ફ્લોરિડામાં રહેતી ગુજરાતી મહિલાઓએ ગુજરાતી નવા વર્ષની ભવ્ય ઊજવણી કરી

ફ્લોરિડા,તા.7 નવેમ્બર 2022,સોમવાર

ભારતમાં ધનતેરસથી શરૂ થતાં દિવાળીના તહેવારોની ઉજવણીનો માહોલ કારતક મહિનાની પૂનમ સુધી ચાલતો હોય છે. અત્યારે, ભારતમાં પંચમ, ગોપષ્ટમી, તુલસી વિવાહ, દેવ દિવાળી જેવા દિવસોની ઊજવણી ચાલી રહી છે. ત્યારે માત્ર ભારતમાં રહેતા ભારતીયો જ નહીં કેનેડા, અમેરિકા સહિત અન્ય કેટલાય દેશોમાં વસતા ભારતીયો પણ હજી ઊજવણીના મૂડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં, અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલ ટાઇટસવીલે શહેરમાં રહેતા હેમાક્ષી અશ્વિનભાઈ પટેલે પોતાના ઘરે પોતાની બહેનપણી રેખાબેન, નેહાબેન, મીનાક્ષીબેન સહિત કેટલીક અન્ય બહેનપણીઓને બોલાવી, પાર્ટી યોજી દિવાળી તથા ગુજરાતી નૂતન વર્ષની ધૂમધામથી ઊજવણી કરી હતી.

નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.

સંપર્ક: gsns.global@gmail.com

Mo.No. 918799236060

City News

Sports

RECENT NEWS