આજથી ગુજરાતમાં બે દિવસ આકાશમાં ડ્રેકોનિડ્સ ઉલ્કા વર્ષાનો અદભૂત નજારો જોવા મળશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Draconid Meteor Shower: આજથી (આઠમી ઓક્ટોમ્બર) અને નવમી ઓક્ટોમ્બરના આકાશમાં ડ્રેકોનિડ્સ ઉલ્કા વર્ષાનો અદ્ભુત નજારો ધરતીના ઉત્તર ગોળાર્ધમાં જ્યાં પણ રાત્રિનું આકાશ સ્વચ્છ હશે ત્યાં જોવા મળશે. ગુજરાતમાં હાલ એકંદરે સૂર્યપ્રકાશિત હવામાનને લીધે આકાશ સ્વચ્છ છે અને સાથે ભાદરવા વદ- કૃષ્ણપક્ષને લીધે ચંદ્રનો પ્રકાશ આકાશમાં નહીવત હોય જેના કારણે આ ઉલ્કા વર્ષા ઉત્તર,ઉત્તર-પશ્ચિમ દિશામાં નિહાળવી વધુ સુગમ બનશે.
'ગિયાકોબિનીક્સ' તરીકે ઓળખાતા ધૂમકેતુમાંથી ઉદ્ભવે છે આ ઉલ્કા
આ ઉલ્કા જેને અંગ્રેજીમાં મિટીયોર કહે છે, ડ્રેકોનિડ્સ ઉલ્કાપિંડોનું મૂળ ઉદગમ સ્થાન 21પી-ગિયાકોબિની-જિનર નામના ધૂમકેતુ છે અને તે કારણે અગાઉ તે ગિયાકોબિનીક્સ તરીકે પણ ઓળખાતી હતી. આ ઉલ્કા એટલે પ્રતિ સેકન્ડે 20 કિ.મી. અર્થાત કલાકના 72000 કિ.મી.ની ઝડપ હોય છે. અવકાશમાં આ ઝડપ ધીમી ગણાય છે, કારણ કે અન્ય કેટલીક ઉલ્કાઓની ઝડપ તો 1,50,000 કિ.મી.થી વધારે હોય છે.
પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સર્જે છે આકાશી આતશબાજી!
આ ઉલ્કા વર્ષાનું કારણ એ છે કે ધૂમકેતુઓ સૂર્યના પરિભ્રમણ દરમિયાન ઘણીવાર પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે અને ત્યારે ધૂમકેતુમાંથી છૂટા પડેલા કણો ઉપરોક્ત તીવ્ર ગતિએ પૃથ્વી તરફ ધસે છે, જેથી પૃથ્વીના ઉપરી મજબૂત આવરણ સાથે ટકરાતા કમ્પ્રેશન, ફીક્શન અને હીટના કારણે તે નાનકડા અગનગોળામાં ફેરવાઈને તેજ લીસોટા કે ખરતા તારા જેવા દેખાય છે. આ દ્રશ્ય અદ્ભુત હોય છે. ડ્રેકોનિડ્સ નામના આ ઉલ્કાપિંડો ઈ.સ.1933 અને 1946માં પ્રતિ કલાકે હજારોની સંખ્યામાં પૃથ્વીના આવરણ સાથે ટકરાયા હતા અને પ્રચંડ ઐતિહાસિક ઉલ્કા તોફાન સર્જાયું હતું. તો છેલ્લે આજથી બરાબર 15 વર્ષ પહેલા 8-10-2011ના ઉલ્કા વિસ્ફોટ સર્જાયો હતો અને જ્યારે આવું બને ત્યારે એક સાથે હજારો ઉલ્કાપિંડના ચમકતા ગોળા નજરે પડે છે.




