ઓળવી જવાયેલો રૂા.2.21 કરોડનો બ્રાસ સ્ક્રેપ કબજે, બે આરોપીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : ઢેબર રોડ પર આવેલી શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ નામની પેઢીની દિલ્હી ખાતેની હેડ ઓફિસેથી ટ્રકમાં મોકલાયેલો રૂા.૨.૩૭ કરોડનો બ્રાસ સ્ક્રેપ રાજસ્થાનના ટ્રક ચાલક મનોહરસિંગ અને ક્લિનર ઓળવી ગયાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી રૂા.૨.૨૧ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મુખ્ય આરોપી મનોહરસિંગે અમદાવાદના વટવા અને રખીયાલ વિસ્તારમાં રહેતા મહમદ આસીફ મહમદનિઝામ હાસમી (ઉ.વ.૨૭) અને રીઝવાન જમીલ પઠાણ (ઉ.વ.૨૩) સાથે આ બ્રાસ સ્ક્રેપનો સોદો કર્યો હતો. જેથી આ બંને આરોપીઓએ રૂા.૧૮ હજારનું ભાડું બાંધી ટ્રક બોલાવ્યો હતો. જે ટ્રકમાં તમામ માલ ભરાવી અમદાવાદ તરફ જવા નિકળી ગયા હતા.
તે સાથે જ મુખ્ય આરોપી મનોહરસિંગ અને ક્લિનર પ્રતાપસિંગ પણ રવાના થઇ ગયા હતા. આ બંને આરોપીઓ તો પોલીસના હાથમાં આવ્યા નથી. પરંતુ પોલીસને ઓળવી જવાયેલો બ્રાસ સ્ક્રેપ ટ્રકમાં અમદાવાદ તરફ જઇ રહ્યાની બાતમી મળી હતી. જેના આધારે હાઇવે પરથી ટ્રક અટકાવી રૂા.૨.૨૧ કરોડનો બ્રાસ સ્ક્રેપ કબજે કરી બંને આરોપીની ધરપકડ કરી હતી. હવે પોલીસે મુખ્ય આરોપી મનોહરસિંગ અને ક્લિનરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.









