Rajkot

ગઠિયાઓએ વૃધ્ધનો ફોન હેંગ કરી ખાતામાંથી 95 હજાર ઉપાડી લીધા

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટના માધાપરના નિવૃત દિનેશભાઈ નિમાવત સાથે ઓનલાઈન 95 હજારની છેતરપિંડી થઈ છે. 26 મેના રોજ તેમનો ફોન હેંગ થયા બાદ Google Pay માંથી પ્રિન્સ સિંઘના ટ્રાન્ઝેકશન આઈડી પરથી 95 હજાર ઉપડી ગયા હતા. બેંક મેસેજ ન મળતા પોલીસ પણ આશ્ચર્યચકિત છે. ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગઠિયાઓએ વૃધ્ધનો ફોન હેંગ કરી ખાતામાંથી 95 હજાર ઉપાડી લીધા

રાજકોટ : માધાપર સર્કલથી મોરબી રોડ તરફ જતાં ધ સ્પેસ એપાર્ટમેન્ટમાં રહેતા અને જામનગરમાં રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત થયેલા દિનેશભાઈ નિમાવત (ઉ.વ.૫૮) સાથે રૂા. ૯૫ હજારનું ઓનલાઇન ચીટિંગ થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ છે.
વાતચીતમાં દિનેશભાઈએ જણાવ્યું કે ગઇ તા. ૨૬ મેના રોજ તેનો મોબાઇલ ફોન હેંગ થઇ ગયો હતો. આ પછી ગુગલ પેમાં જોતા પ્રિન્સ સિંઘ નામનાં ટ્રાન્ઝેકશન આઈડી પર રૂા. ૯૫ હજારનું ટ્રાન્ઝેક્શન થયાનું જોવા મળ્યું હતું.
આ રીતે તેનો મોબાઇલ હેંગ કરી સવારે ૧૧.૪૪ વાગ્યે આ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. તેનાં પાંચેક મિનિટ પછી જ ગઠીયાએ રકમ ઉપાડી પણ લીધી હતી. તત્કાળ પોતાનું જ્યાં ખાતુ હતું તે પંજાબ નેશનલ બેંકમાં ગયા હતા.
એટલું જ નહીં સાયબર ક્રાઇમનાં હેલ્પલાઇન નંબર પર ફરિયાદ પણ કરી હતી પરંતુ તત્કાળ ગઠીયાએ રકમ ઉપાડી લીધી હોવાથી રકમ ફ્રિઝ થઇ શકી ન હતી. કઇ રીતે ગઠીયાએ આ ઠગાઇ કરી તે વિશે કાંઇ જાણતા નથી.
સામાન્ય રીતે ભોગ બનનારા પોતાનાં આઇડી, પાસવર્ડ કે ઓટીપી નંબર આપે ત્યારે આ પ્રકારની ઠગાઇ થાય છે પરંતુ આ કિસ્સામાં તેવું કાંઇ થયું ન હતું. આમ છતાં ઠગાઇ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે.
પોલીસે કહ્યું કે આ ઠગાઇ કઇ રીતે કરવામાં આવી હતી તે જ સમજાતું નથી. ભોગ બનનાર દિનેશભાઈનાં ખાતામાંથી રૂા. ૯૫ હજારનું ટ્રાન્ઝેક્શન થયા પછી પણ નિયમ મુજબ તેને બેંકમાંથી આજ સુધી મેસેજ આવ્યો નથી ! તેનાં ખાતામાં રૂા. ૯૫,૮૦૦ હતા, જેમાંથી રૂા. ૮૦૦ બાકી રાખી બાકીની રકમ ગઠીયાએ ઉપાડી લીધી હતી. આ અંગે આરબીઆઇને પણ ફરિયાદ કરવામાં આવી છે.