માતાજીનું ડાકલું આપવા મુદ્દે ડખ્ખો છરી-ધોકાથી પિતા-પુત્ર ઉપર હૂમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર: જામનગર પંથકમાં મારામારીના 3 બનાવ પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં બેડ ગામે મોબાઇલના સ્ટેટ્સના મુદ્દે મામા - ભાણેજ પર અને સમાણા ગામે મજૂરીના પૈસા બાબતે યુવકને પથ્થરથી માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે અન્ય બનાવમાં કાલાવડના જશાપર ગામે માતાજીનું ડાકલું લેવા બાબતે ઝઘડો કરી બે શખ્સોએ પિતા - પુત્ર પર છરી અને લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો.
જશાપર ગામે મહાકાલીનગરમાં રહેતા અમિતભાઈ ચંદ્રેશભાઈ મકવાણા (ઉ.વ. ૧૯)એ ફરિયાદમાં જણાવ્યું કે આરોપી રાઘવ હરસુખભાઈ મકવાણા તેના ઘરે માતાજીનું ડાકલું લેવા આવ્યો હતો તે સમયે તેના પિતા ચંદ્રેશભાઈએ ડાકલું સવારે આપવા જણાવ્યું હતું. આ બાબતે આરોપી રાઘવ ઉશ્કેરાઈ પિતાને ગાળો આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. થોડા સમય બાદ તે હાથમાં લાકડાનો ઘોકો અને કરણ ભલુભાઈ મકવાણા છરી લઈને ઘરે ધસી આવી હુમલો કરી તેને પિતાને ઇજા પહોંચાડી ધમકી આપી હતી. જે અંગે કાલાવડ ટાઇન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રસુલનગરમાં રહેતા મોસીન હનીફભાઈ કકલ (ઉ.વ. ૩૨) મોહર્રમ નિમિત્તે મામા ઈશાકભાઈ ઘરે આવ્યા હતા. સાંજે મસ્જિદથી બહાર ગામના કેટલાક શખ્સોએ તેને ઈમામ ચોક ખાતે બોલાવ્યા હતા. ત્યાં હાજર જુબેર જુનુસ સુભાણીયા અને જુનુસ ભટ્ટી ઉર્ફે તલવારિયાએ ઈશાકભાઈને મોબાઇલમાં રાખેલા સ્ટેટસ બાબતે પ્રશ્નો કરી ગાળો આપતા તેણે વિરોધ કરતાં આરોપીઓએ લાકડાના ધોકાથી માર મારતા મામા ને બચાવવા માટે વચ્ચે પડતા તેને પણ માર મારવા હતા. બન્નેને ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. ત્રીજા બનાવમાં સમાણા ગામની આંબેડકરનગર સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઈ જેંતીભાઈ વાઘેલા (ઉં.વ.૧૯) ત્રણ મહિના અગાઉ કિશોર નાનજીભાઈ વાઘેલા સાથે મજૂરી કામે ગયા હતા. તેના દિવસની મજૂરીના નાણાંને મળવાના બાકી હતા. તેણે અનેક વખત બાકી રહેલા નાણાંની માંગણી કરી છતાં તે આપતો ન હતો. દરમિયાન ફરી એક વખત નાણાં માંગતા કિશોરે ઉશ્કેરાઈને તેને ગાળો ભાંડી પથ્થર વડે હુમલો કરી માથાના ભાગે તેમજ જમણા પગમાં ઇજા પહોંચાડી હતી.




