Gujarat

પાટણમાં ચાર આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા

By GS Team
26 Dec 20181 min read
This article was originally published on 26 Dec 2018
પાટણમાં ચાર આરોપીઓના વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા

પાટણ, તા.25 ડિસેમ્બર 2018, મંગળવાર

પાટણના ચકચારી લકઝુરીયસ વાહન ચોરી કૌંભાડના રીમાન્ડ પર રહેલા ચાર આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે પોલીસ દ્વારા નવ દિવસના રીમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે ચારે આરોપીઓના વધુ ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. 

દેશ વ્યાપી કારચોરી કૌંભાડના આરોપીઓ મુકેશ શ્રીમાળી, કમલેશજી ઠાકોર, તોફીકહુસેન મનસુરી અને સુખવેન્દ્રસિહ જાડેજાએ વધુ 116 લકજુરીયસ ગાડીઓ ચોરી વેચી હોવાની કબુલાત કરતા કોર્ટે અગાઉ ર૪ ડીસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા જે ગતરોજ પૂર્ણ થતા ચારે આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. 

 પોલીસ વતી સરકારી વકીલે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી કે, ચારે આરોપીઓએ કબુલેલા ૧૬ વાહનો પૈકી ત્રણ વાહનો જ જપ્ત કરવામાં આવ્યા છે. હજુ 13 બાકી છે.

ખરીદનારાઓના ટુંકા નામ આપ્યા હોઈ તેઓનો સંપર્ક થઈ શકયો નથી. તેમજ આ કૌંભાડમાં આર.ટી.ઓ. અધિકારીઓની સંડોવણી છે કે નહી? તેની તપાસ બાકી છે જેવા સાત જેટલા મુદ્દાઓ રજુ કરી આરોપીઓના વધુ નવ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. જે દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે વધુ ત્રણ દિવસના ચારે આરોપીઓના રીમાન્ડ મંજુર કર્યા હતા.