી, સિંધવમીઠું પ્રમાણસર, લીંબુના ફુલ પ્રમાણસર
લીલી ચટણી માટેની સામગ્રી : લીલા મરચાં ૫-૬, આદુ અને એક કટકી, ખાંડ બે ચમચી, સીંગદાણાનો ભૂકો થોડો, મીઠું પ્રમાણસર, ૧ લીંબુનો રસ, જીરું અડધી ચમચી.
રીત : ચટણી માટે બધી સામગ્રી મીક્સરમાં પીસી નાંખવી.
એક વાસણમાં પાણી લઈ તેમાં બટાટા બાફવા. બફાઈ જાય એટલે એને નીચે ઉતારીને છાલ ઉતારીને પછી તેનો છૂંદો કરવો, પછી તેમાં સિંધવ મીઠું, વાટેલા આદુ-મરચાં, કોપરાનુ ખમણ, બે ચમચી શીંગદાણાનો ભૂકો, ખાંડ, લીંબુના ફુલ અને બારીક સમારેલી કોથમીર નાખીને માવાનો બરાબર મિક્સ કરવો પછી માવાના લૂવા બનાવવા અને તેને બદામ અને જેવો આકાર આપવો.
શીંગોડાનો લોટ લઈ એમાં સિંધવ મીઠું નાખી તેનું પાણી વડે પાતળું ખીરૃં બનાવવું. ખીરમાં કટલેસ બોળી શીંગદાણા ભૂકામાં રગદોળી તેલમાં તળી નાખવી. લીલી ચટણી સાથે પીરસવા.
નોંધ : બટાટાની કટલેસ આ રીતે જ બનાવી શકાય. જેમાં બટાટા સાથે સૂરણનો માવો લેવો.
સામગ્રી લઈને તેને બારીક સમારવી. તેને મિક્સરમાં પીસી લેવી.
ભાખરા માટેના બટાટા, બાફી છાલ ઉતારી છૂંદો કરવો તેમાં ખાંડ,લીંબુનો રસ, તલ, મીઠુ વાટેલા મરચાં, નારિયેળનું ખમણ અને બારીક સમારેલી કોથમીર નાખીને બરાબર હલાવવું અને ભાખર તૈયાર કરવું.
સામગ્રીના બટાટાને છોલીને તેને નાના ગોળ પૈતા કરવાં પછી એક પૈતું લઈને તેની ઉપર ચટણી લગાડવી,. અને તેની ઉપર ભાખર પાથરવું. અને છેલ્લે બટાટાનું બીજું પૈતું મૂકીને સેન્ડવીચ તૈયાર કરવી. આમ બધી સેન્ડવીચ તૈયાર કરવી. એક થાળીમાં બધી સેન્ડવીચ ગોઠવી દેવી. એક મોટા તપેલામાં પાણી લઈ ગેસ ઉપર ગરમ મૂકવું. પાણી ઉકળે એટલે તેમાં થાળી મૂકી તપેલું ઢાંકી દેવું. અને સેન્ડવીચને વરાળે બાફવી. સેન્ડવીચ બફાઈ જાય એટલે બહાર કાઢીને તેની ખસખસ છાંટી દેવી. પછી એક કડાઈમાં ગરમ કરીને તેમાં જીરું અને તલનો વઘાર કરીને દરેક સેન્ડવીચ પર રેડી દેવો. અને ચટણી સાથે પીરસવી.

  • હિમાની