Rajkot

કૌભાંડકાર અલ્પેશ દોંગા વિરૂધ્ધ વધુ એક ખેડૂતે ફરિયાદ નોંધાવી

By GS Team
29 Oct 20261 min read
TukuTouch Logo
રાજકોટના અલ્પેશ દોંગા સામે લોધિકા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. તેણે ખેડૂત ધર્મેન્દ્રભાઈ ભાલોડી પાસેથી 7 લાખ વ્યાજે આપી, છેતરપિંડીથી તેમની 5 વીઘા જમીન પચાવી પાડી. જમીન પચાવી પાડી 32 લાખની ઉઘરાણી કરી, ધમકી આપી હતી. રાજકોટ અને જામનગર જિલ્લામાં તેના કૌભાંડની હાલ 2 SIT તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કૌભાંડકાર અલ્પેશ દોંગા વિરૂધ્ધ વધુ એક ખેડૂતે ફરિયાદ નોંધાવી

રાજકોટ : ખેડૂતોને વ્યાજે રકમ આપી છેતરપિંડીથી તેમની જમીન હડપ કરી લેનાર કૌભાંડકાર રાજકોટના અલ્પેશ દોંગા સામે વધુ એક ફરિયાદ લોધિકા પોલીસ મથકમાં નોંધાઈ છે. તેણે રાજકોટ અને જામનગર જિલ્લામાં આચરેલા કૌભાંડ અંગે હાલ બે-બે સીટ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
કોટડાસાંગાણીના જૂની મેંગણી ગામે રહેતાં ખેડૂત ધર્મેન્દ્રભાઈ ભાલોડી (ઉ.વ.પ૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ર૦૧૮માં તેને બંને પુત્રોના અભ્યાસ માટે અને પોતાની તબિયત બરાબર રહેતી ન હોવાથી પૈસાની જરૂર પડતાં આરોપીની નાનામવા રોડ પર આવેલી પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ નામની પેઢીનો સંપર્ક કરી કુલ રૂા.૭ લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા.
જેના અવેજ પેટે આરોપીએ તેની જમીનનું સાટાખત વેજા ગામના વિક્રમ ડાંગરના નામે કરાવી લીધા બાદ ર૦૧૯માં આ જ જમીનનો દસ્તાવેજ વિક્રમના ભાઈ અરવિંદના નામે કરાવી લીધો હતો. ર૦ર૧માં આરોપીએ વ્યાજે આપેલા રૂા.૭ લાખના બદલામાં રૂા.૩ર લાખની ઉઘરાણી કાઢી હતી. સાથો-સાથ તેની પાંચ વિઘા જમીનનો દસ્તાવેજ નૈમિષ મેઘાણીના નામે કરાવી આપવાનું કહી બે એકર જમીનનો દસ્તાવેજ તેના નામે કરાવી લીધો હતો. જેના બદલામાં તેને વ્યાજના રૂા.૩ર લાખ બાદ કરી બીજા રૂા.૩ર લાખ આપવાની વાત કરી હતી.
આ રકમ પોતાની મની પ્લસ શરાફી મંડળીમાં જમા રાખ્યાનું કહ્યું હતું. આ રકમની ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી રકમ ઓળવી લીધી હતી. જેથી આખરે ફરિયાદ નોંધાવી હતી.