પંચમહાલ: પાનમ ડેમમાં પાણીનો જથ્થો ઘટીને 55.58% થયો, ઓછા વરસાદના કારણે જળસંગ્રહ ઘટતાં ખેડૂતો ચિંતિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Panam Dam Water Level Drops : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમમાં હાલ પાણીનો જથ્થો ઘટીને માત્ર 55.58 ટકા જ બચ્યો છે. ડેમનું લેવલ હાલ 122.90 મીટર નોંધાયું છે. આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થવાના કારણે ડેમમાં પાણીની આવક ઓછી થઈ છે, જેના કારણે જળસંગ્રહ ચિંતાજનક રીતે ઘટ્યો છે અને તંત્ર ઍલર્ટ પર આવ્યું છે.
પાનમ ડેમમાં પાણીનો જથ્થો ઘટીને 55.58% થયો
ખેડૂતોના ડાંગર સહિતના પાકને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. પાનમની મુખ્ય કેનાલમાં 100 ક્યુસેક અને પાનમ હાઇ લેવલ કેનાલમાં 170 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે તબક્કાવાર માંગણી મુજબ આગામી 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. પાણીનો જથ્થો ઓછો હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણી અને રવિ સિઝનના પાક માટે સિંચાઈના પાણીની સમસ્યા સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
પાનમ ડેમમાં પાણીની સપાટીની સ્થિતિ
- હાલ માત્ર 55.58% જળસંગ્રહ બચ્યો, તંત્ર ઍલર્ટ પર
- ડેમ લેવલ-આજ(31 ઑક્ટોબર)ની સ્થિતિ: 122.90 મીટર




