For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વૈભવી જીવનશૈલી ઘરમાં વધારે છે પ્રદૂષિત તત્ત્વો

Updated: Apr 22nd, 2024

વૈભવી જીવનશૈલી ઘરમાં વધારે છે પ્રદૂષિત તત્ત્વો

- શહેરીજનો પરાગ અને ફંગસને કારણે પીડાય છે અસ્થમાથી

મુંબઇ તેમજ અમદાવાદમાં  અસ્થમા અને એલર્જીની તકલીફ વધારતાં તત્ત્વોને   ડૉકટરોએ શોધી કાઢયા છે જેમ કે પરાગને કારણે શ્વાસ સંબંધિત બીમારી થાય છ ે તે ઉપરાંત  સામાન્યપણે ગરમ વાતાવરણમાં ન જોવા મળતાં ફંગી,મોલ્ડસ અને ડસ્ટમાઇટ  શહેરીજનોના ઘરમાં હોય છે. 

હૉસ્પિટલના ચેસ્ટ મેડિસિન વિભાગ અને એન્વાર્યનમેન્ટલ પોલ્યુશન રિસર્ચ સેન્ટરે સાથે  મળીને એક અભ્યાસ હાથ ધર્યો હતો. પર્યાવરણીય પરિબળોની અસ્થમા પર થતી અસર વિશે ડૉકટરોએ હાથ ધરેલા અભ્યાસમાં  ૪૬૮ ઘરો માં રહેતા ૫૪૦ નાગરિકોને આવરી લીધા હતા. અભ્યાસના આરંભમાં કાર્યકરો  દ્વારા માહિતી મેળવવામાં આવી હતી અને બાદમાં આ ઘરોમાં રહેતા લોકોના ફેફસાંની સ્થિતિને તપાસવા માટ જરૂરી ે સાધનો સાથે તેમના ઘરે પહોંચી ગયા હતા. તેમણે આ ઘરોની બારીમાં સ્લાઇડસ ટીંગાડીને પરાગ અને ફંગલ સ્પોર્સ એકઠાં કર્યા હતા. 

અભ્યાસના પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું કે અસ્થમાથી પીડાતા દરદીઓમાંથી ૩.૫ ટકા પર્યાવરણીય  તત્ત્વોથી અસરગ્રસ્ત હતા. ચેસ્ટ મેટિસિન વિભાગના વડા ડૉક્ટરે કહ્યું હતું કે પહેલી વખત અમે પુરાવા સાથે કહીશકીએ છીએ કે મુંબઇ તેમ જ અમદાવાદની હવામાં પરાગ હોવાથી અમુક નાગરિકો અસ્થમાથી પીડાય છે. ભારતના ઉષ્ણ કટિબંધ વાતાવરણમાં ફંગસ ન હોય એમ આપણે માનીએ છીએ .જો કે આ અભ્યાસમાં જાણવા મળ્યું કે પાશ્ચાત્ય દેશોની જેમ જ મુંબઇમાં પણ ફંગસ હોય છે. 

ઘરની દીવાલો પર ભેજને કારણે કાળા રંગનું કપાસ જેવું ઉગી નીકળે છે  જે ફંગીની નિશાની છેએમ  ડૉકટરો ચેતવે છે. ઘરની છત કે દીવાલમાં થતાં પાણીના ગળતરને કારણે ફંગસ(ફૂગ) થાય છે. જો કે ફંગીને બદલે ડસ્ટમાઇટને લીધે અસ્થમાનો હુમલો આવવાની શકયતા વધુ રહે છે. 

રાતના સમયે એરકન્ડિશનર ચાલુ રાખતા ઘરોમાં દિવસ દરમિયાન તાજી હવા ન આવે તો પણ ફંગી થાય છે. ડૉ.આઠવલે જણાવે છે કે લોકો રાતભર એસી ચાલુ રાખે છે અને સવારના બારી ઉઘાડયા વગર જ જતાં રહે છે. આ કારણે ઘરનું વાતાવરણ ભેજવાળું રહે છે અને ફંગસની વૃધ્ધિ થાય છે. 

જો કે શહેરની હવામાં રહેલા પરાગકણો અને ફંગસમાં ઘટાડો કરવાના કોઇ ઉપાયો નથી આથી લોકોએ પોતાના ફેફસાંને મજબૂત રાખવા જોઇએ .જો વ્યક્તિના ફેફસાં નબળાં હશે તો ફંગી અને પરાગની અસર થશે. ગામડાંમાં અસ્થમાની તકલીફ ધરાવનાર ભાગ્યેજ જોવા મળશે. જયારે શહેરોમાં જીવનશૈલી બદલાઇ રહી છે અને ઘરની અંદર રહેલા પ્રદૂષિત તત્ત્વોથી બીમાર થવાય છે, એવું તારણ ડૉકટરોએ રજૂ કર્યું હતું. અસ્થમાનો ભોગ ન બનાય તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. 

*એરકંડિશનર બંધ થયા પછી બારી ખોલી ઘરમાં ખુલ્લી હવા આવવા દો.

*ઘરમાથી કાર્પેટ દૂર કરો.

*ઘરમાં પાલતુ પ્રાણી ન રાખવા.

*ઘરમાં નાના છોડ રાખવાથી પણ જીવજંતુ અને રજકણો આકર્ષાય છે એટલે તે ન રાખવા. 

*બારી પર નેટ લગાડવી.

*નિયમિત રીતે પેસ્ટ કંટ્રોલ કરાવવું.

*ઘરમાં પાણનું ગળતર થતું હોય તો સમારકામ કરાવી લેવું.

*નાના બાળકો માટેના સોફટ ટોય ન રાખવા .

*રૂને બદલે ફોમના ગાદલા અને તકિયા રાખવા.

- નયના

અસ્થમાના લક્ષણો

*અસ્થમાને કારણે રાતના અને વહેલી સવારના ઉધરસ વધુ આવે છે. 

*શ્વાસ લેતી વખતે છાતીમાંથી કફનો અવાજ આવે .

*છાતીમાં ભરાવો લાગે.

અસ્થમાને નોતરતાં તત્ત્વો

*રજકણ,પ્રાણીઓની રુંવાટી, વાંદા,મોલ્ટસ ,વૃક્ષ,પરાગ ધાસ અને ફૂલોની પરાગ.

*સિગારેટનો ધુમાડો, વાયુ પ્રદૂષણ ,રસાયણો ,કામના સ્થળે ઉડતી રજ ,હેર સ્પ્રે જેવા તત્વોમાં રહેલા દ્રવ્યો .

*એસ્પિરિન કે અન્ય નૉન- સ્ટિરોઇડલ અને એન્ટિ -ઇન્ફલેમેટરી દવા અને નૉન સિલ્કટીવ બિટા બ્લોકર્સ.

*ફૂડ અને ટ્રિન્કમાં રહેલું સલ્ફાઇટ.

*શરદી જેવું વાઇરલ ઇન્ફેકશન .

*શ્વાસ ચડવો જેવા લક્ષણો.     

Gujarat