Gujarat

બાયડ તાલુકાના સરસોલી તળાવમાંથી યુવતીની આખરે લાશ મળી આવી

By GS Team
22 Jan 20221 min read
This article was originally published on 22 Jan 2022
બાયડ તાલુકાના સરસોલી તળાવમાંથી યુવતીની આખરે લાશ મળી આવી

બાયડ,તા. 21

બાયડ તાલુકાના સરસોલી ગામના તળાવમાંથી વાલ્મીકી સમાજની યુવતીની લાશ મળી આવતા પથંકમાં ચકચાર મચી જવા પામી હતી.

બાયડના સરસોલીમાં ૨૩ વર્ષીય યુવતી બુધવાર સાંજથી ગુમ થઈ હતી. ગુરૃવારે ગામના તળાવમાં દુપટ્ટો અને ચપ્પલ મળી આવતા અનેક પ્રકારની આંશકાઓ જન્મી હતી. બે દિવસ અગાઉ સાંજે ૫ વાગ્યા તે ઘરેથી નીકળી હતી. પરંતુ મોડે સુધી પરત ન ફરતાં પરિવારે પોલીસ ને જાણ કરી હતી. આથી પોલીસે શોધખોળ આદરી હતી. પરંતુ ગુરૃવારે બપોરના સુમારે સરસોલીના ગામ તળાવમાં દુપટ્ટો અને ચંપ્પલ મળી આવતાં લોકોનાં ત્યાં ટોળા એકઠા થયા હતા. બાયડ પોલીસ પણ ત્યાં પહોંચી હતી. ત્યારે ૧૨ કલાકમાં શુક્રવારના સુમારે યુવતીની લાશ મળી હતી.

અમરતભાઈ ગાંડાભાઈ વાલ્મીકી ફરીયાદ અનુસાર મરણ જનાર ગાયત્રીબેન ઉર્ફે પુજાબેન પોતાના ઘરેથી નિકળી સરસોલી ગામમાં જવા નિકળી હતી. ત્યારે તે યુવતી ઘરે ન આવતા ઘરના પરિવારો શોધખોળ તપાસ અર્થે ગયા હતા.

ત્યારે આ ગાયત્રી સરસોલી ના તળીવમાંથી બપોરના સુમારે લાશ મળી આવી હતી. લાશને જોવા માટે આજુબાજુના રહીશો મોટી સંખ્યા જોવા માટે ઉમટયા હતા. લાશને પોસ્ટમર્ટમ માટે મોકલવામાં આવી હતી.