રેપોરેટમાં વધારોઃ બેંક પોતાનો આર્થિક બોજ ગ્રાહકોના માથે ઠાલવે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આર્થિક સ્થિતિ સમતોલ રાખવા રિઝર્વ બેંકનો પ્રયાસ
- પ્રસંગપટ
- કોવિડ-19 મહામારીના સમયે અર્થતંત્રને મંદીમાંથી ઉગારવા માટે વ્યાજદરો ઘટાડીને 4.00% જેટલા નીચા સ્તરે લાવી દેવાયા હતા
રિઝર્વ બેંક રેપો રેટ વધારે કે ઘટાડે તેની સાથે કોમનમેન એટલે કે દેશના ૯૦ ટકા લોકોને કોઈ સીધી લેવાદેવા નથી હોતી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં કરવામાં આવતા વધારાને સીધો જ આથક તંત્રની ચડાવ-ઉતાર સાથે જોડી દેવામાં આવે છે, પરંતુ રેપો રેટ એ દર છે જે સીધો બેંકો સાથે જોડાયેલો છે. બેંકો રિઝર્વ બેંક પાસેથી ટૂંકા ગાળા માટે જે નાણાં ઉછીનાં લે છે તેના પર આ દર ચૂકવવો પડે છે. બેંકો પોતાના માથે કોઈ બોજ વધવા નથી દેતી અને તેનો ભાર પોતાની પાસેથી લોન લેતા ગ્રાહકોના શિરે પધરાવી દેતી જોવા મળે છે. એટલે જ રેપો રેટની સીધી અસર લોન લેનારા ગ્રાહકો પર પડે છે.
જ્યારે દેશમાં મોંઘવારી વધી જાય છે, ત્યારે ઇમ્ૈં આ રેટ વધારીને બજારમાં નાણાંનો પ્રવાહ ઓછો કરવાનો પ્રયાસ કરે છે. ગઈકાલે ૭મી તારીખે રિઝર્વ બેંકે રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરીને તેને ૫.૫૦% કર્યો છે.
૨૫ બેસિસ પોઈન્ટના વધારાથી બેંકો સાથે સંકળાયેલા સામાન્ય ગ્રાહકોને કોઈ અસર નથી થતીત પરંતુ જેમણે હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન લીધી હોય - ખાસ કરીને ફ્લોટિંગ રેટ પર લોન લીધી હોય - તેમના હપ્તામાં વધારો થાય છે.
બેંકો રિઝર્વ બેંક પાસેથી મોંઘા વ્યાજે નાણાં મેળવે છે, તેથી તેઓ આ બોજ ગ્રાહકો પર નાખે છે. રિઝર્વ બેંકનું કામ વ્યાજદર વધારવાનું છે, પરંતુ તે ક્યારેય 'ગ્રાહકો પર બોજ ન વધવો જોઈએ' એમ કહેતી નથી. બેંકો તગડી આવક કરે છે, પરંતુ સમય આવ્યે પોતાનો આથક બોજ ગ્રાહકો પર ઠાલવતાં ક્યારેય શરમાતી નથી.
રેપો રેટ વધારાના સિક્કાની બીજી બાજુ એ પણ છે કે તેના કારણે ફિક્સ્ડ ડિપોઝિટ પરનો વ્યાજદર વધશે. આમ લોન લેનારાઓ માટે ખરાબ સમાચાર છે, પરંતુ ફિક્સ્ડ ડિપોઝિટ ધરાવનારાઓને વધુ વ્યાજનો લાભ મળશે.
એટલે જ કહે છે કે લોન લેનારાઓ માટે ખરાબ સમાચાર હોય છે, પણ બચતકારો માટે સારા સમાચાર છે. બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે સેવિંગ્સ એકાઉન્ટ અને ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદર વધારી શકે છે, જેનાથી ફિક્સ્ડ રિટર્ન પર ફાયદો થાય છે. આથક નિષ્ણાતો માને છે કે ખર્ચમાં ઘટાડો અને લોનો મોંઘી થવાથી લોકો ઓછી ખરીદી કરે છે અને ઓછી લોન લે છે, જેનાથી બજારમાં માંગ ઘટે છે અને ભવિષ્યમાં ચીજવસ્તુઓના ભાવ વધતા અટકે છે.
ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર અસરથ વ્યાજદર વધવાથી બોન્ડ માર્કેટ પર નકારાત્મક અસર પડે છે, જેના કારણે ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સનું રિટર્ન ટૂંકા ગાળા માટે ઘટી શકે છે. આથક તંત્રમાં આવતા કોઈ પણ ફેરફારથી શેરબજાર વત્તે-ઓછે અંશે પ્રત્યાઘાત આપતું હોય છે. રેટ હાઈકથી બેન્કિંગ અને રેટ-સેન્સિટિવ શેરો જેવા કે રિયલ એસ્ટેટ, ઓટો વગેરેમાં અસ્થિરતા કે થોડા સમય માટે ઘટાડો જોવા મળી શકે છે.
છેલ્લા ૧૦ વર્ષમાં (૨૦૧૬થી ૨૦૨૬) ભારતીય રિઝર્વ બેંકના રેપો રેટમાં વૈશ્વિક આથક સ્થિતિ અને ફુગાવા (મોંઘવારી)ના આધારે મોટા ફેરફારો જોવા મળ્યા છે. ભારતમાં વર્તમાન રેપો રેટ ૫.૫૦% છે, જે ગઈકાલે ૭ ઓક્ટોબરના રોજ વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ અમલમાં આવ્યો છે.
કોરોના પૂર્વેનો સમયગાળો એટલે કે ૨૦૧૬થી ૨૦૧૯ના સમય દરમિયાન રેપો રેટ ૬.૫૦%થી ઘટીને ૫.૧૫%ની આસપાસ રહ્યો હતો, કારણ કે આરબીઆઈનો મુખ્ય ઉદ્દેશ દેશની આથક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો હતો. કોવિડ-૧૯ મહામારીના સમય ૨૦૨૦થી ૨૦૨૧ દરમિયાન અર્થતંત્રને મંદીમાંથી ઉગારવા માટે આરબીઆઈએ વ્યાજદરો ઘટાડીને ૪.૦૦%ના ઐતિહાસિક સૌથી નીચા સ્તરે લાવી દીધા હતા.
કોરોના પછી વૈશ્વિક સપ્લાય ચેઇનની સમસ્યાઓ અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે મોંઘવારી વધતાં આરબીઆઈએ વ્યાજદરમાં ઝડપી વધારો કરી તેને ૬.૫૦% સુધી પહોંચાડયો હતો.
રેપોરેટ વધે તે તરફ ધ્યાન રાખવું જરૂરી છે કેમકે આર્થિક તંત્રમાં આવતા દરેક ફેરફાર ઘરનું બજેટ વધારી શકે છે.




