Sahiyar

સૌંદર્ય સમસ્યા

By GS Team
21 Sep 20262 mins read
સૌંદર્ય સમસ્યા
  • મારો વાન ગોરો છે તેમજ પગ સુડોળ છે. પરંતુ પંજા સુંદર નથી દેખાતા. પગને સુંદર કરવાના ઉપાય જણાવશો.

હું ૨૧ વરસની કોલેજિયન યુવતી છું. મારા ચહેરા પર બ્લેકહેડ્સ થઇ ગયા છે. મારી સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી (વડોદરા)

  • કિશોરાવસ્થામાં થતી સામાન્ય તકલીફોમાંંની આ એક છે. આવી ત્વચા માટે એન્ટી બેકટેરિયલ ફેસ વોશનો ઉપયોગ કરવો જરૂરી છે. પેટ સાફ રાખવું જોઇએ.રોજિંદા આહારમાં તાજા ફળ તથા સલાડનું પ્રમાણ વધારો. એ શરીરના ઝેરી તત્વોને દૂર કરવામાં ઉપયોગી છે. રાતના સૂતા પહેલા લીંબુ અને તુલસીનો રસ સપ્રમાણ માત્રામાં લઇ બ્લેક હેડ્સ પર લગાડવો. રાત રહેવા દેવું. નિયમિત કરવાથી ફાયદો થશે.
    હું ૩૩ વરસની ગૃહિણી છું. મારી આંખની આસપાસ કાળા કુંડાળા થાય છે અને મારી આ સમસ્યા વંશપરંપરાગત છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
    એક મહિલા (અમદાવાદ)
  • કાળા કુંડાળા ભલે વંશપરંપરાગત હોય પરંતુ તે વધુ પડતા ઘેરા ન થાય તે માટે તમારે કાળજી લેવી જોઇએ. અઠવાડિયામાં બે વખત હળવું સ્ક્રબ કરવું, ડીપ મોઇશ્ચરાઇઝરથી ત્વચાને પોષણ આપવું અને રાતના નરિશિંગ ક્રિમ લગાડીને સૂવું. ફાયદો થશે.રક્તમાં લાલકણની ઊણપ હોય તો પણ કાળા કુંડાળા થતા હોય છે તેથી તબીબીની સલાહ લઇ રક્તમાં તેનું પ્રમાણ તપાસી લેવું. બહાર નીકળતી વખતે આંખની આસપાસ નેચરલ સ્કિનટોન લાઇટર લગાડવું. અને તેના પર કોમ્પેક્ટ લગાડી સેટ કરવું જેથી ડાર્ક સર્કલ્સ આછા થશે.
    હું ૨૪ વરસની યુવતી છું. મારો વાન ગોરો છે તેમજ પગ સુડોળ છે. પરંતુ પંજા સુંદર નથી દેખાતા. પગને સુંદર કરવાના ઉપાય જણાવશો.
    એક યુવતી (મુંબઇ)
  • પગને પાણીનો શેક આપો. એક વખત હુંફાળા મીઠા-શેમ્પૂ ભેળવેલ પાણીમાં અને બીજી વખત સાદા પાણીમાં પગ ડૂબાડવા.લગભગ ૨૦-૨૫ મિનિટ કરવું.
    ત્યાર બાદ પગને ટુવાલથી કોરા કરી ક્યુટિકલ્સ હોય તો દૂર કરવા.
    રોજ સવારે પંજા પર ટેલકમ પાવડર છાંટવો જેથી પગ તાજગી અનુભવે.
    પગના નખ રંગેલા હોય તો પગ વધુ સુંદર દેખાય છે.
    હું ૩૮ વરસની ગૃહિણી છું. હું કદી બ્યુટિપાર્લરમાં ગઇ નથી.પરંતુ મને હવે લાગે છે કે મારો ચહેરો નિસ્તેજ પડતો જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
    એક મહિલા (ભુજ)
  • તમે મલાઇ, હળદર, મુલતાની માટી તેમજ ચંદનનો પાવડર ભેળવી પેસ્ટ બનાવી. ચહેરા પર લગાડવી. સુકાઇ જાય બાદ ચહેરા પરથી દૂર કરવી. ચણાના લોટમાં હળદર તેમજ મલાઇ ભેળવીને પણ લગાડી શકાય.
    ચહેરા પર નવસેકી વરાળનો સેક લેવો જેથી ચહેરા પર બાઝેલી ગંદકી દૂર થાય અને ત્યારબાદ ઊચ્ચગુણવક્તાયુક્ત ક્રિમ લગાડવું.
    ચહેરા પર બ્લેક કે વ્હાઇટ હેડ્સ હોય તો વરાળના સેક બાદ તરત જ તેને કાઢવા.
  • જયવિકા આશર