FOLLOW US

ઓનલાઈન ભાડે મેળવો બોયફ્રેન્ડ : ચીન-જાપાન બાદ ભારતમાં પણ ટ્રેન્ડ

ભાડેથી આપતી બોયફ્રેન્ડ એપના એક લાખથી પણ વધારે યુઝર્સ

એપમાં સેલિબ્રિટી, મોડલ્સ અને સામાન્ય યુઝર્સો પણ સામેલ

Updated: Feb 14th, 2023

હાલ યુવાઓ વેલેન્ટાઈન-ડેની ઉજવણી કરી રહ્યું છે. વેલેન્ટાઈન-ડેના દિવસે સિંગલ લોકો વિચારતા હોય છે કે મને પણ કોઈક પ્રેમ કરે, મારી એકલતા દુર કરે, મારી હરેફરે અને દિવસના અંતે બાય કહેતી વખતે તેમને હગ કરીને આઈ લવ યુ કહે... કેટલાક યુવાઓ બોયફ્રેન્ડ ન હોવાના કારણે વેલેન્ટાઈન-ડેના દિવસે નિરાશ રહેતા હોય છે. જોકે તેમની નિરાશા દૂર કરવાનો માર્કેટમાં એક સરળ રસ્તો આવી ગયો છે અને તે છે ‘બોયફ્રેન્ડ ભાડે આપતી એપ’... 'રેન્ટ અ બોયફ્રેન્ડ' નામની આ એપ પર નજીવા નાણાં ખર્ચી ઓનલાઈન બોયફ્રેન્ડ મેળવી શકાય છે. આધુનિક સમય અને વધતો જતા વર્કલોડના કારણે અન્ય દેશો બાદ ભારતમાં પણ આવી એપો ખુબ પોપ્યુલર થઈ રહી છે.

એપના એક લાખથી પણ વધુ યુઝર્સ

વર્ષ 2018માં આ એપની શરૂઆત થઈ હતી. લોન્ચ થયાની સાથે આ એપ ખુબ જ ચર્ચામાં આવી હતી અને ખુબ ટ્રેન્ડ પણ થઈ હતી. થોડા જ સમયમાં આ ટોપ સર્ચિંગ એપ બની ગઈ હતી. આ એપના એક લાખથી પણ વધારે યુઝર્સ છે. બેંગલોરમાં બે યુવાનોએ પણ આ એપની જેમ જ વર્ષ 2022માં 'ધ બેટર ડેટ' નામની એપ શરુ કરી હતી. આ એપ પણ ભાડેથી બોયફ્રેન્ડની સર્વિસ પૂરી પાડે છે. આ રીતે જ 'ટોય બોય' નામનું પોર્ટલ પણ બેંગલોરમાં ચાલે છે.

એપ પર મળશે સેલિબ્રિટી અને મોડલ્સ

આ એપ પર છોકરાઓની પ્રોફાઈલ કેટલીક કેટેગરીમાં મુકાઈ છે. આ કેટેગરીમાં સેલિબ્રિટી, મોડલ્સ અને સામાન્ય છોકરાઓ પણ સામેલ છે. એપ ડાઉનલોડ કર્યા બાદ છોકરાઓની પ્રોફાઈલ જોવા મળે છે. જો કોઈ છોકરાની પ્રોફાઈલ ગમે તો 'ફિક્સ મીટીંગ'ના ઓપ્શન પર ક્લિક કર્યા બાદ પેમેન્ટ કરવાનું હોય છે. ઉપરાંત નામ, ઈમેલ આઈડી, જન્મ તારીખ, શહેર અને મોબાઈલ નંબર પણ રજિસ્ટર કરવાનો હોય છે ત્યારે જ ‘રેંટ પર બોયફ્રેન્ડ’ બુક થશે. આ સર્વિસ માત્ર છોકરીઓ માટે જ બની છે. છોકરાઓ માટે રેંટ પર ગર્લફ્રેન્ડની સર્વિસ હાલમાં ઉપલબ્ધ નથી.

ચીનથી પોપ્યુલર થયું આ કોન્સેપ્ટ

વર્ષ 2010માં ચીનની ઘણી વેબ સાઈટ પર રેંટ પર મળતા બોયફ્રેન્ડની જાહેરાતોએ જોર પકડ્યો હતો. આનું કારણ હતું ત્યાંના યુવાનોનું કામમાં વ્યસ્ત રહેવું. ચીનમાં ન્યુ યરે યુવાઓ તેમનાં પરિવારથી મળવા જતા હોય છે. આ યુવાઓ પરિવારની ખુશી માટે પરિવારની મુલાકાત નકલી બોયફ્રેન્ડ કે નકલી ગર્લફ્રેન્ડ સાથે કરાવે છે અને પરિવારજનો પણ માની જાય કે તેમનાં દીકરા કે દીકરી રીલેશનમાં છે.

જાપાનમાં પણ ભાડેથી બોયફ્રેન્ડનો ક્રેઝ

જાપાનના લોકો ઘણા મહેનતું હોવાથી તેમના પર વર્કલોડ પણ વધુ છે, તેથી જાપાનની છોકરીઓ ભાડાના બોયફ્રેન્ડની શોધમાં રહેતી હોય છે. આ કામને ત્યાંના યુવાનોએ ફુલટાઈમ જોબ બનાવી લીધી છે. જાપાનમાં છોકરીઓ ભાડાના બોયફ્રેન્ડને 1 કલાક માટે 5000 જાપાની યેન એટલે 3156 ભારતીય રૂપિયા ચૂકવે છે. આ મુલાકાતના કેટલાંક નિયમો હોય છે. જેમ કે મુલાકાત જાહેર જગ્યાએ થશે અને તેમનાં વચ્ચે કોઈપણ પ્રકારના સંબંધો નહિ બને.

Gujarat
English
Magazines