Rajkot
રાજકોટના ચાર નામચીન શખ્સો મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા
By GS Team
28 Jun 20262 mins read
રાજકોટમાં SOGએ નવાગામ-બામણબોર રોડ પરથી 17.250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ચાર કુખ્યાત આરોપીઓ વિનય ઉકેડીયા, હિતેશ ધામેલીયા, ભવદીપ ડાભી અને વિશાલ ગોહિલને દબોચી લીધા. રાજસ્થાનના સાંચોરથી પીવા અને વેચવા આ ડ્રગ્સ લાવ્યા હતા. 5.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
00:00
00:23
Summarized by AI; it may make mistakes. Check important info

- રાજસ્થાનના સાંચોરથી પીવા અને વેચવા ડ્રગ્સ લાવ્યા હતા
- ચારેય આરોપીઓ લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, અગાઉ કેટલી વખત ડ્રગ્સ લઇ આવ્યા તે અંગે તપાસ
રાજકોટ: નવાગામ-બામણબોર જવાના રસ્તા પાસે એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામેથી એસઓજીએ ૧૭.૨૫૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે અગાઉ પોલીસ ચોપડે ચડી ગયેલા ચાર આરોપીઓ વિનય રાજુ ઉકેડીયા (ઉ.વ.૨૭, રહે. મનહરપુર-૧), નામચીન ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયાના પુત્ર હિતેશ ઉર્ફે હિતો સુનીલ ધામેલીયા (ઉ.વ.૨૫, રહે. રૈયાધાર સ્લમ ક્વાર્ટર), ભવદીપ ઉર્ફે હાંડો પરેશ ડાભી (ઉ.વ.૨૪, રહે. રૈયાધાર) અને વિશાલ રાજુભાઇ ગોહિલ (ઉ.વ.૨૧, રહે. મનહરપુર-૧)ને ઝડપી લીધા હતા.
ચોક્કસ બાતમીના આધારે એસઓજીના પીઆઇ એન.બી.ચૌધરીએ સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી સ્વિફ્ટ કારને અટકાવી તલાશી લેતા અંદરથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત રૂા.૫૨,૫૬૦ ગણી હતી. ચાર મોબાઇલ ફોન, કાર સહિત કુલ રૂા.૫.૭૨ લાખના મુદ્દામાલ સાથે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી.
આરોપી વિનય વિરુદ્ધ ખૂન, દારૂ, મારામારી સહિતના ૧૦, આરોપી હિતેશ વિરુદ્ધ આર્મ્સ એક્ટ, એનડીપીએસ સહિત ૬, આરોપી ભવદીપ વિરુદ્ધ દારૂ, મારામારી સહિત ૧૮ અને આરોપી વિશાલ વિરુદ્ધ મારામારી, દારૂ સહિત ૩ ગુના નોંધાયેલા છે. ચારેય આરોપીઓ રાજસ્થાન ફરવા ગયા હતા. સાંચોર નજીકના મહાદેવ ગેસ્ટ હાઉસમાંથી કોઇ શખ્સ પાસેથી મેફેડ્રોનનો જથ્થો ખરીદ કર્યો હતો તેમ એસઓજીના સુત્રોએ જણાવ્યું હતું.
વેંચવા માટે અને પીવા માટે મેફેડ્રોન લઇ આવ્યા હતા. અગાઉ કેટલી વખત ડ્રગ્સ લઇ આવ્યા છે તે સહિતના મુદ્દે હવે પોલીસ તપાસ કરશે. તમામ આરોપીઓ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધાવાયો છે.