Gujarat

બેકાબુ ટ્રેકટરે રિક્ષાને અડફેટે લેતા એક વ્યકિતનું મોત

By GS Team
22 Jan 20221 min read
This article was originally published on 22 Jan 2022
બેકાબુ ટ્રેકટરે રિક્ષાને અડફેટે લેતા એક વ્યકિતનું મોત

વિજયનગર, તા. 21

વિજયનગર તાલુકામાં ચિઠોડા નજીક બોગાપાડા રોડ ઉપર ટ્રેક્ટરની ટકકરે રિક્ષાનો કચ્ચરઘાણ વળી જતાં રિક્ષા ચાલકનું મોત થતા ટ્રેકટર મૂકી નાસી છૂટયો હતો. ટ્રેકટરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ચિઠોડા પોલીસે તપાસ હાથ ધરી છે.

તાલુકાના ચિઠોડા નજીક બોગાપાડાના ફરિયાદી  રહીશ પંકજકુમાર સાજાજી ખરાડીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં ચિઠોડા નજીક બોગાપાડા રોડ ઉપર આજે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેકટર ચાલકે પોતાના કબજાનું ટ્રેક્ટર પુરઝડપે અને બેફિકરાઇથી હંકારી લાવી આગળ જતી રિક્ષાને અડફેટે લેતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.રિક્ષામાં કોઈ પ્રવાસીઓ ન હતા તેથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી પણ રિક્ષાના ચાલક નાનજી વાલજી ખરાડી (ઉ.વ.૫૫'રહે.બોગાપાડા)ના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક ચિઠોડા સરકારી દવાખાને ખસેડાતા ફરજ ઉપરના તબીબે એને મૃત્યુ પામેલા જાહેર કર્યો હતો.

અકસ્માત સર્જીને સ્થળ ઉપર ટ્રેકટર મૂકી નાસી છુટેલા ટ્રેકટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પો.સ.ઇ.એમ.એચ. પરાડીયાએ તેને ઝડપી.લેવા તજવીજ હાથ ધરી છે.