For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

LGBTQ બાળકના ઉછેરમાં માં બાપ તરીકે શું તકેદારી રાખવી જોઈએ?

તેમનો ઉછેર છે ચેલેન્જીંગ અને કઠિન

Updated: Jan 31st, 2023


Article Content Image
add caption



અમદાવાદ ,31 જાન્યુઆરી 2023, મંગળવાર


ભારત એક વિકાસશીલ દેશ છે,  હવે LGBTQને ઘણા બધા બીમારી રુપે જોતા નથી, ઉપરાંત ભારતભરમાં લોકો  ખુલ્લા મને તેનો સ્વીકાર કરી રહ્યા છે, ઘણી જગ્યાએ હવે આ કપલો જાહેરમાં જોડે રહે છે ઉપરાંત પણ તેમના લગ્નને પણ હવે માં બાપ સ્વીકારતા થયા છે અને તેમને સમાજમાં પણ પૂરી રીસ્પેક્ટ આપવામાં આવે છે. ભારતમાં જયારથી 377ની કલમ લાગુ પડી છે ત્યારથી આ વિષય પર ખુલીને વાત થવા લાગી છે તો લોકો પણ ખુલીને સામે આવતા થયા છે. પરંતુ હજુ પણ એવા કેટલાક પરિવારો છે કે બાળકો છે જે ખુલીને આ વાતનો સામનો  કે સ્વીકાર કરી શકતા નથી.


LGBTQ બાળકનો ઉછેર માબાપ માટે અત્યંત કઠીન અને ચેલેન્જીંગ:
LGBTQ બાળકનો ઉછેર માબાપ માટે અત્યંત કઠીન અને ચેલેન્જીંગ રહે છે , પહેલા તો તમારું બાળક LGBTQ(લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અથવા ક્વિઅર) છે એની જાણ થતા જ ઝાટકો લાગતો હોય છે પરંતુ આ હકીકતને  જાતે સ્વીકારીને બાળકને સામાન્ય રુપે સ્વીકારવું અનિવાર્ય છે કારણ કે પરિવાર જ એક એવી જગ્યા છે જ્યાં બાળક સુરક્ષિત રીતે પોતાની ભાવનાઓ કોઈપણ ખચકાટ વગર અભિવ્યક્ત કરી શકે છે એટલે આવા સંજોગોમાં માતા પિતાની ફરજ બમણી થઈ જતી હોય છે. શરુઆતમાં LGBTQ બાળક માટે પોતાના પ્રેફરન્સને સમજવું તે ખૂબ મોટી કસોટી રહે છે અને ત્યાર બાદ આ વાત  બધાની સમક્ષ આ વાત રજુ કરવામાં તેને સમય લાગી શકે છે, આ આખી પ્રક્રિયા તેના માટે પણ  અતિશય મુશ્કેલ હોય છે.  તો ચાલો જાણીએ  LGBTQ બાળકને  કઈ રીતે માનસિક રીતે મદદ કરી શકાય. 
સંપૂર્ણપણે સ્વીકારવું. સંશોધકો દ્વારા જાણવા મળ્યું છે કે જે LGBTQ યુવાને તેમના માતા પિતાનો પુરતો પ્રેમ અને સપોર્ટ મળ્યો હોય, તે ખુબ જ ખુશ અને સ્વસ્થ રહે છે. ભલે તમને LGBTQ વિશે બધી જ માહિતી ન હોઈ પણ તમારો પ્રેમ અને કાળજી તમારા બાળકને ખૂબ હિંમત અને આત્મવિશ્વાસ આપશે.                        

બાળકને પુરતો સમય આપવો:
હજુ પણ આપના દેશમાં ખુલીને આ વાતનો સ્કેવીઅક્ટર ન કરી શકતા હોવાથી ઘણા યુવાનોને આગળ શું ભણવું અથવા કયા પ્રકારની નોકરી તેમના કરવી તેના વિશે સતત મુંઝવણ રહેતી હોય છે તો આ તો તેમના લિંગ ઓળખાણની વાત છે, આને જાણતા અને સમજતા તમારા બાળકને વાર લાગી શકે છે. આ  જાણ્યા ઉપરાંત તેઓ તમારી સામે અથવા સમાજ સામે આ વાત રજુ કરવામાં ખચકાટ થઈ શકે છે, એટલે માતા પિતા તરીકે ધીરજ રાખવી જરૂરી છે તેમજ બાળકને સતત વિશ્વાસ આપતા રહેવો પડશે કે કોઇપણ પરીસ્થિતિમાં તેની જોડે જ છો, આમ કરવાથી બાળક જે પહેલેથી જ પોતાના મનમાં દ્વિધા અનુભવી રહ્યું હશે તેને એવા સમય પર  પ્રેમ ખૂબ મદદરૂપ રહેશે અને માબાપ અને બાળક વચ્ચેના સંબંધ પણ મજબૂત થશે.

ખુલીને બોલવા માટે પ્રોત્સાહિત કરો: 
આવી આઘાતજનક વાત માતા પિતા સામે રજુ કરવા માટે તમારા બાળકને સમય લાગી શકે છે એટલે એકદમથી સીધા સવાલો કરીને બાળકને વધારે મુંઝવણમાં પાડવું નહિં, સૌથી શ્રેષ્ઠ કામ તમે એ કરી શકો છો કે તમે તે  બાળકના ફ્રેન્ડ બની જાવ, તેમની જોડે હોમોસેક્સ્યુઆલિટી કે બાયસેક્સ્યુઆલિટી ઉપર જોડે પિક્ચર જુવો કે પછી  સોશ્યલ મીડિયા પર આવતા આર્ટીકલ અથવા તો સ્પીચ જોડે જોવો, જેથી તમારા બાળકને તમારા પર વિશ્વાસ  આવે અને તે ખુલીને વાત કરી શકે. 

તેમને સમાજ માટે તૈયાર કરો: 
તમારા બાળકને સમાજનો રીયાલીટી ચેક આપવો અનિવાર્ય છે, તેમને પહેલે થી જ સમજાવો કે સમાજમાં LGBTQ કમ્યુનીટી પ્રત્યે કેટલીક ખોટી માન્યતાઓ છે તેમજ સમજાવો કે તેઓ ને ચુપ રહેવાની કોઇપણ જરૂર નથી, તેમનામાં કોઇપણ પ્રકારની ખોટ નથી. તમારા બાળકને પહેલેથી જ આ બધી વાત પ્રેમપૂર્વક જાણ કરવાથી તેમનામાં સમાજની સામે પોતાનુ વ્યક્તિત્વ રજુ કરવાની તાકાત ઉભી થશે.

બાળકને તેમના કઠિન સમયમાં સમજવું
એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે LGBTQ કમ્યુનીટીના યુવાનોને વધારે બુલી , રેગીંગ અથવા તો ધમકાવવામાં આવે છે, કોઈપણ બાળક જોડે પણ શાળા અથવા કોલેજમાં આવી ઘટનાઓ થઈ છે અથવા તો થવાની શક્યતાઓ છે તો સૌપ્રથમ કાઉન્સીલરની મદદ લેવી, કારણ કે બુલી તમારા બાળકને આજીવન માટે ભયભીત કરી શકે છે અને જેની આડઅસર બાળકોમાં જોવા મળે છે જેમ કે આજીવન ચુપ થઇ જવું, ભણવામાં ધ્યાન ન લાગવું , મિત્રો બનાવવામાં મુશ્કેલી થવી કે પછી સતત ઇગ્નોરન્સનો શિકાર થવું વગેરે.

સોશ્યલ મીડિયાની મદદ
બાળકને સતત સપોર્ટ કરવું ખૂબ જ કઠીન કાર્ય હોય છે પણ ભાવનાઓમાં આવીને હાર માનવી નહિં કારણ કે જો તમારા માટે જ એટલું અઘરું થઇ શકતું હોય તો વિચારો બાળક કેવી માનસીક સ્થિતિમાં હશે, એટલે કાઉન્સીલર અથવા શાળા સંચાલક કે પછી સોશ્યલ મીડિયા પર આવેલ LGBTQ કમ્યુનીટી જોડે સંપર્ક કરવો, જેથી તેમના સંઘર્ષ જાણી શકો અને એનાથી તમને પ્રોત્સાહન મળશે તેમજ અનુભવી વ્યક્તિઓ જોડે વાત કરી તમને પણ ખ્યાલ આવશે કઈ રીતે તમે તમારા બાળકને મદદરૂપ થઇ શકશો.

Gujarat