For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Happy Promise Day 2021 : જાણો, આ ખાસ દિવસે એકબીજાને શું વચન આપશો?

Updated: Feb 11th, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી 2021, ગુરુવાર 

યુવાનોમાં વેલેન્ટાઈન વીક અથવા લવ વીકનો ઘણો ક્રેઝ જોવા મળે છે. 7 ફેબ્રુઆરી 2021એ રોઝ ડેની સાથે શરૂ થનાર પ્રેમ પર્વ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની સાથે ખત્મ થશે. ફેબ્રુઆરીના આ ખાસ અઠવાડિયામાં દરેક દિવસ ખૂબ જ ખાસ અને અલગ રીતે મનાવવામાં આવે છે. 

આજે, 11 ફેબ્રુઆરી 2021એ પ્રોમિસ ડે તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે લવ બર્ડસ અથવા જે પણ વ્યક્તિને તમે પ્રેમ કરો છો દોસ્ત કે કોઇ પણ પરિવારનું સભ્ય હોય તેને ખાસ વચન આપો છો. જાણો, પ્રૉમિસ ડે પર એકબીજાને શું વચન આપી શકાય છે. 

કેમ મનાવવામાં આવે છે પ્રોમિસ ડે?

સામાન્ય રીતે એકબીજાને પ્રેમ કરનારા લોકોને પોતાના લવને સેલિબ્રેટ કરવા માટે કોઇ ખાસ દિવસની જરૂરત નથી હોતી. પરંતુ તેમછતાં પણ વેલેન્ટાઇન વીકની ઉજવણી કરવામાં કોઇ કમી રહેતી નથી. સામાન્ય રીતે તમે તમારા પાર્ટનરની સાથે જીવવા-મરવા અને હંમેશા દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાનું વચન આપી ચુક્યા હશો પરંતુ 11 ફેબ્રુઆરી 2021એ પ્રૉમિસ ડેના ખાસ અવસરે ફરીથી આ જ વચન આપીને તેમને સ્પેશિયલ ફીલ કરાવી શકો છો. 

જો તમે પણ પોતાના પાર્ટનરને કોઇ વચન આપવા ઇચ્છો છો તો આ લિસ્ટ તમને કામમાં આવી શકે છે. 

સારા સ્વાસ્થ્યનું વચન

વર્ષ 2020માં ફેલાયેલા કોરોના વાયરસની મહામારીએ સ્વાસ્થ્યનું મહત્ત્વ સારી રીતે સમજાવી દીધું છે. આ પ્રોમિસ ડે પર તમે તમારા પાર્ટનર સાથે સારા સ્વાસ્થ્ય માટેનું વચન આપી શકો છો. આ વચનનો અર્થ છે કે હવેથી તમે બંને એકબીજાના ફિઝિકલ અને મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખશો. 

ઘણીવાર લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થઇ જાય છે પરંતુ પાર્ટનરની કેર કરવાની ખાસ રીત કોઇને પણ હેલ્ધી રાખી શકે છે. એકબીજાને વચન આપો કે તમે પોતાની સાથે જ એકબીજાની ફિટનેસ અને ઇમોશન્સનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખશો. 

સાથ આપવાનું વચન

જ્યારે તમે કોઇને પ્રેમ કરો છો તો સ્વાભાવિક છે કે તમે તેના સુખ-દુખની દરેક ક્ષણે તેનો સાથ પણ નિભાવતા હશો. આ પ્રૉમિસ ડે પર વચન મારફતે પરિસ્થિતિ કેવી પણ હોય, તમે બંને હંમેશા એકબીજાનો સાથ નિભાવશો, ભલે તે સમયે કોઇ અન્ય તેમની સાથે ન હોય. ક્યારેક ક્યારેક બસ એકબીજાનો હાથ થામી લેવાથી પણ કેટલીય મુશ્કેલીઓનું સમાધાન થઇ જાય છે. 

હરવા-ફરવાનું વચન

માનવામાં આવે છે કે તમે બંને એકબીજાની સાથે ઘણો સમય પસાર કરો છો પરંતુ ક્યારેક ક્યારેક એમ જ ફરવા નીકળી પડવું પણ ખૂબ જ જરૂરી હોય છે. તેનાથી તમે ઘર-ઑફિસના સ્ટ્રેસથી દૂર થઇ જશો અને એકબીજાની સાથે ક્વૉલિટી ટાઇમ પણ પસાર કરી શકશો. જો કોવિડ કાળમાં તમે બહાર જવાથી ગભરાઇ રહ્યા છો તો થોડા-થોડા દિવસની અંદર શહેરમાં જ ક્યાંક હરી-ફરી લો. થોડુક ચેન્જ મળવાથી રિલેશનશિપમાં પણ તાજગી આવી જાય છે. 

સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું વચન

ઘણીવાર કપલ્સ એકબીજાની સાથે હોવાછતાં પણ સાથે નથી હોતા. દિવસભરનો થાક અને એકબીજાથી દૂર રહ્યા બાદ બંને પોત-પોતાના ફોન, લેપટોપ અથવા સોશિયલ સાઇટ્સ પર વ્યસ્ત થઇ જાય છે. તેનાથી તમારા રિલેશનશિપમાં તિરાડ પડી શકે છે. દરરોજનો થોડોક સમય માત્ર એકબીજા માટે નક્કી કરો. તે સમયે માત્ર પોતાની વાત કરો અને પ્રેમથી રહો. 

પ્રેમ અને સન્માનનું વચન

દરેક કપલે હંમેશા આટલુ ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ પરેશાની એટલી મોટી નથી હોતી કે તે તમને બંનેને દૂર કરી દે. પોતાના દિલમાં એકબીજા માટે પ્રેમ અને સન્માનને ખત્મ ન થવા દેશો. જો ક્યારેક કોઇ વાત પર લડાઇ થઇ જાય તો તેને ઝડપથી ઉકેલવાનો પ્રયાસ કરો. ધ્યાન રાખો કે કોઇનું એક સોરી, થેન્ક યૂ અથવા પ્રેમનો ઇઝહાર રિલેશનશિપ માટે વરદાન સાબિત થઇ શકે છે. 

Gujarat