Sahiyar

સૌંદર્ય સમસ્યા

By GS Team
14 Sep 20263 mins read
સૌંદર્ય સમસ્યા
  • શું હેરડ્રાયરનો વધુ વપરાશ કરવાથી વાળને નુકસાન થાય છે. મારી આ મંૂંઝવણનો મારગ બતાવવાનો ઉપચાર જણાવશો.

હંુ ૨૧ વરસની યુવતી છું, હોઠને આકર્ષક અને સુંદર બનાવવાના ઉપચાર જણાવશો.

  • એક યુવતી (મુંબઈ)
    હોઠને કોમલ રાખવા એવી લિપસ્ટિકની પસંદગી કરવી જે ક્રિમયુક્ત અને મોઈશ્ચરાઈઝર યુક્ત હોય.
  • લાંબા સમય સુધી લિપસ્ટિક હોઠ પર લગાડી રાખવી નહીં.
  • લિપસ્ટિક ન લગાડતાં પૂર્વે હોઠ પર સનસ્ક્રીન લગાડવું.
  • જૂની લિપસ્ટિકનો વપરાશ કરવો નહીં. હાનિકર્તા નીવડે છે.
  • હોઠ પર વારંવાર જીભ ફેરવવાની આદત હોય તો કૂટેવ દૂર કરવી.
  • હોઠને દાંતથી ચાવવા નહીં.
  • લિપસ્ટિક લગાડવાની શરૂઆત પ્રથમ વખત કરતા હો તો હળવા શેડથી કરવી.
    હું ૧૯ વરસની યુવતી છું, મેં થોડા મહિનાઓ પૂર્વે વાળ પર્મ કરાવ્યા હતા. હવે મારા વાળ જે વધે છે તે ઉપરથી સીધા અને નીચેથી વાંકોડિયા થઈ ગયા છે. વાળને કર્લ રાખવા કયો ઉપચાર કરવો જોઈએ તે જણાવશો.
  • એક યુવતી (ગાંધીનગર)
    પર્મ કરતી વખતે વાળમાં ક્રિમ લગાડવામાં આવે છે તેનાથી વાળ છ મહિના વાંકોડિયા રહે છે. એના ઉપરાંત જે વાળ નવા ઊગે છે તે સીધા જ વધે છે. આવી સ્થિતિમાં વાળ કર્લી કરવા હાર્ટ રોલરનો ઉપયોગ કરવો. વાળને બે વરસમાં એક જ વખત પર્મ કરાવવા જોઈએ. વારંવાર વાળને પર્મ કરાવવાથી નુકસાન થાય છે. અને વાળ ખરવા લાગે છે.
    હું ૨૪ વરસની નોકરિયાત યુવતી છું, મારા હાથની નસ ઉપસી આવી છે જેને કારણે હાથ સુંદર લાગતા નથી. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.
  • એક યુવતી (ગુજરાત)
    તમે તમારા વિશે જણાવ્યું નથી. તમે પાતળા કૃષ કાયા ધરાવતા હોય તો દૂધમાં પ્રોટીન પાઉડર ભેળવી સવાર-સાંજ એક એક ચમચો પીવું. ઉપરાંત રોજિંદા આહારમાં એક ઈંડુ, ફણગાવેલા મગ, રાજમા, સોયાબિન, ઘઉંનું થૂલુંનું પ્રમાણ વધારવું. શરીરમાં માંસ ભરાતા નસ માંસપેશીઓથી છુપાઈ જાય છે.
    હું ૨૫ વરસની નોકરિયાત યુવતી છું, મને અઠવાડિયામાં ત્રણ વખત વાળ ધોવાની આદત છે. મને નોકરીએ જવાની ઉતાવળ થતી હોવાથી હેર ડ્રાયરનો ઉપયોગ કરું છું. મને એવું જાણવા મળ્યું છે કે હેરડ્રાયરનો વધુ વપરાશ કરવાથી વાળને નુકસાન થાય છે. મારી આ મંૂંઝવણનો મારગ બતાવવાનો ઉપચાર જણાવશો.
  • એક યુવતી (ભીવંડી)
    વાળને સુકવવાનો સૌથી સારો અને કુદરતી ઉપચાર છે તડકો. સવારે ૭ થી ૯ની વચ્ચેના કુમળા તડકામાં વાળ સુકવવા તેનાથી સૂર્યના પ્રકાશમાં રહેલા વિટામીન ડી વાળને પ્રાપ્ત થાય છે. હેર ડ્રાયરનો વધુ પડતો ઉપયોગ વાળના મૂળને નુકસાન કરે છે.
    હું ૨૨ વરસની યુવતી છું, મારા ચહેરા પર અચાનક તલ ફૂટી નીકળ્યા છે. આ તલને મેકઅપ દ્વારા છુપાવવાની રીત જણાવશો.
  • એક યુવતી (રાજકોટ)
    ચહેરા પરના તલને મેકઅપથી સરળતાથી છુપાવી શકાય છે. પણ તે માટે થોડો હેવી એટલે કે ભારી મેકઅપ કરવો. તલ ઉપર કન્સિલર લગાડવું. ત્યાર બાદ ચહેરા પર લિક્વિડ ફાઉન્ડેશન લગાડી પાંચ મિનિટ ચહેરાને સુકવવા દેવું. ત્યાર બાદ ચહેરા પર ફરી એક વખત ફાઉન્ડેશન લગાડવું. અને પછી કોમ્પેક્ટ લગાડવું. તલને કાઢવા કોઈ દવા કે રસાયણનો ઉપયોગ કરશો નહીં. તબીબની સલાહ લેશો. આ રીતે મેકઅપથી તલ છુપાવી શકાશે.
  • જયવિકા આશર