અમેરિકામાં ભારતીય જ્વેલર્સને ત્યાં ત્રીજી વખત લૂંટ, ધોળા દિવસે લાખો ડૉલરના દાગીના ચોરાયા
US Crime News: અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત 'વિરાણી જ્વેલર્સ' ફરી એકવાર લૂંટની ઘટના બની છે. અમેરિકામાં આવેલો 'વિરાણી જ્વેલર્સ' એક ભારતીય શો રૂમ છે. શનિવારે (7 જૂન) બપોરે લૂંટારુઓએ ગણતરીની મિનિટોમાં ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. ન્યૂ જર્સીના ઓક્ટ્રી ઓડ પર 15 વધુ જ્વેલર્સના શો રૂમ આવેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત વિરાણી જ્વેલર્સના શો રૂમમાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે. ન્યૂ જર્સીના ઓક્ટ્રી રોડ પર આવેલા વિરાણી જ્વેલર્સ શો રૂમમાં શનિવારે (7 જૂન) બપોરે 12:15 કલાકે લૂંટારુઓ કાળા રંગની કાર લઇને આવ્યા હતા. લૂંટારાઓ શો રૂમમાં તોડફોડ કરી રીતસરનો આતંક મચાવ્યો હતો. ત્યારબાદ તમામ લાખો ડૉલરના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બાઇક પર જતાં 3 યુવકના ટ્રકની અડફેટે કરુણ મોત
ઉલ્લેખનીય છે કે આ પહેલાં 12 જૂન 2022 માં વિરાણી જ્વેલર્સમાં નકાબધારી લૂંટારુએ ભારતીય શો રૂમને ટાર્ગેટ બનાવી લૂંટ મચાવી હતી. ગણતરીની મિનિટોમાં લાખો ડૉલરના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. લૂંટારાઓએ નકાબ પહેર્યું હોવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી. લૂંટ દરમિયાન હાજર કર્મચારીઓને કોઇ નુકસાન પહોંચાડ્યું ન હતું. જોકે શો રૂમમાં લગાવેલા સીસીટીવીમાં આ સમગ્ર ઘટના કેદ થઇ હતી.
જોકે ચોંકાવનારી બાબત એ છે કે જૂન 2022માં બનેલી ઘટનાનો એકપણ આરોપી પકડાયો ન હતો. પોલીસ આ અપરાધીઓને પકડે તે પહેલાં ફરી એકવાર શનિવારે (7 જૂને) લૂંટની ઘટના સામે આવી છે.
ન્યૂ યોર્કના ક્વીન્સમાં વિરાણી જ્વેલર્સમાં અગાઉની થઇ હતી લૂંટ
અગાઉ 31 ઓક્ટોબર, 2013ના રોજ પણ ન્યૂ યોર્કના ક્વીન્સના જેક્સન હાઇટ્સમાં આવેલા વિરાણી જ્વેલર્સને ટાર્ગેટ બનાવી લૂંટ કરાઈ હતી. એક શંકાસ્પદ વ્યક્તિએ હેલોવીન માસ્ક પહેર્યું હતું અને તેની પાસે બંદૂક પણ હતી. આ કારણસર કર્મચારીને તિજોરી ખોલવાની ફરજ પડી હતી. બાદમાં લૂંટારુઓ લાખો ડૉલરની રકમના દાગીના લઈને ભાગી ગયા હતા.