Rajkot

ક્રેડિટ કાર્ડમાં ઓટો-પે હેલ્થ ઈન્યોરન્સ બંધ કરાવવાના નામે રૂા.1.99 લાખની ઠગાઈ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
ગોંડલમાં સાયબર ગઠિયાઓએ બે વેપારીઓને અલગ-અલગ રીતે છેતર્યા છે. મીત બાલધાના ક્રેડિટ કાર્ડમાંથી હેલ્થ ઇન્સ્યોરન્સ બંધ કરવાના બહાને ₹1,99,820 ઉપાડી લીધા. જ્યારે દીપકભાઈ સોંદરવાના ફોનની ડિસ્પ્લે બંધ થયા બાદ UPI દ્વારા ₹99,000 અને એમેઝોન ગિફ્ટ કાર્ડથી ₹1,000 મળી, કુલ ₹1,00,000 ગાયબ થયા. પોલીસે બંને કેસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રેડિટ કાર્ડમાં ઓટો-પે હેલ્થ ઈન્યોરન્સ બંધ કરાવવાના નામે રૂા.1.99 લાખની ઠગાઈ

ગોંડલ : ગોંડલ શહેરમાં બે અલગ-અલગ વેપારીઓ સાથે સાયબર ગઠીયાઓએ નવતર પ્રકારે છેતરપિૅડી આચરીને કુલ રૂા.૨.૯૯ લાખ બેન્કના ખાતામાંથી બારોબાર ઉપાડી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
નવા માર્કેટીંગ યાર્ડમાં વેપાર કરતા ૨૨ વર્ષીય મીત બાલધાના કાકી રેખાબેનના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી આવેલા ફોનમાં હિન્દીભાષી શખ્સે ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેરમાંથી બોલતો હોવાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડમાં હેલ્થ ઇન્સ્યોરન્સની ઓટો-પે સવસ ચાલુ થઈ ગઈ છે અને તે ચાલુ રાખવા દર મહિને રૂા.૪,૦૦૦ ચાર્જ લાગશે કહેતા યુવકે આ સવસ બંધ કરવા જણાવતા સામેથી ફોન કરનારે વેબસાઇટમાં રજિસ્ટર્ડ નંબર નાખવા કહ્યું હતું. નંબર દાખલ કરતાં કોઈ માહિતી આપ્યા વિના જ ક્રેડિટ કાર્ડમાંથી પ્રથમ રૂા.૯૭,૮૫૦ કપાયાનો ટેક્સ્ટ મેસેજ આવતા યુવકે નેટ બંધ કરી દીધું હતું. તેમ છતાં, થોડીવારમાં રૂા.૧,૦૧,૯૭૦નું બીજું ટ્રાન્ઝેક્શન થઈ ગયું હતું. આમ, ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. ૧,૯૯,૮૨૦ની રકમ ઓનલાઇન ઉપાડી લેવાઈ હતી.
ભગવતપરા વિસ્તારમાં રહેતા અને ઘરે જ કરિયાણાની દુકાન ચલાવતા ૪૬ વર્ષીય વેપારી દીપકભાઈ સોંદરવાના મોબાઈલ ફોનની ડિસ્પ્લે અચાનક બંધ થઈ ગયા બાદ ૧૫ મિનિટ પછી આપોઆપ ચાલુ થઈ હતી. અમદાવાદ અભ્યાસ કરતા પુત્રને ગુગલ પે મારફતે રૂા.૩,૦૦૦ મોકલવાનો પ્રયાસ કરતાં ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતાં તેમણે બેલેન્સ ચકાસતાં ખાતામાં માત્ર રૂા.૧,૦૦૦ બચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ફોન બંધ થયો તે સમયગાળા દરમિયાન યુપીઆઈ મારફતે રૂા.૯૯,૦૦૦ મિ. કપીલ નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા જ્યારે બાકીના રૂા.૧,૦૦૦ એમેઝોન પે ગિફ્ટ કાર્ડ ખરીદીને ઉપાડી લેવાયા હતા. બંને બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.