Gujarat

બાયડના ડેમાઈમાં કોરોનાનો પ્રથમ કેસ બ્રાહ્મણફળી વિસ્તાર બફરઝોન જાહેર

By GS Team
22 Jun 20201 min read
This article was originally published on 22 Jun 2020
બાયડના ડેમાઈમાં કોરોનાનો પ્રથમ કેસ બ્રાહ્મણફળી વિસ્તાર બફરઝોન જાહેર

બાયડ, તા. 21 જૂન, 2020, રવિવાર

અરવલ્લી જિલ્લામાં કોવિડ-૧૯ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બાયડ તાલુકાના ડેમાઈ ગામના બ્રાહ્મણ ફળીમાં નડિયાદ ખાતે સસ્તા અનાજની સપ્લાયનો ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ૪૨ વર્ષના યુવાન મિતેશ પંડયાને કોરોના પોઝિટિવ આવતા વાત્રક કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.

ડેમાઇ ગામના બ્રાહ્મણ ફળીનો યુવાન નડિયાદ સસ્તા અનાજની દુકાન ટ્રાન્સપોર્ટ દ્વારા સપ્લાય કરતો હોય દરરોજ નડિયાદ ખાતે અપડાઉન કરતો હતો જેના કારણે તેને સંક્રમણ લાગ્યું હોય તેવું જોવા મળ્યું છે. આ યુવાનને ૧૫-૬-૨૦૨૦ના રોજ વાત્રક હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જેનું પરિણામ ૨૧-૬-૨૦ના રોજ પોઝિટિવ આવતા તે વિસ્તારને કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારની એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટને પર થર્મલ સ્ક્રીનીંગ તેના મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્યક સેવાઓ અને સરકારી વ્યવસ્થાપનની સિવાયની પરવાનગી વગરની વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લગાવવામાં આવ્યું છે.

તાલુકાના આરોગ્ય અધિકારી તેમજ સ્થાનિક મેડિકલ ઓફિસર સહિતની આરોગ્યની ટીમે આ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તેમજ યુવાનના સ્વજનોને કોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. વિસ્તારને બફરજાહેર કરવામાં આવ્યો છે.