VIDEO| પંચમહાલ: ગોધરામાં ₹1 કરોડની વીજચોરી પકડાઈ, MGVCLના મેગા સર્ચ ઓપરેશનમાં 91 મકાનમાલિકો સામે કાર્યવાહી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Godhra MGVCL Mega Power Checking Operation: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ(MGVCL) દ્વારા 30 સપ્ટેમ્બરે વહેલી સવારે મેગા વીજ ચેકિંગ ડ્રાઇવ કરી હતી. સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયેલા આ સંયુક્ત ઓપરેશન દરમિયાન અંદાજે રૂ.1 કરોડની વીજચોરી પકડાઈ છે. ગોધરાના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં MGVCLની 55 જેટલી અલગ-અલગ ટીમ બનાવીને વહેલી સવારથી જ સઘન તપાસ શરૂ કરી હતી.
ગોધરામાં ₹1 કરોડની વીજચોરી પકડાઈ
MGVCLની ટીમોએ સિંગલ ફળિયા, સાતપુલ, ચુચલા પ્લોટ, પોલન બજાર સહિતના વિસ્તારોના કુલ 1,997 જેટલા વીજ કનેક્શનોની તપાસ કરી હતી. જેમાં તપાસ દરમિયાન કુલ 91 વીજ કનેક્શનોમાં વીજચોરી ઝડપાઈ છે.
ચેકિંગ દરમિયાન કેટલાક ગ્રાહકો અને વીજ ટીમ વચ્ચે રકઝક
ચેકિંગ કાર્યવાહી દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજ ગ્રાહકો અને MGVCLની ટીમ વચ્ચે રકઝક થઈ હોવાનું જણાય છે. જો કે, સ્થાનિક પોલીસની સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો અને કામગીરી આગળ ધપાવી હતી. જેમાં વીજચોરીમાં પકડાયેલા તમામ 91 વીજ ગ્રાહકો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




