Rajkot

એક જ રાતમાં બે મર્ડરથી રાજકોટ ફરી રક્તરંજિત, યુવક અને વેપારીની છરી મારી હત્યા

By GS Team
28 Nov 20261 min read
TukuTouch Logo
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં 20 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ગોંડલમાં 61 વર્ષીય તેલ-બેસનના વેપારીની તેમની જ દુકાનમાં છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. બંને ઘટનાઓએ શહેરમાં ચકચાર જગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક જ રાતમાં બે મર્ડરથી રાજકોટ ફરી રક્તરંજિત, યુવક અને વેપારીની છરી મારી હત્યા
FILE PHOTO

Rajkot double murder news : રાજ્યમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. નવા થોરાળા વિસ્તારમાં યુવકની અને ગોંડલમાં એક વેપારીની હત્યાથી ચકચાર મચી છે.

પ્રથમ ઘટના : થોરાળા વિસ્તારમાં 20 વર્ષીય યુવક પર છરી વડે હુમલો, સારવાર દરમિયાન મોત

રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં 20 વર્ષીય જયેશ ચાવડા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ગત રાત્રે સાડા દશ વાગ્યાના અરસામાં યુવક પર અજાણ્યા શખસે છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ટૂંકી સારવાર બાદ આજે વહેલી સવારે યુવકનું મોત નિપજ્યું છે.

બીજી ઘટના : ગોડલમાં વેપારીને તેની જ દુકાનમાં છરીના ઘા ઝીંકી હત્યા

ગોંડલમાં નાની બજારની ચુનારા શેરીમાં 61 વર્ષીય વેપારીની તેમની જ દુકાનમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૃતક છેલ્લા ત્રીસેક વર્ષથી તેલ અને બેસનનો ધંધો કરતા હતા. સામાન્ય રીતે દુકાન રાત્રે 10 વાગ્યે બંધ થતી હોય છે, જોકે ગત રાથે 11.30 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેતા પાડોશીઓએ તપાસ કરતા વેપારી મૃત હાલતમાં મળી આવ્યા હતા.