For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોમ્યુનિકેશન ગેપના કારણે સંબંધોમાં આવી શકે છે અંતર, આ ત્રણ બાબતોનું રાખો ધ્યાન, રિલેશનશિપ રહેશે સ્ટ્રોન્ગ

Updated: Apr 12th, 2024

કોમ્યુનિકેશન ગેપના કારણે સંબંધોમાં આવી શકે છે અંતર, આ ત્રણ બાબતોનું રાખો ધ્યાન, રિલેશનશિપ રહેશે સ્ટ્રોન્ગ

Image: Freepik

Relationship Tips: જ્યારે બે લોકો વચ્ચે સ્વસ્થ વાતચીત થાય ત્યારે તે તેમની વચ્ચેના સંબંધને મજબૂત બનાવે છે. વાતચીત એકબીજાને સમજવાનું સાધન છે. વાતચીતના માધ્યમથી જ આપણને ખબર પડે છે કે બીજી વ્યક્તિ શું પસંદ કરે છે અને શું નહીં પરંતુ તે ખૂબ મહત્વનું છે કે બે લોકો વચ્ચેની વાતચીત સ્વસ્થ અને સ્પષ્ટ હોય. જો બે લોકો વચ્ચેની વાતચીતમાં કોઈ પ્રકારની સમસ્યા છે તો તે કમ્યૂનિકેશન ગેપ કહેવાય છે. ઘણી વખત એવુ થાય છે કે વાતચીત દરમિયાન પેદા થયેલી સમસ્યા એટલી મોટી નથી હોતી પરંતુ જો તેને સમયસર સાચવી ન લેવાય તો તે ખૂબ મોટી થઈ જાય છે. કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે સૌથી મહત્વનું છે કે તમે તે સમસ્યાના મૂળ સુધી પહોંચો. ઘણી વખત નાની બાબતો મોટી થઈ જાય છે. તે જાણવુ ખૂબ જરૂરી છે કે તમારી બંને વચ્ચે શું થયુ જેના કારણે પાર્ટનર ગુસ્સે થયા. 

પાર્ટનરનું ધ્યાન રાખો

જો તમે પોતાના પાર્ટનરને કંઈક કહેવા માંગો છો તો ધ્યાન રાખો કે તેને પહેલેથી જ આ વિશે કંઈક ખબર હોય. જો તમે અચાનક તેને કંઈક કહેશો તો તેને ખરાબ અનુભવ થઈ શકે છે. તો આવુ કરવાથી તમારા બંનેની વચ્ચે અંતર પણ પેદા કરી થઈ શકે છે.

બોલવાની રીત

તમારા બોલવાની રીત મીઠી હોવી જોઈએ. ઊંચા અવાજમાં કડવા શબ્દોનો ઉપયોગ કરવાથી સંબંધને નુકસાન થાય છે. આ પ્રકારની સ્થિતિમાં પોતાની ભાષા પર કાબૂ રાખવો ખૂબ મહત્વનો છે. ભાષા પર નિયંત્રણ કરવાની સાથે-સાથે ક્રોધને પણ કાબૂ કરવો જોઈએ કેમ કે ઘણી વખત આપણે ગુસ્સામાં એવી વાતો કહીએ છીએ જે માત્ર સંબંધને તોડવાનું કામ કરે છે.

સંબંધમાં ઈમાનદારી

કોઈ પણ સંબંધ માટે એ ખૂબ મહત્વનું હોય છે કે તમે પોતાની ભાવનાઓને સંપૂર્ણ ઈમાનદારીથી વ્યક્ત કરો. પોતાની ભાવનાઓને સ્પષ્ટ અને સંપૂર્ણ ઈમાનદારી સાથે વ્યક્ત કરવાથી સંબંધ સુધારે છે આ ઉપરાંત તમારુ સન્માન પણ વધશે. એ જરૂરી નથી કે જ્યારે પણ તમે વાતચીત કરો ત્યારે માત્ર પોતાના સંબંધ વિશે જ વાત કરો. તમારા શબ્દોમાં વિવિધતા હોવી જોઈએ. દરેક સમયે એક જ વાત કરવાથી તમારો સંબંધ કંટાળાજનક બની જાય છે. આ પ્રકારની સ્થિતિમાં તમારા બંનેની વચ્ચે નાની-નાની વાતો પર વિવાદ પણ થઈ શકે છે.

Gujarat