FOLLOW US

જો કોઈને આ 10ની નોટ મળે તો વિશાલ સુધી પહોંચતી કરજો, લગ્નનો સવાલ છે

ઈન્ટરનેટ પર ફરી એકવાર 10 રૂપિયાની નોટ છવાઈ

Updated: Feb 11th, 2023

Image Twitter

તા. 11 ફેબ્રુઆરી 2023, શનિવાર

'સોનમ ગુપ્તા બેવફા હૈ' 10 રૂપિયાના નોટ ઉપર લખેલી આ લાઈને ન જાણે કેટલી સોનમનું મજાક બનાવી દીધું હતું. જો કે ઈન્ટરનેટ પર ફરી એકવાર 10 રૂપિયાની નોટ છવાઈ ગઈ છે. આ વખતે મામલો બેવફાઈનો નહિ પણ પ્યારને તેના મુકામ સુધી પહોંચાડવાનો છે. એક મહિલાએ 10 રૂપિયાની નોટ પર એવી વાત લખી દીધી કે વિશાલ નામના છોકરાઓ ચર્ચામાં આવી ગયા છે.

10 રૂપિયાની નોટ બની સંદેશવાહક:

ટ્વીટર પર હાલમાં એક 10 રૂપિયાની નોટ ખુબ વાયરલ થઇ રહી છે. આ નોટ પર વિશાલ નામના છોકરા માટે એક સંદેશ લખેલો છે. આ સંદેશમાં લખ્યું છે, ' વિશાલ મારા લગ્ન 26 એપ્રિલે છે. મને ભગાવી લઈ જા. આઈ લવ યુ. તારી કુસુમ.' આ નોટનો ફોટો ટ્વીટર પર ખુબ શેર થઈ રહ્યો છે.

ટ્વીટર પર થઈ 10ની નોટ વાયરલ:

આ ફોટો ટ્વીટર પર એક યુઝર્સે શેર કરતા લખ્યું, 'ટ્વીટર પોતાની તાકાત બતાવો...26 એપ્રિલ પહેલા કુસુમનો આ સંદેશ વિશાલ સુધી પહોંચવો જોઈએ... કેમ કે આ કિસ્સામાં બે પ્રેમીઓને મળાવવાનો છે. કૃપા કરી આને આગળ વધારો..અને તે બધા વિશાલને ટેગ કરો જેને તમે ઓળખો છો...' ત્યાર બાદ આ ફોટો પર યુઝર્સ તેમનાં વિશાલ નામના મિત્રોને ટેગ કરી રહ્યા છે અને મિમ્સ બનાવી શેર પણ કરી રહ્યા છે.


Gujarat
English
Magazines