For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતના ઓનલાઇન સેલરો માટે ગોલ્ડન ચાન્સ લાવેલું બ્લેક ફ્રાઇડે

Updated: Nov 25th, 2021

Article Content Image

- વેચાણ કરનારાઓ માટે સ્કાય ઇઝ લિમિટ જેવું છે

- પ્રસંગપટ

- એમેઝોન ઇન્ડિયા તેના 70,000 જેટલા નાના મોટા એક્સપોર્ટર દ્વારા ઇન્ડિયન પ્રોડક્ટ બ્લેક ફ્રાઇડેના દિવસોમાં વેચશે..

બ્લેક ફ્રાઇ ડેના સેલ માટે ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓ થનગની રહી છે. બ્લેક ફ્રાઇ-ડે સાથે આપણે કોઇ લેવાદેવા નથી એમ માનવાની જરૂર નથી. ઇ કોમર્સે દરેક દેશને એક લાઇનમાં લાવી દીધા છે. અમેરિકા અને યુરોપના દેશોમાં બ્લેક ફ્રાઇ ડેની રાહ જોવાય છે. ડિસેમ્બર પહેલાં આવતો બ્લેક ફ્રાઇડે ક્રિસમસ પહેલાંની ખરીદી માટેનો બની રહે છે. 

આ વર્ષે બ્લેક ફ્રાઇડે ૨૬ નવેમ્બરના શુક્રવારે છે. ૨૫ નવેમ્બરે થેંક્સ ગિવીંગ ડે આવે છે અને તરત બીજા દિવસે બ્લેક ફ્રાઇડે આવે છે. તે સાયબર મન્ડે તરીકે પણ ઓળખાય છે. તેને બ્લેક ફ્રાઇડે કહેવા પાછળનું કારણ સમજવા ૧૯૫૦-૬૦ના દાયકા તરફ પાછા ફરીએ તો ખ્યાલ આવેકે ફિલાડેલ્ફિયાની પોલીસ આ શબ્દનો ઉપયોગ એટલા માટે કરતી હતી કે થેંક્સ ગિવીંગ અને આર્મી નેવી ગેમ વચ્ચેના ગાળાને બ્લેક ફ્રાઇડે તરીકે ઓળખવમા આવતો હતો. આ દિવસોમાં લોકો મોટાપાયે શોપિંગ કરવા નીકળતા હતા અને મોડે સુધી બજારોમાં ફરતા હતા જેના કારણે પોલીસોેને પણ મોડે સુધી ડયુટી કરવી પડતી હતી.

ધીરે ધીરે આ પ્રથા મજબૂત બનતી ગઇ હતી અને ૧૯૮૦ના દાયકાઓમાં તો તે વેપારીઓ માટે વધુ નફો અને વકરો રળી આપતો દિવસ બની જતો હતો. વેપારીઓ ત્યારે પ્રોફિટ બતાવવા ચોપડામાં બ્લેક શ્યાહીથી લખતા હતા અને લોસ (ખોટ) લખવા લાલ શ્યાહીનો ઉપયોગ કરતા હતા. ધીરે ધીરે આ સિસ્ટમ કાયમી બની ગઇ હતી અને હવે તો આ બ્લેક ફ્રાઇડે ખુબ જાણીતો થઇ ગયો  છે અને તે લોકો માટે  અને નાના વેપારીઓ માટે શોપિંગ મેળાવડો બની ગયો છે. 

તે સમયનું ફિઝીકલ શોપિંગ એ આજનું ઇકોમર્સ છે.બ્લેક ફ્રાઇડેમાં શોપિંગ ડિસ્કાઉન્ટ વગેરેનું પ્રલોભન જોવા મળતું હતું ંજે આજે ઇ કોમર્સ પણ આપી રહ્યું છે. ૧૯૮૦ના દાયકામાં કોઇએ ક્યારેય ઇ કોમર્સની કલ્પના પણ નહોતી કરી. ૨૦૧૪ દરમ્યાન ઇ કોમર્સ ઘેર ઘેર જાણીતું બનતા બ્લેક ફ્રાઇડે સાયબર મન્ડે તરીકે જાણીતો થવા લાગ્યો હતો. ભારતમાં સામાન્ય રીતે સ્થાનિક ઉત્સવો જેવાં કે દિવાળી સેલ, નવરાત્રી સેલ વગેરેમાં ઇ કોમર્સ મારફતે યોજાતા વિકલી સેલમાં લોકો ખરીદી કરતા હોય છે. માટે બ્લેક ફ્રાઇડે આપણા માટે નવો ના હોઇ શકે પણ સસ્તા ભાવે મળતી ચીજો માટે લોકો આવા ફેસ્ટિવલની રાહ જોતા હોય છે. 

ઇ કોમર્સવાળા માને છે કે ૨૬ થી ૨૯ નવેમ્બર દરમ્યાન તમામ કેટેગરીની ચીજોની ધૂમ ખરીદી ઓનલાઇન જોવા મળશે. ભારતનું ઇ કોમર્સ શોપિંગ કેલેન્ડર ભલે અલગ હોય પણ વેચાણ કરનારાઓ માટે સ્કાય ઇઝ લિમિટ જેવું છે. 

એક અહેવાલ અનુસાર એમેઝોન ઇન્ડિયા તેના ૭૦,૦૦૦ જેટલા નાના મોટા એક્સપોર્ટર દ્વારા મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ  બ્લેક ફ્રાઇડેના દિવસોમાં વેચશે. આગામી ફેસ્ટિવલ માટે ૫૨,૦૦૦ જેટલી નવી પ્રોડક્ટ મુકાશે એમ મનાય છે. આ સેલ થેંક્સ ગિવીંગ ડેના દિવસથીજ શરૂ થઇ જશે જે ૨૯મી સુધી ચાલશે.

ઇન્ટરનેટ પર તેનો ઉલ્લેખ BFCM સેલ તરીકે થાય છે એટલેકે બ્લેક ફ્રાઇડે એન્ડ સાયબર મન્ડે સેલ. ભારતના દિવાળી  ઉત્સવો પછી આવતા આ સેલના કારણે ઓન લાઇન વેચાણ કરનારાઓને ગ્રાહકો સતત મળતા રહે છે. 

ભારતના સેલર્સ માટે બ્લેક ફ્રાઇડે જેવા સેલ ગોલ્ડન ચાન્સ સમાન હોય છે. જેમાં કિચન,ટોયઝ, તૈયાર કપડાં, આરોગ્ય વિષયક ચીજો,ઓફિસ પ્રોડક્ટ વગેરેનું વેચાણ મોટા પાયે થતું જોવા મળે છે. 

ભારતના એક્સપોર્ટર માટે એમેઝોન ઓનલાઇન સવલતો પુરી પાડે છે અને સારું વેચાણ મેળવી શકે છે. ઓનલાઇન જાહેરખબરનો વિકલ્પ પણ વેચાણ કરનારાઓને મળતો હોય છે. ભારતના MSMEs યુનિટોને વિશ્વના તખ્તા પર એમેઝોન જેવી વૈશ્વિક કંપનીઓ લાવી શકે છે.

ભારતની નાની કંપનીઓ પણ એમેઝોન સહિતના કેટલાક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની પ્રોડક્ટ વેચી શકતી હોય છે. બ્લેક ફ્રાઇડેનું સેલ આ વખતે ભારતની કંપનીઓ માટે પણ લાભદાયી બની રહેશે.

 જાન્યુઆરી ૨૦૨૦માં એમેઝોને ભારતને ત્રણ મુદ્દે ખાતરી આપી હતી કે ભારતના ૧૦ મિલીયન જેટલા MSMEs ને ડિજીટલી સક્ષમ બનાવશે, ૨૦૨૫ સુધીમાં ૧૦ અબજ અમેરિકી ડોલરનું એક્સપોર્ટ કરી બતાવશે અને ૧૦ લાખ લોકોને રોજગારી આપશે. એમ લાગે છે કે બ્લેક ફ્રાઇડે જેવા સેલ ભારતીય કંપનીઓ માટે ગોલ્ડન ચાન્સ લઇને આવ્યા છે.

Gujarat