For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતનો પહેલો સ્પેસ ટુરીસ્ટ ગોપીચંદ મૂળ વિજયવાડાનો

Updated: Apr 16th, 2024

ભારતનો પહેલો સ્પેસ ટુરીસ્ટ ગોપીચંદ મૂળ વિજયવાડાનો

- જેફ બિસોઝની બ્લ્યુ ઓરિજીન કંપનીનું સ્પેસ ટુરીઝમ 

- પ્રસંગપટ

- નાસાએ ભૂતકાળમાં સ્પેસ ટુરીઝમનો વિરોધ કર્યો હતો, પરંતુ લોકોમાં સ્પેસ ટુરીઝમ માટેની માંગ વધતાં ઝૂકવું પડયું  છે

ભારતના પહેલા સ્પેસ ટુરીસ્ટ તરીકે ગોપીચંદ થોટાકુરાનું નામ ગાજતું થયું છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને ગોપીચંદે સાર્થક કરી બતાવી છે. એમનું હુલામણું નામ ગોપી છે. એમણે કહ્યું છે કે હં ુનાનો હતો ત્યારથી મને સ્પેસમાં જવાની ખ્વાહિશ હતી. બાળકો નાનાં હોય ત્યારે એન્જિનીયર કે ડોક્ટર બનવાના સપનાં જોતાં હોય છે, પરંતુ ગોપીને કોઇ પૂછતું કે તું મોટો થઇને શું બનીશ, તો એ તરત કહેતોઃ અવકાશયાત્રી! પાઇલટ ને બદલે સ્પેસમેન સાંભળીને પૂછનારને પણ નવાઈ લાગતી, કેમ કે અવકાશયાત્રી બનવું કંઈ સહેલું નથી. 

ક્રમશઃ સ્પેસ ટુરીઝમની શરૂઆત થઇ રહી છે. પહેલાં છ માણસો સ્પેસ ટુરિસ્ટ બનીને અવકાશમાં જઇ રહ્યા છે તેમાં એક ભારતીય છે - ગોપીચંદ. આ છ વ્યક્તિઓને સ્પેસ ટુરીસ્ટ તરીકે અવકાશમાં લઇ જનાર કંપની અમેઝોનવાળા જેફ બિસોઝની બ્લ્યૂ ઓરિજીન છે. 

સ્પેસ ટુરીઝમ કંઈ આસાન નથી. તે બહુ ખર્ચાળ છે. વળી, સ્પેસમાં જતાં પહેલાં વિશેષ તાલીમ લેવાની હોય છે. પૃથ્વી પર કોઈ ટુરિસ્ટ સ્પોટ પહોંચવું અને સ્પેસ ટુરિસ્ટ બનવું - આ બન્નેમાં શબ્દશઃ આસમાન-જમીનનો ફર્ક છે!

૩૧ સંભવિત સ્પેસ ટુરિસ્ટ્સમાંથી અન્ય પાંચ સાથે ગોપીચંદનું નામ પસંદ કરાયું હતું. ગોપીચંદે એમ્બ્રી-રીડલ એરોનોટિકલ યનિવર્સિટીમાંથી એેરોનેટિકલ સાયન્સની બેચરલ ડિગ્રી  મેળવી છે. તેઓ પાઇલટ પણ છે. આ છ પ્રવાસીઓ પૃથ્વીના વાતાવરણને વટાવીને અવકાશ ભણી પ્રવાસ કરશે. તેઓ પૃથ્વીનું વાતાવરણ અને આઉટર સ્પેસની કર્મન લાઇનની નીચે ટુર કરશે.  

યુરોપીયન સ્પેસ એજન્સી, સોવિયેત ઇન્ટર કોસમોસ પ્રોગ્રામ વગેરે સ્પેસ ટુરીઝમના પ્રોગ્રામમાં વ્યસ્ત છે. ઇતિહાસ પર નજર કરીએ તો સરકાર સાથે નહીં સંકળાયેલો પહેલો અવકાશયાત્રી ચાર્લ્સ ડી. વોકર  હતા, જેમણે ૧૯૮૪માં અવકાશયાત્રા કરી હતી. તે વખતે ૭૪ સ્પેસ પ્રવાસી બેસી શકે અને ત્રણ દિવસ સ્પેસમાં રહી શકે તેવું શટલ સ્પેસ હેબીટેશન કેપ્સ્યુલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. બીજા એક શટલમાં  છ સેક્શન બનાવાયા હતા, જેમાં ચાલકો ઉપરાંત ૩૨ પ્રવાસીઓ સમાઈ શકતા હતા. 

૧૯૮૫માં  નેશનલ સ્પેસ સોસાયટીએ કહ્યું હતું કે સ્પેસ ટુરીસ્ટને સબસીડી વગરનો ખર્ચ દોઢ મિલીયન ડોલર જેટલો થશે. આજે આ રકમ આભને આંબી ચૂકી હશે તે સમજી શકાય છે. તે વખતે ૧૭૦૦ જેટલા પત્રકારોએ પણ સ્પેસ પ્રોગ્રામ માટે એપ્લાય કર્યું હતું. 

લોકો સ્પેસ ટુરીઝમને આાસાન સમજતા હતા, તેથી જ તો સ્પેસમાં જવા માટે બુકિંગની લાંબી લાઇનો લાગતી હતી. જોકે નાસાના વહીવટકારોએ સ્પેસ ટુરીઝમનો વિરોધ કર્યો હતો, પરંતુ લોકોમાં સ્પેસ ટુરીઝમ માટેની માંગ વધતાં નાસાએ ઝૂકવું પડયું છે.

જેફ બિસોઝના શજી-૨૫ સ્પેસ મિશનમાં એડ ડ્વિટ નામ એવું છે કે જે પ્રથમ અશ્વેત અવકાશયાત્રી તરીકેની ઓળખ ધરાવે છે. એરોસ્પેસ રીસર્ચ પાઇલોટ સ્કૂલમાંથી અમેરિકાના તત્કાલીન પ્રેસિડન્ટ જ્હોન એફ. કેનેડીએ તેમને પસંદ કર્યો હતો. 

ભારતના પહેલા અવકાશયાત્રી તરીકે ૧૯૮૪માં રાકેશ શર્માનું નામ અમર થઈ ગયું છે, અને હવે પ્રાઇવેટ સ્પેસ ટુરીસ્ટ તરીકે ગોપીચંદનુ નામ નોંધાયું છે.

 ગોપીચંદે વિમાન ઉપરાંત ગ્લાઇડર, બલૂન, સી-પ્લેન વગેરે પર હાથ અજમાવેલો છે. ગોપીચંદે ભણતરની શરૂઆત બેંગલુરૂની કલા બિરલા એેકેડેમીથી શરૂઆત કરી હતી. ગોપીચંદ મૂળ વિજયવાડાના છે. તેલુગુ કોમ્યુનિટીમાં ગોપીચંદ પહેલા સ્પેસ ટુરીસ્ટ તરીકે નામના મેળવી રહ્યા છે. 

અન્ય પાંચ સ્પેસ યાત્રીઓમાં મેસન એન્ડલ, સાયલવીન ચીરોન, એડ ડ્વિઇટ , કેન હેસને અને કેરોન શેલસનો સમાવેશ થાય છે. આઠ વર્ષના હતા ત્યારથી ગોપીચંદ અવકાશમાં જવાનું જોઈ રહ્યા હતા. હવે તેમનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે.

Gujarat