Dharm

‘ગુજરાતના ખજૂરાહો’ તરીકે ઓળખાતું 12મી સદીનું ‘પંચાયતન’ પ્રકારનું શિવમંદિર, જાણો ઇતિહાસ

By GS Team
7 Sep 20262 mins read
TukuTouch Logo
દાહોદથી 10 કિલોમીટર દૂર આવેલું 12મી સદીનું પૌરાણિક 'બાવકા શિવપંચાયતન' મંદિર હાલ ખંડિત અવસ્થામાં છે. પૂર્વાભિમુખ આ પંચાયતન પ્રકારના મંદિરમાં વિશિષ્ટ કોતરણી હોવાથી તેને 'ગુજરાતના ખજૂરાહો' તરીકે ઓળખાય છે. રાષ્ટ્રીય સ્મારક તરીકે આરક્ષિત આ શિવાલય એક દેવદાસીએ એક જ રાતમાં બનાવ્યું હોવાની લોકવાયકા છે. રાજા ભીમદેવ દ્વિતીયએ જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાની પણ માન્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘ગુજરાતના ખજૂરાહો’ તરીકે ઓળખાતું 12મી સદીનું ‘પંચાયતન’ પ્રકારનું શિવમંદિર, જાણો ઇતિહાસ

Bavka Shiv Panchayatan Temple: દાહોદ જિલ્લામાં આવેલું છે એક એવું પૌરાણિક શિવાલય જેનું બાંધકામ 12મી સદીનું હોવાનું માનવામાં આવે છે. હાલ આ શિવાલય ખંડિત અવસ્થામાં છે, પરંતુ લોકોમાં મહાદેવજી પ્રત્યેની શ્રદ્ધા હજુ અડીખમ છે. દાહોદથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે આ ‘બાવકા શિવપંચાયતન’ મંદિર. આવો જાણીએ આ શિવાલયની રોચક ગાથા…

Bavka Shiv Panchayatan Temple.jpg

શું છે પૌરાણિક કથા?

આ મંદિર અંગેની કોઈ સ્પષ્ટ કથાનો તાગ મળતો નથી. બહુ જૂજ જગ્યાએ આ મંદિર હોવાના ઉલ્લેખ જોવા મળે છે. આ શિવાલય સંવત 1260 પછી બંધાવવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત બાવકાના શિવમંદિર સાથે જોડાયેલી અન્ય એક પ્રચલિત લોકવાયકા એવી પણ છે કે, એક દેવદાસીએ એક જ રાતમાં આ આખું મંદિર બંધાવ્યું હતું.

Bavka Shiv Panchayatan Temple (2).jpg

પૂર્વાભિમુખ પંચાયતન મંદિર

આ મંદિર પૂર્વાભિમુખ છે અને પંચાયતન પ્રકારનું છે. પંચાયતન એટલે એક મુખ્ય મંદિર અને તે જ પરિસરમાં ચાર પેટામંદિર આવેલા હોય છે. આ મંદિરમાં વિશિષ્ટ પ્રકારની કોતરણી પણ જોવા મળે છે. તેને કારણે ગુજરાતમાં આ મંદિર ‘ગુજરાતના ખજૂરાહો’ તરીકે પ્રસિદ્ધ છે. આ શિવાલય રાષ્ટ્રીય સ્મારક તરીકે આરક્ષિત કરવામાં આવ્યું છે.

Bavka Shiv Panchayatan Temple (3).jpg

રાજા ભીમદેવ દ્વિતીયએ જીર્ણોદ્વાર કરાવ્યો હોવાની માન્યતા

રેતાળ પથ્થરોમાંથી બનાવવામાં આવેલું આ મંદિર હાલ ક્ષીણ અવસ્થામાં છે. સુણાકમાં આવેલા મંદિર જેવો જ પાયો આ મંદિરમાં છે. શિખર પર કરવામાં આવેલી કોતરણી મિયાણીના મંદિર જેવી છે. આ મંદિરનો જીર્ણોદ્વાર રાજા ભીમદેવ દ્વિતીયએ કરાવ્યું હોવાની માન્યતા પણ છે.

Bavka Shiv Panchayatan Temple (1).jpg