પંચમહાલઃ વેપારીને 3 દિવસ ગોંધી રાખી ઢોર માર માર્યાનો આરોપ, પીડિતની નિષ્પક્ષ તપાસની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News : પંચહાલના ગોધરામાં લાકડાના એક વેપારીને 3 દિવસ સુધી ગોંધી રાખી ઢોર માર મારી અત્યાચાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથક અને સ્થાનિક વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.
3 દિવસ ગોંધી રાખી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ
ગોધરાના એક સ્થાનિક લાકડાના વેપારી સાથે કોઈ અગમ્ય કારણોસર આ કૃત્ય આચરવામાં આવ્યું હોવાના પ્રાથમિક અહેવાલો છે. પીડિત વેપારીને સતત 3 દિવસ સુધી એક અજ્ઞાત અથવા બંધ જગ્યાએ ગોંધી રાખવામાં આવ્યો હતો અને તે દરમિયાન તેને શારીરિક-માનસિક ત્રાસ આપી ગંભીર માર મારવામાં આવ્યો હોવાનો પરિવારે તથા ભોગ બનનારે આક્ષેપ કર્યો છે.
આ મામલે પીડિત અને તેના પરિજન દ્વારા જવાબદારો સામે નિષ્પક્ષ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે. તાજેતરની ઘટનાને પગલે પોલીસ ફરિયાદ અને તપાસની સત્તાવાર વિગત ટૂંક સમયમાં સામે આવી શકે છે.




