લો પ્રેશર ગુજરાત ભણી : વરસાદ ફરી શરુ થયો, આજે-કાલે ભારે વરસાદની ચેતવણી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : આજે બપોર બાદ દક્ષિણ છત્તીસગઢ ઉપર પહોંચેલી ભારે વરસાદની સીસ્ટમ લો પ્રેશર સીસ્ટમ સાથે સમુદ્ર સપાટીથી ૭.૬ કિ.મી. ઉંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ તરફ ખસકી રહ્યું છે અને તે છત્તીસગઢને ક્રોસ કરીને પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ દિશા તરફ મહારાષ્ટ્રમાં અને ગુજરાતની નજીક આવવાની અને બાદ આગળ વધીને દ્વારકા,કચ્છ પાસે દરિયામાં પહોંચવાની શક્યતા છે બીજી તરફ, ગુજરાતમાં નૈઋત્યના પવનો દરિયામાંથી ભેજને ખેંચી રહ્યા છે જેના પગલે આવતીકાલ રવિવાર અને સોમવારે ગણેશ ચતુર્થીના દિવસે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદનું હવામાન સર્જાયું છે.
વરસાદ લાવતી મોસમ પ્રણાલી સક્રિય થવાની સાથે જ ગઈકાલે ગુજરાતમાં વરસાદ ઝીરો હતો અને તાપમાન ૩૬ સે.ને પાર થઈ ગયું હતું તેમાં આજે પલટો આવ્યો છે. બપોર બાદ વાદળોની જમાવટ શરુ થઈ છે અને રાત્રિના ૮ વાગ્યા સુધીમાં ડાંગ, પંચમહાલ જિલ્લામાં ૨ ઈંચ, ગીર સોમનાથ જિલ્લાના ઉના-કોડીનાર તાલુકામાં અર્ધો ઈંચ સહિત રાજ્યના ૭૫ જેટલા તાલુકામા ઝાપટાંથી ૨ ઈંચ વરસાદ ાવ્યો છે.
મોસમ વિભાગ અનુસાર આવતીકાલ રજાના દિવસ રવિવાર અને સોમવારે ગણપતિ સ્થાપનાના તથા ગણેશ પૂજાના પર્વ એમ બન્ને દિવસોમા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ૭૫ ટકાથી વધુ ૧૦૦ ટકા સુધીના વિસ્તારોમાં વરસાદનું આગમન થવાની આગાહી છે. આ વરસાદ શાંત કે ઝરમર નહીં પણ સાથે ૪૦ કિ.મી.ની ઝડપે તીવ્ર પવન અને વિજળીના કડાકાભડાકા પણ રહેશે. સાથે છૂટાછવાયા સ્થળે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે. જેના પગલે કૃષિપાકો સાચવવાની અને રવિવારે બહાર ફરવા જનારાએ માર્ગો પર જળબંબાકાર થવાની તૈયારી પણ રાખવી પડે તેમ છે.
- ચોમાસાનો આ છેલ્લો ભારે વરસાદ, ઓક્ટોબરમાં વાવાઝોડાની શક્યતા
રાજકોટ: ચોમાસાની વિદાય પૂર્વે ભારે વરસાદની આ છેલ્લી સીસ્ટમ હોવાનું મનાઈ રહ્યું છે અને તા.૧૬ સપ્ટેમ્બર પછી ગમે ત્યારે નૈઋત્યના ચોમાસાની વિદાય શરુ થશે. પરંતુ, ચોમાસા બાદ ઓક્ટોબરમાં એટલે કે નવરાત્રિ આસપાસના સમયમાં ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકે તેવી પણ શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓક્ટોબર માસમાં ગુજરાતને અસરકર્તા અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડું અને ધોધમાર વરસાદ લાવતું ડીપ્રેશન પણ સર્જાયું હતું. - આજે ગુજરાતમાં ક્યા જિલ્લામાં કેવા પ્રકારના વરસાદની ચેતવણી
રાજકોટ : આવતીકાલ રવિવાર તા.૧૩-૯-૨૦૨૬ના મોસમ વિભાગ અનુસાર…
રેડ એલર્ટ
વલસાડ,નવસારી,દમણમાં અતિશય ભારે વરસાદની ચેતવણી
ઓરેન્જ એલર્ટ
સુરત, ભરુચ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદની ચેતવણી.
યલો એલર્ટ
રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લા અને દિવ તથા અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી.
અન્ય જિલ્લાઓમાં ગાજવીજ, તોફાની પવન સાથે હળવો,મધ્યમ વરસાદ
(નોંધઃ સોમવાર તા.૧૪માં પણ ભારે વરસાદનું એલર્ટ છે પણ વૈજ્ઞાનિક ઢબે થતી આગાહી હંમેશા ૨૪ કલાક પૂર્વેની સાચી પડવાની શક્યતા વધારે હોય છે.સોમવારની આગાહીમાં કાલે ફેરફાર થઈ શકે.)




