Rajkot

પોરબંદરમાં દૂધની ડેરીમાં ચોરી સબબ ત્રણ મહિલાઓ પકડાઇ

By GS TEAM
25 Jun 20261 min read
TukuTouch Logo
પોરબંદરમાં સુદામા ચોક નજીક દૂધની ડેરીમાંથી રૂ. 70,000ની ચોરી કરનાર 3 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. CCTV ફૂટેજના આધારે રાણા કંડોરણાની રામી, શાંતી અને અનિતા સોલંકીને સુદામા ચોક પાસેથી પકડવામાં આવી હતી. તેમની પાસેથી રૂ. 28,000 રોકડા મળ્યા છે. તેઓ ભીડનો લાભ લઈ દુકાનદારોને વાતોમાં ઉલઝાવી ચોરી કરતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પોરબંદરમાં દૂધની ડેરીમાં ચોરી સબબ ત્રણ મહિલાઓ પકડાઇ

પોરબંદર: પોરબંદરમાં સુદામા ચોક નજીક આવેલી દુધની ડેરીમાં રોકડ અને મોબાઇલ ફોન મળી રૂા.૭૦ હજારની મત્તાની ચોરી કરનાર ત્રણ મહિલાને સી.સી.ટી. ફૂટેજના આધારે પોલીસે પકડી લઇ તપાસ હાથ ધરી છે. દુકાનોમાં ગીરદીનો લાભ લઇ ચોરી કરતી હોવાની કબુલાત, પોલીસે સુદામા ચોક પાસેથી ઝડપી પાડી
સુદામા ચોક પાસે દૂધની ડેરીમાં બપોરના સમયે રૂા.૬૫ હજાર રોકડા અને મોબાઇલ ફોન મળી રૂા.૭૦ હજારની માલમત્તાની ચોરી થઇ હોવાની સંચાલક દિનેશભાઇ વશરામભાઇ થાનકી (રહે.છાયા વિસ્તારમાં પાટા પાસે)એ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સી.સી.ટી.વી ફૂટેજ જોતા ત્રણ મહિલા દેખાતા તપાસ આગળ ધપાવી હતી. દમિયાન મહિતી મળતાં સુદામા ચોક પાસેથી રામી અજયભાઇ સોલંકી (ઉ.વ.૨૫), શાંતી વજશીભાઇ સોલંકી (ઉ.વ.૪૦) અને અનિતા આકાશભાઇ સોલંકી (ઉ.વ.૩૫, રહે.ત્રણેય રાણા કંડોરણાના પુંજાપરા ધાર વિસ્તારમાં )ને પકડી પાડી તેની પાસેથી રૂા.૨૮ હજાર રોકડા કબ્જે કર્યા હતાં.
પુછપરછમાં ત્રણેય અલગ-અલગ શહેરોમાં જઇને દુકાનમાં ઘુસી ગીરદીનો લાભ લઇ દુકાનદારને વાતોમાં ઉલજાવી તેની નજર ચુકવી રોકડ રકમની ચોરી લેતી હોવાની કબુલાત આપી હતી. અગાઉ રામી અને શાંતિ વિરૂધ્ધ માધવપુર અને ઉદ્યોગનગર પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયા છે.