સ્વાસ્થ્ય અને સુંદરતા માટે લાભદાયી કેળા

કેળામાં રહેલા ગુણોને કારણે તેને સુપર ફૂડની કેટેગરીમાં માનવામાં આવે છે. તેમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થય તેમજ સુંદરતા માટે ફાયદાકારક છે. તેના સેવનથી ત્વચા તેમજ વાળ પણ સ્વસ્થ રહે છે. કેળામાં પ્રચૂર માત્રામાં ફાઇબર અને પોટેશિયમ સમાયેલા હોય છે. જે વાળ અને ત્વચા માટે આવશ્યક છે. ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડન્ટ તત્વ, બાયોટિન, મિનરલ્સ, જિંક, આર્યન, વિટામિન એ, બી, સી, અને ઇનો પણ ભંડાર છે. તેમાં સમાયેલ ગ્લુકોઝ શરીરને ઊર્જાવાન રાખે છે. કેળાના સેવનતી આંતરડામાં ઇન્ફેકશન ્ને મુખમાંના છાલાથી રાહત થાય છે.
તાણમાંથી છૂટકારો
કેલામાં ટ્રાઇપોરન નામનું તત્વ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે શરીરમાં સેરોટોનિનની માત્રાને વધારે છે જેથી કેળાના સેવનથી મૂડ સારો થાય છે. ખાસ કરીને સ્ટ્રેસ દરમિયાન કેળા ઉત્તમ આહાર માનવામાં આવે છે. તેના સેવનથી તાણથી છુટકારો થાય છે.
બ્લડપ્રેશરને નિયંત્રિત રાખે
કેળામાં સમાયેલ પોટેશિયમ રક્ત સંચારને વ્યવસ્થિત કરે છે અને સોડિયમને નિયંત્રિત રાખતું હોવાથી બ્લડ પ્રેશર કાબુમાં રહે છે.
યાદશક્તિ વધારે
કેળામાં સમાયેલ વિટામિન બી નર્વસ સિસ્ટમને કન્ટ્રોલમાં રાખતું હોવાથી યાદશક્તિ વધે છે. તેથી જ યાદશક્તિ વધારવા કેળાનું સેવન કરવું જરૂરી છે.
શક્તિ વધારે
કેળામાં કુદરતી રીતેજ સુગર સમાયેલી હોય છે. તેથી જ વધુ પડતો શારીરિક શ્રમ અથવા તો કસરત કર્યા પછી કેળા ખાવાથી સુગરનું પ્રમાણ સામાન્ય રહેતું હોવાથી શરીરને ઊર્જા મળે છે ્ને થાક દૂર થતાં શક્તિ અને તાજગી મળે છે.
હાડકાને મજબૂત કરે
કેળામાં સમાયેલ પ્રોબાયોટિક બેકટેરિયા શરીરમાં કેલશિયમને શોષવામાં મદદ કરે છે. તેમજ તેમાં રહેલ પોટેશિયમ હાડકાને મજબૂત કરવામાં સહાયક છે.
પાચનક્રિયા સુધારે
કેળામાં સમાયેલા પ્રોબાયોટિક ઇન્ઝાઇમ્સ પોષક તત્વોને પાચન કરવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી પાચનતંત્ર ઉત્તમ કાર્ય કરે છે. કાચા કેળાનું સેવન ડાયેરિયામાં ગુણકારી નીવડે છે. ઉપરાંત કેળાાં સમાયેલ પેસટિન નામનું તત્વ કબજિયાતથી છુટકારો આપે છે.
રોગપ્રતિરોધક ક્ષમતા
કેળામાં કૈરિટોનોયડ નામનું એટી ઓક્સીડન્ટસ સારી માત્રામાં સમાયેલું હોય છે. જે શરીરની રોગપ્રતિરોદક ક્ષમતા વધારીને ઇન્ફેકશનથી બચાવે છે.
હૃદય રોગ
કેળા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. શરીરમાં પોટેશિયમની માત્રા ઓછી થવાથી બ્લેડપ્રેશર વધવાની શક્યતા રહે છે જે સ્ટ્રોકનું કારણ બને છે. તેથી જ દિવસમાં એક કેળું ખાવાથી હૃદય સ્વસ્થ રહેવાની સાથેસાતે હાઇ બ્લડપ્રેશરથી પણ રાહત આપે છે.
એનિમિયા
કેળામાં પ્રચૂર માત્રામાં આયર્ન સમાયેલું હોવાથી નિયમિત રીતે કેળાનું સેવન કરવાથીફાયયદો થાય છે. કેળા શરીરમાંના રક્તકણને વધારવામાં સહાયક છે. તેના સેવનથી કમજોરી અને થાક દૂર થાય છે.
સૌંદર્યવર્ધક કુદરતી મોઇશ્ચરાઇઝર
પોટેશિયમથી ભરપુર આ ફળ ત્વચા માટે એક ઉત્તમ મોઇશ્ચરાઇઝરની માફક કામ કરે છે. અડધા કેળાને છુંદી ચહેરા પર માસ્કની માફક લગાડવું.૧૦ મિનીટ પછી ધોઇ નાખવાથી ત્વચા ચમકીલી થાય છે.
ખીલથી છુટકારો
કેળામાં સમાયેલ એન્ટીઓક્સિડન્ટ ત્વચાને ગ્લોઇંગ બનાવાની સાથેસાતે ખીલથી પણ છુટકારો આપે ચે. કેળાની છાલ પરના સફેદ ભાગને પ્રભાવિત જગ્યા પર લગાડીને રગડવું.કેળામાં સમાયેલ વિટામિન્સ અને મિનરલ્સઇન્ફલામેશનને ઓછું કરીને ખીલને ઠીક કરે છે.
પફી આઇઝ
સવારે ઊઠીએ ત્યારે આંખો પર સોજા આવતા જોવા મળે છે જેને પફી આઇઝ કહેવાય છે. આ તકલીફથી રાહત પામવા માટે કેળાને છુંદીને ૧૦-૧૫ મિનીટ માટેઆંખના પોપચા પર મુકી રાખીને ધોઇન ાખવું. આ માટે કેળાની છાલનો પણ ઉપયોગ કરી શકાય.
બોડી સ્ક્રબર
સંવેદનશીલ ત્વચા માટે કેળા અને બ્રાઉન સુગરનું સ્ક્રબર ફાયદાકારક નીવડે છે. એક કેળાને છુંદી તેમાં બે ચમચા બ્રાઉન સુગર ભેળવીને લગાડવાથી મૃત ત્વચા દૂર તાય છે.
રૂક્ષ વાળ
રૂક્ષવાળને સામાન્ય કરવા માટે બે કેળાન છુંદી તેમાં એક ચમચો મધ ભેળવી વાળમાં લગાડી ૧૫ મિનીટ પછી ધોઇ નાખવું. આ હેર માસ્કથી વાળને પોષણ મળવાની સાથેસાથે મુલાયમ થાય છે.
- જયવિકા આશર









