For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શું તમારે પણ ઑફિસના કામના કારણે પાર્ટનર સાથે બબાલ થાય છે?

- જાણો, કેવી રીતે વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં પણ તમારા રિલેશનશિપનું ધ્યાન રાખી શકાય છે?

Updated: Feb 23rd, 2021

Article Content Imageનવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2021, મંગળવાર 

આજની ભાગદોડ ભરી લાઇફમાં મોટાભાગના બધા વ્યસ્ત છે. કોઇ પોતાના કામ પાછળ લાગ્યુ છે તો કોઇ ઑફિસના કામના કારણે કોઇને સમય આપી શકતા નથી. ત્યારે ઘણીવાર આ કામના બોજની અસર તમારા પરિવારના લોકો અથવા રિલેશન પર ડાયરેક્ટ પડે છે જે સંપૂર્ણપણે ખોટુ છે. પરંતુ જો તમે પણ આ વસ્તુઓ સામે લડી રહ્યા છો તેના કારણે તમે પોતાના લોકોને સમય આપી શકતા નથી. તો જાણો કેટલીક એવી બાબતો જેનું ધ્યાન રાખીને તમે પોતાના વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં પણ પોતાના પાર્ટનરનું ધ્યાન રાખી શકો છો. 

ઓછામાં ઓછા એક દિવસ તો બહાર જાઓ

તમારી પાસે ઑફિસના ઘણા કામ છે જેના કારણે તમે પોતાના સ્વજનોને સમય નથી આપી શકતા ન હતા. પરંતુ તમારે કોશિશ કરવી જોઇએ કે ઓછામાં ઓછા અઠવાડિયામાં એકવાર તો સમય કાઢીને પરિવાર સાથે બહાર જાઓ. જ્યાં જઇને પોતાના પાર્ટનર સાથે વાત કરો, જો તમારા બાળકો અથવા પરિવારમાં બીજા લોકો છે તો તેના મનના વિચારો જાણો, નવી વસ્તુઓનો આનંદ લો, બધાની વાતો સાંભળો, પોતાની વાતો જણાવો વગેરે કેટલીય વસ્તુઓ તમે કરી શકો છો. તેનાથી તમારા રિલેશનશિપ સારી થશે. 

વાતચીત કરવાનું ન છોડશો

તમે ઑફિસના કામમાં ઘણા વ્યસ્ત છો જેના કારણે તમે ઘરના સભ્યોને પૂરતો સમય નથી આપી શકતા. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે પોતાના પાર્ટનર અથવા ઘરવાળાઓ સાથે વાત જ ન કરશો. તમને જ્યારે પણ સમય મળે તેમની સાથે વાત કરો. ઑફિસમાં લંચ બ્રેકના સમયે ઘર પર એક કૉલ કરી લો અથવા તો જ્યારે તમે ઑફિસથી ઘરે જાઓ છો, તો બધાની સાથે બેસીને થોડીકવાર તો થોડીકવાર પરંતુ વાતચીત કરી શકો છો. તેનાથી તમે પોતાના પાર્ટનર અને ઘરના સભ્યોની નજીક આવશે. 

નિર્ણય હંમેશા મળીને જ કરો

તમે ઑફિસમાં વ્યસ્ત છો, શક્ય છે કે કામના કારણે તમને કોઇ ટેન્શન હોય. પરંતુ તેનો અર્થ એ નથી કે તેનો ગુસ્સો તમે ક્યાંય બીજે નિકાળશો. જેમ કે જો કોઇ નિર્ણય લેવાનો છે તો તે નિર્ણય એકલા લેવાની જગ્યાએ તમે તમારા પાર્ટનર અથવા ઘરના સભ્યોની સાથે મળીને તમારે હંમેશા નિર્ણય લેવો જોઇએ. તેનાથી તમે બધાને સમજશો અને બધા તમને સમજી શકશે. પરંતુ જો તમે નિર્ણય એક તરફથી લેશો તો તેનાથી રિલેશનશિપ પણ બગડી શકે છે. 

ઑફિસની વાતો/નારાજગી ઘરે ન કરશો

આપણને ઘણીવાર ઑફિસના કામને લઇને મનમાં ઘણું ટેન્શન અને ગુસ્સો હોય છે. અને જ્યારે કામ વધારે હોય ત્યારે વર્કપ્રેશરમાં કારણ વગર મૂડ ચિડચિડયો થવો સ્વાભાવિક હોય છે. પરંતુ તમારે ભૂલથી પણ ઑફિસના કામના ટેન્શનને ઘરે ન લાવવું જોઇએ, અને ન તો ત્યાંની નારાજગીનો ગુસ્સો પોતાના ઘર પર નિકાળવાનો છે કારણ કે તેનાથી તમારી રિલેશનશિપ બગડી શકે છે. તેની જગ્યાએ તમારે તમારા પાર્ટનર પાસેથી અન્ય બાબતો વિશે વાતો કરવી જોઇએ. 

Gujarat