ડૉ. ગેલ ગ્રોસની ધ્યાન પદ્ધતિ દ્વારા શાંત અને સંતુલિત જીવન

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- આજની વ્યસ્ત દુનિયામાં દૈનિક તનાવને ઓછો કરવો અને પોતાના મન, શરીર અને સ્વાસ્થ્ય પર ફરીથી નિયંત્રણ પ્રાપ્ત કરવું બહુ જરૂરી છે.'
‘In today's busy world, it is important to reduce daily stress and regain control of our mind, body and health.
આજની વ્યસ્ત દુનિયામાં દૈનિક તનાવને ઓછો કરવો અને પોતાના મન, શરીર અને સ્વાસ્થ્ય પર ફરીથી નિયંત્રણ પ્રાપ્ત કરવું બહુ જરૂરી છે.'
‘By shifting the nervous system from fight-or-flight to rest-and-degest, we allow maximum apportunity to use our brain's potential.’
નર્વસ સિસ્ટમને 'ફાઈટ કે ફ્લાઈટ'થી બહાર કાઢીને 'રેસ્ટ-એન્ડ-ડાઈજેસ્ટ' મોડમાંથી લાવવાથી આપણે આપણા મસ્તિષ્કની ક્ષમતાનો સૌથી વધારે ઉપયોગ કરી શકીએ છીએ.'
‘Tension is physical first, when you consciously squeeze and release the body you clear somatic stress before the mind overthinks.
તણાવ સૌથી પહેલાં શારીરિક હોય છે, જ્યારે તમે શરીરને કસીને ઢીલું મૂકી દો છો ત્યારે મનના અતિવિચાર કરતાં પહેલાં જ શારીરિક તણાવ દૂર થઈ જાય છે.'
‘This simple meditation technique helps children find peace and calm, reducing stress to help them process the day’s troubles and anxieties.
આ સરળ ધ્યાન પદ્ધતિ બાળકોને શાંતિ અને રાહત આપે છે. જેનાથી તણાવ ઓછો થાય છે અને તે દિવસભરની મુસીબતોનો ઉકેલ લાવવાનું શીખે છે.
- Dr. Gail Gross (ડૉ. ગેલ ગ્રોસ)
અમેરિકાના પ્રસિદ્ધ મનોવિજ્ઞાની, ફેમિલી એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ વિશેષજ્ઞા અને અધ્યાત્મશાસ્ત્રી ડૉ. ગેલ ગ્રોસે માનવ સંબંધો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ધ્યાન અને યોગ જેવા અનેક ક્ષેત્રે સંશોધન કર્યા છે. સાન ફ્રાન્સિસ્કોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ક્લિનિકલ પ્રોફેસર ઇન મેડિસિન ડૉ. ડીન ઓર્નિશ ડૉ. ગેલ ગ્રોસ વિશે કહે છે - 'ડૉ. ગેલ ગ્રોસ હૃદય અને આત્માના ક્ષેત્રે તો અસાધારણ, મહાન, પ્રતિભાશાળી વ્યક્તિ તો છે જ, એ સાથે મસ્તિષ્કના ક્ષેત્રે પણ એટલા જ ઊંડા અને પ્રતિભાશાળી સંશોધક છે. ડીન ઓર્નિશ એમને મળ્યા ત્યારે એમની પાસેથી અધ્યાત્મ અને ધ્યાન-યોગની ઘણી બાબતો
જાણી હતી.
ડૉ. ગેલ ગ્રોસે તણાવ ઘટાડવાની પદ્ધતિ દર્શાવી છે. આ દસ ચાવીરૂપ ઉપાયો (Ten Keys) તણાવ ઘટાડવા ખૂબ ઉપયોગી સાબિત થયા છે.
૧. વર્તમાન ક્ષણમાં જીવવું : ભૂતકાળની ઘટનાઓ વિશે વારંવાર વિચારવાને અને ભવિષ્યની ચિંતા કરવાને બદલે અત્યારે શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું.
૨. ઊંડા અને સ્વાભાવિક શ્વાસ લેવા : થોડો સમય શાંતિથી બેસીને શ્વાસની આવનજાવન પર ધ્યાન આપવું. આનાથી મનને શાંત કરવામાં મદદ મળી શકે છે.
૩. નિયમિત ધ્યાન કરવું : દરરોજ પાંચ થી દસ મિનિટ ધ્યાન માટે ફાળવવી. પોતાના મનમાં આવતા વિચારોને તેમની સાથે સંઘર્ષ કર્યા વિના નિહાળવા અને શ્વાસ પર ધ્યાન આપવું.
૪. વિચારો પ્રત્યે જાગૃત બનવું : નકારાત્મક વિચારો આવે ત્યારે તેમને તરત જ સાચા માની લેવા નહીં. વિચાર અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સમજવાનો પ્રયત્ન કરવો.
૫. લાગણીઓનો સ્વીકાર કરવો : ગુસ્સો, દુ:ખ, ભય કે ચિંતા જેવી લાગણીઓને દબાવવાને બદલે તેમને ઓળખવી અને સમજવી.
૬. પૂરતી ઊંઘ લેવી : નિયમિત સમયે સૂવું અને જાગવું. પૂરતી ઊંઘ માનસિક સ્વાસ્થ્ય અને તણાવના સંચાલન માટે મહત્વપૂર્ણ છે.
૭. નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી : ચાલવું, યોગ કરવો અથવા હળવી કસરત કરવી. શારીરિક પ્રવૃત્તિ મૂડ સુધારવામાં અને તણાવ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
૮. સમયનું યોગ્ય આયોજન કરવું : એક સાથે અનેક કામ કરવાનો પ્રયત્ન કરવાને બદલે કામને પ્રાથમિકતા આપવી અને વચ્ચે આરામને માટે સમય રાખવો.
૯. હકારાત્મક સંબંધો જાળવવા : કુટુંબ, મિત્રો અથવા વિશ્વાસુ વ્યક્તિ સાથે પોતાની લાગણીઓ વહેંચવી જરૂર પડે ત્યારે મદદ માંગવી. હકારાત્મક ભાવો જીવનને હળવું બનાવે છે. જીવન પ્રવાહ નિર્બંધ વહે છે. પ્રેમ, પ્રસન્નતા, પરિતોષ ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ)ને વધારે છે. એનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. વ્યક્તિ જેટલી ખુલ્લી થાય છે, મુક્ત બને છે, સહજ જીવન જીવતી થાય છે એટલી હળવી અને સ્વસ્થ થાય છે. એ સંજોગોમાં વૈશ્વિક ચૈતન્યની ફ્રીકવન્સી એની વ્યક્તિગત ફ્રીકવન્સી સાથે સંવાદિતા સાધે છે.
૧૦. આત્મ-ઓળખ કરવી અને પોતાની સંભાળ રાખવી : આત્મ ઓળખ કરવી, સ્વયંનો પરિચય સાધવો. પોતાનો પરિચય આત્મ જાગરણ અને સ્વયં સાથે સાક્ષીભાવથી જ આવે. આ આત્મહોશ અને સાક્ષીભાવને પામવા ધ્યાન અને યોગ સહાયકારી બને છે.
ધ્યાન અને યોગ અનેક રીતે લાભકારક બને છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું થાય છે અને રક્ત પરિભ્રમણ નિયમિત અને યોગ્ય પ્રમાણમાં થાય છે. એનાથી સ્મરણ શક્તિ અને રચનાત્મકતાની વૃદ્ધિ થાય છે. એ જ રીતે ચિંતનાત્મકતા અને અંતજ્ઞાૉન પણ સ્થિર થાય છે. તણાવ પેદા કરનાર હોર્મોન કોર્ટિસોલને સાવધાનીપૂર્વકના ધ્યાન દ્વારા પોતાના શ્વાસ પર નિયંત્રણ મેળવીને ઘટાડી શકાય છે. શરીરના ૭ ઊર્જા બિંદુઓને જોડનારી અને ચેતનાઓનો વિસ્તાર કરનારી વિશેષ સૂક્ષ્મ ધ્યાન પ્રક્રિયા કરવી. ગેલ ગ્રોસની ધ્યાન પ્રક્રિયામાં બ્રોક મ્યૂઝિક થેરેપી (Baroque Music, 60 BPM)નો ઉપયોગ કરાય છે. અભ્યાસ કે કામ દરમિયાન ૬૦ બીટ પ્રતિ મિનિટ (Largo movement)વાળા સંગીતને સાંભળવાથી હૃદયની ગતિ ધીમી થાય છે અને યાદશક્તિ વધે છે. આ ધ્યાન અને યોગ મન અને શરીરને સ્વસ્થ કરે છે તેનાથી મનોશારીરિક (Psychosomatic) રોગો દૂર થાય છે અને પૂર્ણ સ્વાસ્થ્યની સ્થિતિ સંપાદિત થાય છે. ડૉ. ગેલ ગ્રોસને અનેક એવોર્ડસ એનાયત કરાયા છે. સી.એન.એન.(CNN), ધ ટુડે શૉ, સી.એન.બી.સી., ધ ન્યૂયોર્ક રિપોર્ટર, ધ વોશિંગ્ટન પોસ્ટ, યુએસએ ટુડે જેવા પ્રસારણ, પ્રિન્ટ અને ઓનલાઈન મિડિયાના ક્ષેત્રોમાં ડૉ. ગેલ ગ્રોસે યોગદાન આપ્યું છે.




