Rajkot

ડબલ મર્ડરના આરોપી ઉપર ખૂની હુમલાના કેસમાં યુવાનની ધરપકડ

By GS Team
22 Jul 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં ડબલ મર્ડરના આરોપી હાર્દિક ધોળકિયા પર ખૂની હુમલા કેસમાં ગાંધીગ્રામ-2 પોલીસે લાખા ધોળકિયાની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ઘટનાનો વાયરલ વીડિયોમાં ફાયર આર્મ્સ જેવું દેખાતા પોલીસે તે દિશામાં તપાસ આદરી છે. પ્લોટ વેચાણના પૈસા બાબતે ચાલતા વિવાદને કારણે આ હુમલો થયો હોવાનું ડીસીપી રાકેશ દેસાઇએ જણાવ્યું. હાર્દિકની હાલત ગંભીર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડબલ મર્ડરના આરોપી ઉપર ખૂની હુમલાના કેસમાં યુવાનની ધરપકડ

રાજકોટ: 150 ફૂટ રીંગ રોડ પર સોમનાથ સોસાયટી-૨માં સુરેશભાઇ ધોળકીયા અને તેના ભાઇ રાજેશભાઇની છરીના ઘા ઝીંકી હત્યા કેસના આરોપી હાર્દિક ધોળકીયા ઉપર ખૂની હુમલો કરવાના ગુનામાં ગાંધીગ્રામ-૨ પોલીસે લાખા ધોળકીયાની ગઇકાલે રાત્રે ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ફાયર આર્મ્સ જેવું કંઇક દેખાતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, આ ઘટનામાં ફાયર આર્મ્સનો ઉપયોગ થયાના પુરાવા મળ્યા નથી. પરંતુ ફાયર આર્મ્સ જેવું વીડિયોમાં દેખાતા તેની ખરાઇ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઝોન-૨ના ડીસીપી રાકેશ દેસાઇએ જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે કબજો કરેલા પ્લોટ વેંચાણના પૈસા બાબતે વિવાદ ચાલતો હતો. પ્લોટ પર અંદાજે ૨૫ વર્ષ પહેલા કબજો કરાયો હતો. પ્લોટનો કબજો છોડવાના પૈસા આવ્યા હતા કે પછી પ્લોટ વેંચાણના તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. જો પ્લોટ વેંચાણના પૈસા આવ્યા હતા તો તેના દસ્તાવેજો કોના નામે હતા, આ ઉપરાંત કેટલા પૈસા આવ્યા હતા તે વિશે પણ પોલીસ તપાસ કરશે.
બીજી તરફ ડબલ મર્ડરનો આરોપી હાર્દિક ગંભીર રીતે ઘવાયેલો છે. તેની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે તેની હાલત ગંભીર ગણાવી છે. આરોપી હાર્દિક હત્યાનો ભોગ બનનાર ભાઇઓનો કૌટુંબિક ભત્રીજો થાય છે.