Patan

પાટણમાં હિટ એન્ડ રન, મિની ટ્રકની અડફેટે બે પદયાત્રીના મોત, 4ની હાલત ગંભીર

By GS Team
12 Nov 20261 min read
TukuTouch Logo
પાટણના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામ નજીક એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. બીજ ભરવા પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓના સંઘને પૂરપાટ ઝડપે આવતી મીની ટ્રકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 પદયાત્રીઓના મોત થયા હતા અને 4 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ચાલકને સ્થાનિકોએ પીછો કરી વરૂ ગામ પાસેથી ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

પાટણમાં હિટ એન્ડ રન, મિની ટ્રકની અડફેટે બે પદયાત્રીના મોત, 4ની હાલત ગંભીર
AI IMAGE

Patan Hit and Run : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં એક 'હિટ એન્ડ રન'ની ઘટના સામે આવી છે. જંગરાલ ગામ નજીક બીજ ભરવા માટે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓના સંઘને એક પૂરપાટ ઝડપે આવતી મીની ટ્રકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 પદયાત્રીઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર પદયાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

બીજ ભરવા જઈ રહેલા પદયાત્રીઓને નડ્યો અકસ્માત

ઘટના અંગે મળતી માહિતી મુજબ, પદયાત્રીઓ શ્રદ્ધાપૂર્વક બીજ ભરવા જઈ રહ્યા હતા ત્યારે જંગરાલ ગામ પાસે કાળ બનીને આવેલા મીની ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને પદયાત્રીઓને કચડી નાખ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને ટ્રક ચાલક ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ, અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ચારેય પદયાત્રીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફરાર ચાલકને સ્થાનિકોએ પીછો કરી ઝડપી પાડ્યો

અકસ્માત કરી ભાગી છૂટેલા ટ્રક ચાલકને પકડવા માટે સ્થાનિક યુવાનોએ હિંમત દાખવી તેનો પીછો કર્યો હતો અને આખરે વરૂ ગામ પાસેથી ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.