Rajkot

જંગલેશ્વરમાં થયેલી હત્યામાં વધુ ચાર આરોપી ઝડપાયા, એક આરોપીની શોધ

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં પીરવાડી પાસે રિક્ષાચાલક ઈકબાલ ઉર્ફે જૂનાગઢી લોધીની હત્યા મામલે ક્રાઈમ બ્રાંચે 2 અને ભક્તિનગર પોલીસે પણ 2 આરોપીઓને ઝડપી લીધા છે. જંગલેશ્વરના ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. શાહનવાઝ વેતરણ અને અબઝલ મકરાણીને ગોવાથી પકડાયા છે. જ્યારે અબુસુફિયાન મુકાસમા અને મહંમદદાનીશ સિપાઈની ભક્તિનગર પોલીસે અટકાયત કરી છે. કુલ 6 આરોપીઓ પૈકી 5 પકડાઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જંગલેશ્વરમાં થયેલી હત્યામાં વધુ  ચાર આરોપી ઝડપાયા, એક આરોપીની શોધ

રાજકોટ : પીરવાડી પાસે જૂના ગણેશનગરમાં રહેતાં રિક્ષાચાલક ઈકબાલ ઉર્ફે જૂનાગઢી લોધી (ઉ.વ.પ૬)ની સામે જોવા જેવી નજીવી બાબતે જંગલેશ્વરના ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે પાઈપના ઘા ઝીંકી કરાયેલી હત્યામાં ક્રાઈમ બ્રાંચે બે અને ભક્તિનગર પોલીસે પણ બે આરોપીને ઝડપી લીધા હતા. હજૂ એક આરોપી નાસતો ફરતો હોવાથી તેની શોધખોળ જારી રખાઈ છે.
ક્રાઈમ બ્રાંચે આરોપી શાહનવાઝ મુસ્તાક વેતરણ (ઉ.વ.રર, રહે. નિલમ પાર્ક, દેવપરા) અને અબઝલ દિલાવર મકરાણી (ઉ.વ.રર, રહે. જંગલેશ્વર શેરી નં.ર૧)ને ગોવાથી ઝડપી લીધા હતા. આરોપી શાહનવાઝ વિરૂધ્ધ રાયોટિંગ, હુમલા સહિતના પાંચ ગુના નોંધાયા છે. ક્રાઈમ બ્રાંચે ર૦રપની સાલમાં ગુજસીટોક હેઠળ તેની અટકાયત કરી હતી. જેમાં ગઈ તા.ર૯ના રોજ તે પાલનપુર જેલમાંથી જામીનમુક્ત થયો હતો.
જેના ચાર દિવસ બાદ હવે તેની હત્યામાં સંડોવણી ખુલી છે. ભક્તિનગર પોલીસે આરોપી અબુસુફિયાન હનિફ મુકાસમા (ઉ.વ.ર૪, રહે. રામનાથપરા) અને મહંમદદાનીશ મહંમદસીદ્દીકી સિપાઈ (ઉ.વ.ર૧, રહે. જંગલેશ્વર, હાલ ૮૦ ફૂટના રોડ)ની અટકાયત કરી હતી. આ અગાઉ ભક્તિનગર પોલીસે રોશનબેન ઉર્ફે ગુડ્ડી ધાડા નામની મહિલાની અટકાયત કરી હતી.
કુલ ૬ આરોપીઓની સંડોવણી ખુલી હતી. જેમાંથી પાંચ પકડાઈ ચૂક્યા છે. સામાન્ય રીતે ગુજસીટોકમાં પકડાયેલા આરોપીઓ જામીન પર છૂટી ગુનો કરે તો જામીન રદ થઈ જતાં હોય છે. જેને કારણે ગુનો કરતાં પહેલાં સો વખત વિચારે છે. પરંતુ આ કેસમાં આરોપી શાહનવાઝની ગુજસીટોકમાં જામીન પર છૂટયાના ચાર દિવસ બાદ ખુન જેવા ગંભીર ગુનામાં સંડોવણી ખુલતા ચર્ચા જાગી છે.