Sahiyar

ગુણકારી ટીંડોળા

By GS Team
7 Sep 20262 mins read
ગુણકારી ટીંડોળા

લીલાલછમ ટીંટોળા નું શાક, સંભારો અને તાજુ અથાણુ બનાવીને ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે ટીંડોળાનું વધુ પડતું સેવન કરવાથી આંખની દ્રષ્ટિ ઓછી અને બુદ્ધિ ઓછી થઈ જતી હોય છે, પરંતુ નિષ્ણાંતો આ વાતને સ્વીકારતા નથી.
ટીંડોળામાં ભરપુર પ્રમાણમાં ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, એન્ટીઓક્સીડન્ટ્સ, મિનરલ્સ પોટેશિયમ, કેલશિયમ, આર્યર્ન સમાયેલા હોય છે. સ્વાસ્થ્ય માટે લાભદાયી નીવડે છે. તેમજ બીમારીઓથી શરીરને સુરક્ષિત રાખે છે.
પાચન તંત્ર
ટીંડોળામાં ફાઈબર ભરપુર માત્રામાં સમાયેલું હોવાથી પાચનક્રિયા સુધરે છે. કબજિયાતથી રાહત થાય છે. તેનાથી ભૂખ વધુ ન લાગતી હોવાથી વજન ઘટાડવામાં સહાયક છે.
આંખની રોશની માટે ગુણકારી
ટીંડોળામાં વિટામિન એ સમાયેલું હોવાથી તે આંખની રોશની વધારે છે.
ડાયાબિટીસ
ટીંડોળામાં ગ્લાઈમેક્સ લેવલનું પ્રમાણ ઓછું હોવાથી બ્લ્ડ સુગર કન્ટ્રોલ નિયંત્રિત રહે છે. ડાયાબિટીસના દરદીઓ માટે ટીંડોળાનું સેવન લાભદાયી નીવડે છે.
માનસિક તાણ
ટીંડોળામાં એન્ટી-ઓક્સીડન્ટ્સ ગુણ સમાયેલા હોવાથી માનસિક તાણમાં રાહત આપે છે. ઉપરાંત તેમાં વિટામિન એ અને સી સમાયેલા હોવાથી ડિપ્રેશનથી છુટકારો મળે છે.
ઇમ્યૂન સિસ્ટમ મજબુત કરે
ટીંડોળામાં વિટામિન એ, સી. પોટેશિયમ સમાયેલ હોવાથી તેના સેવનથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે. જેથી હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચાવે છે.
વજન ઘટાડવામાં સહાયક
ટીંડોળામાં કેલરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોવાથી તેનું સેવન વજન ઘટાડવામાં સહાયકસ છે.
કેન્સર
ટીંડોળામાં એન્ટી કેન્સર ગુણ સમાયેલા હોવાથી તેના સેવનથી કેન્સર જેવી ગંભીર બીમારીથી રક્ષણ મળે છે.
સોજામાં રાહત
ટીંડોળામાં સોજા ઓછા કરવાના ગુણ સમાયેલા હોય છે તેથી તેના સેવનથી સોજા ઘટાડવામાં સહાયક નીવડે છે.
જખમ રૂઝાવવામાં સહાયક
ત્વચાની સમસ્યાઓ જેવી કે ખંજવાળ એક્ઝીમા વગેરેમાં ઘા થઈ જતા હોય છે તેવા જખમ માટે ટીંડોળાનું સેવન ફાયદાકારક પુરવાર થયું છે.
એનીમિક
ટીંડોળામાં આયર્ન સમાયેલું હોવાથી એનિમિકથી પીડાતી વ્યક્તિઓ માટે ટીંડોળાનું સેવન લાભદાયી નીવડે છે. શરીરમાં આયર્નની ઉણપ હોવાથી નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થતી હોય છે. તેમાં સમાયેલ આયર્ન શરીરમાં હેમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરતું હોવાથી એનિમિકની બીમારીમાં ફાયદાકારક છે.

  • મીનાક્ષી તિવારી