ફ્રેન્ડશિપ ડે પર દૂરના મિત્રને આપવા માટે પરફેક્ટ છે આ ગિફ્ટ, જાણો કઈ કઈ
ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે 31 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે
Updated: Jul 30th, 2023
![]() |
Image;Pixabay |
ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. પરંતુ ફ્રેન્ડશીપ ડેની ઉજવણીની શરૂઆત ઓગસ્ટની પહેલી તારીખથી જ થવા લાગે છે. ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે 31 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે પણ તમારા ખાસ મિત્રો સાથે ફ્રેન્ડશિપ ડે ઉજવવાનું પ્લાનિંગ કરી રહ્યા હશો. પરંતુ જો તમારો મિત્ર દૂર બીજા શહેરમાં છે, તો આ ગિફ્ટ આઈડિયા તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ફ્રેન્ડશીપ ડે પર તેને આ ભેટ આપીને તમે મિત્રતાના બંધનને વધુ મજબૂત કરી શકો છો.
સ્કિન કેર પ્રોડક્ટ્સ
જો તમારો મિત્ર પોતાની સંભાળ લેવાનું પસંદ કરે છે, તો તમે તેને સ્કિન કેર પ્રોડક્ટ્સ, મેકઅપ પ્રોડક્ટ્સ અથવા સેલ્ફ કેર વસ્તુઓ ગિફ્ટ કરી શકો છો અથવા જો તમે ઇચ્છો તો તમે સ્પા અથવા મસાજ માટે ગિફ્ટ વાઉચર પણ આપી શકો છો. મિત્રોને આવી વસ્તુઓ ચોક્કસ ગમશે.
શાનદાર ફૂડ્સ, ડ્રીંક્સ, નાસ્તો ભેટ આપી શકો છો
જો કોઈ મિત્રને ખાવા-પીવાનું પસંદ હોય અને તમે ફ્રેન્ડશીપ ડે પર સાથે પાર્ટી નથી કરી શકતા. તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તેને શાનદાર ફૂડ્સ, ડ્રીંક્સ, નાસ્તો ભેટ આપી શકો છો. આજકાલ ફ્રેન્ડશીપ ડે પર માર્કેટમાં ઘણી આકર્ષક ઓફર્સ અને સરપ્રાઈઝ મળે છે. જે સરળતાથી મોકલી શકાય છે.
ઓશીકું, ટી-શર્ટ, બેડશીટ અથવા મગ પર ફોટો પ્રિન્ટ
જો કે આ બહુ જૂનો આઈડિયા છે, પરંતુ તે આજે પણ કામ કરે છે. કોઈ ખાસ કવિતા, સૂત્ર અથવા મિત્રતા પર લખાયેલ કંઈક કે જે તેને વિશેષ અનુભવ કરાવશે. તમે તેને ઓશીકું, ટી-શર્ટ, બેડશીટ અથવા મગ પર પ્રિન્ટ કરીને તેના ફોટો સાથે મોકલી શકો છો. ચોક્કસપણે આ ભેટ તેને ગમશે.
હેંડક્રાફ્ટેડ આઈટમ
તમે તમારા દૂરના મિત્રને લાકડાની અથવા કોઈપણ યુનિક હેંડક્રાફ્ટેડ ગિફ્ટ આઈટમ પણ મોકલી શકો છો. જેને તે પોતાના ખાસ સ્થાન પર રાખીને તમને યાદ કરતો રહે અને તમારા બંને વચ્ચે ખાસ બોન્ડિંગ બની રહે.