વિઝા અંકુશ : મોટાપાયે અમેરિકનોને નોકરી, વિદેશીઓને પાણીચૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મિડટર્મ ચૂંટણી ટાણે ટ્રમ્પનો અમેરિકી મતદારોને લોલીપોપ આપવા
- અમેરિકામાં કામ કરતા હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સને નોકરી માટે H-1B વિઝા કામ આવે છે, જ્યારે ગ્રીન કાર્ડ દ્વારા અમેરિકામાં કાયમી રહેઠાણ મેળવવા માટે એક અલગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે : આ કેટેગરી PERMનું આખું નામ પ્રોગ્રામ ઇલેક્ટ્રોનિક રિવ્યુ મેનેજમેન્ટ છે. આ અમેરિકન શ્રમ વિભાગની એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા કોઈ કંપની ચોક્કસ કાયમી પદો પર વિદેશી કર્મચારીને સ્પોન્સર કરતાં પહેલાં એ પ્રમાણિત કરે છે કે તેણે અમેરિકન શ્રમ બજાર સાથે જોડાયેલા જરૂરી નિયમોનું પાલન કર્યું છે : અમેરિકી અધિકારી સોંડલલિંગે પણ દાવો કર્યો છે કે, ૨૦૦૯થી આ કંપનીઓએ લગભગ ૩૦ લાખ વિદેશી કામદારો માટે વિનંતી મોકલી છે. તેમને તેમાથી ૨,૩૦,૦૦૦થી વધારે એ-૧બી વિઝા માટે મંજૂરી મળી છે અને એક લાખથી પણ વધુ પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન્સ મળ્યા છે. આમ અમેરિકન કામદારો પાસેથી હજારો નોકરીઓ લઈ લેવાઈ છે
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને તેમના તંત્રની ભારતીયો સામેની કિન્નાખોરી હવે છેક ભારતીય કંપનીઓ સુધી લંબાઈ છે. એચ-૧બી વિઝા ફ્રોડનું બહાનું આપીને ટ્રમ્પ તંત્રએ આઠ અગ્રણી સોફ્ટવેર કંપનીઓને અમેરિકન ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી રીતસરની હાંકી કાઢી છે. આ કંપનીઓમાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ઇન્ફોસિસ્ટમ્સ, કોગ્નિઝન્ટ, કેપજેમિની અને માઇક્રોસોફ્ટ, એડોબનો સમાવેશ થાય છે. હવે આ કંપનીઓ પર ટ્રમ્પ તંત્રએ વિઝા ફ્રોડનો આરોપ મૂક્યો છે. મિડ ટર્મ ચૂંટણી જીતવા માટે હવાતિયા મારી રહેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પે દેશમાં બેરોજગારી માઝા મૂકી રહી છે ત્યારે પોતાને અમેરિકનોને રોજગારીની કેટલી ચિંતા છે તે બતાવવા માટે ભારતીય સોફ્ટવેર કંપનીઓ સહિત અમેરિકન કંપનીઓને પણ નિશાના પર લીધી છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ તંત્રએ માંડ બે એક દિવસ પહેલાં જ વિઝા નિયમોનો ભંગ કરનારી કંપનીઓને અઢી લાખ ડોલર સુધીનો દંડ ફટકારવાની જાહેરાત કરી હતી. હવે આ આઠેય કંપનીઓને વિઝા ફ્રોડના આરોપમાં એચ-વનબી કાર્યક્રમમાંથી જ હાંકી કાઢી છે.
જાણકારોના મતે, ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે આ પગલાનો હેતુ અમેરિકન કર્મચારીઓની નોકરીઓનું રક્ષણ કરવાનો અને વિદેશી કર્મચારીઓ સાથે સંકળાયેલી ઇમિગ્રેશન યોજનાઓના કથિત દુરુપયોગની તપાસ કરવાનો છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે માઇક્રોસોફ્ટ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે કંપનીએ ગયા વર્ષે ૬,૦૦૦ અમેરિકન કર્મચારીઓની છટણી કરી હતી, જ્યારે તેને ૬,૩૦૦ H-1B વિઝા અને લગભગ ૩,૦૦૦ ગ્રીન કાર્ડનો લાભ મળ્યો હતો. વેન્સે કંપની પર ઇમિગ્રેશન વ્યવસ્થાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. માઇક્રોસોફ્ટે આ આરોપો સામે વાંધો ઉઠાવ્યો હતો. કંપનીના જણાવ્યા અનુસાર, પાછલા નાણાકીય વર્ષમાં તેની લગભગ ૮૦ ટકા H-1B અરજીઓ અગાઉથી કામ કરી રહેલા કર્મચારીઓના વિઝા લંબાવવા અથવા તેમના દરજ્જામાં ફેરફાર સાથે જોડાયેલી હતી, નહીં કે નવા કર્મચારીઓની ભરતી સાથે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સમાન કામ કરતા H-1B કર્મચારીઓને અન્ય કર્મચારીઓ જેટલું જ વેતન ચૂકવવામાં આવે છે.
અમેરિકી અધિકારી સોંડલલિંગે પણ દાવો કર્યો છે કે, ૨૦૦૯થી આ કંપનીઓએ લગભગ ૩૦ લાખ વિદેશી કામદારો માટે વિનંતી મોકલી છે. તેમને તેમાથી ૨,૩૦,૦૦૦થી વધારે એ-૧બી વિઝા માટે મંજૂરી મળી છે અને એક લાખથી પણ વધુ પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન્સ મળ્યા છે. આમ અમેરિકન કામદારો પાસેથી હજારો નોકરીઓ લઈ લેવાઈ છે. તેના પછી વાન્સે જણાવ્યું હતું કે આ રીતે સિસ્ટમને દૂરુપયોગ કરવામાં જો અમેરિકાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ હશે તો તેને પણ નહી છોડાય. તેની સાથે તેમણે યેલ, હાર્વર્ડ, સ્ટેન્ફોર્ડ અને કેલટેક જેવી યુનિવર્સિટીઓએ વિદેશીઓને અમેરિકામાં અભ્યાસ માટે પ્રવેશવા દેવાના જે-૧ પ્રોગ્રામનો કેટલો દૂરુપયોગ કર્યો છે તેની ચકાસણી કરવાની પણ જાહેરાત કરી હતી.
અમેરિકામાં કામ કરતા હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે ત્યાં નોકરી કરવી અને કાયમી વસવાટ કરવો એ બે અલગ-અલગ બાબતો છે. નોકરી માટે H-1B વિઝા કામ આવે છે, જ્યારે ગ્રીન કાર્ડ દ્વારા અમેરિકામાં કાયમી રહેઠાણ મેળવવા માટે એક અલગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે આઠ મોટી ટેક કંપનીઓ માટે ગ્રીન કાર્ડ પ્રક્રિયાના એક મહત્વપૂર્ણ તબક્કા પર પ્રતિબંધ મુકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ૮ ઑક્ટોબરે PERM નામની રોજગાર પ્રમાણીકરણ પ્રક્રિયા હેઠળ આ કંપનીઓ સાથે જોડાયેલી નવી અરજીઓ સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી તથા બાકી રહેલી અરજીઓ પરની કાર્યવાહી રોકવાની જાહેરાત કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે પણ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે PERM અને H-1B અલગ-અલગ કાર્યક્રમો છે. આ નિર્ણયથી વર્તમાન H-1B વિઝા આપોઆપ રદ થતા નથી. જોકે, જે કર્મચારીઓનો ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ આ પ્રક્રિયા પર નિર્ભર છે, તેમની કાયમી રહેઠાણની યોજનાઓ પ્રભાવિત થઈ શકે છે.
સૌથી પહેલાં તો આ સમગ્ર પ્રક્રિયાઓ વિશે સમજવું પડશે. હવે H-1B એ અમેરિકામાં વિદેશી પ્રોફેશનલ્સને અસ્થાયી રૂપે કામ કરવાની મંજૂરી આપતો વિઝા છે. તેના હેઠળ અમેરિકન કંપનીઓ એવી જગ્યાઓ માટે અન્ય દેશોના લાયક કર્મચારીઓની નિમણૂક કરી શકે છે, જેમાં વિશેષ જ્ઞાન અને સામાન્ય રીતે સંબંધિત વિષયમાં સ્નાતક કે તેની સમકક્ષ લાયકાત જરૂરી હોય છે. ટેક કંપનીઓ આ વિઝાનો ઉપયોગ સોફ્ટવેર એન્જિનિયર, ડેટા સાયન્ટિસ્ટ, સંશોધક અને અન્ય કુશળ પ્રોફેશનલ્સની નિમણૂક કરવા માટે કરે છે. આ પ્રક્રિયામાં અમેરિકન કંપનીએ કર્મચારી માટે અરજી કરવાની રહે છે. કંપનીએ વેતન અને કામકાજ સંબંધિત લાગુ નિયમોનું પણ પાલન કરવું પડે છે. અમેરિકા દ્વારા H-1B વિઝા સામાન્ય રીતે શરૂઆતના ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે.
સામાન્ય સંજોગોમાં તેને કુલ છ વર્ષ સુધી લંબાવી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં, ખાસ કરીને જ્યારે કર્મચારી ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં આગળ વધી ચૂક્યો હોય, ત્યારે નિર્ધારિત શરતો હેઠળ છ વર્ષથી વધુ સમય સુધી રહેવાની મંજૂરી પણ મળી શકે છે. પરંતુ H-1B વિઝાનો અર્થ અમેરિકામાં કાયમી રહેઠાણનો અધિકાર નથી. આ વિઝા પર કામ કરતી વ્યક્તિ કાનૂની રીતે નોકરી કરી શકે છે, પરંતુ કાયમી વસવાટ માટે તેણે અલગ ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. આ જ કારણ છે કે PERM પર મૂકાયેલા પ્રતિબંધ અને H-1B વિઝા પર મૂકાયેલા પ્રતિબંધને એકસમાન ન ગણવા જોઈએ. બંનેના હેતુઓ અલગ છે.
બીજી તરફ એ વિવાદને સમજીએ જેના કારણે કંપનીઓની મુશ્કેલી શરૂ થઈ છે. અથવા તો એમ પણ કહી શકાય કે, અમેરિકા દ્વારા કંપનીઓ માટે મુશ્કેલીઓ શરૂ કરવાં આવી છે. આ કેટેગરી PERMનું આખું નામ પ્રોગ્રામ ઇલેક્ટ્રોનિક રિવ્યુ મેનેજમેન્ટ છે. આ અમેરિકન શ્રમ વિભાગની એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા કોઈ કંપની ચોક્કસ કાયમી પદો પર વિદેશી કર્મચારીને સ્પોન્સર કરતાં પહેલાં એ પ્રમાણિત કરે છે કે તેણે અમેરિકન શ્રમ બજાર સાથે જોડાયેલા જરૂરી નિયમોનું પાલન કર્યું છે.
આ પ્રક્રિયામાં કંપનીએ સામાન્ય રીતે ભરતીના પ્રયાસો કરવા પડે છે. કંપનીએ એ દર્શાવવું પડે છે કે તે જગ્યા માટે પૂરતા પ્રમાણમાં લાયક, ઇચ્છુક અને ઉપલબ્ધ અમેરિકન કર્મચારીઓ મળ્યા નથી. સાથે જ, વિદેશી કર્મચારીની નિમણૂક કરવાથી સમાન કામ કરતા અમેરિકન કર્મચારીઓના વેતન અને કામકાજની સ્થિતિ પર પ્રતિકૂળ અસર ન પડવી જોઈએ. કંપની આ પ્રક્રિયા માટે ફોર્મ ETA-૯૦૮૯ સબમિટ કરે છે. અરજી મંજૂર થયા બાદ, તે સામાન્ય રીતે યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) સમક્ષ ફોર્મ I-૧૪૦ દ્વારા વિદેશી કર્મચારી માટે કાયમી રહેઠાણ સંબંધી પિટિશન દાખલ કરી શકે છે.
ખાસ વાત એ છે કે, તે પછી પણ ગ્રીન કાર્ડ તરત જ મળતું નથી. કર્મચારીએ સંબંધિત શ્રેણીની શરતો પૂરી કરવી પડે છે. જ્યાં જરૂરી હોય ત્યાં ઇમિગ્રન્ટ વિઝા ઉપલબ્ધ થવાની રાહ પણ જોવી પડી શકે છે. તેથી PERM એ ન તો વિઝા છે કે ન તો ગ્રીન કાર્ડ. તે રોજગાર આધારિત કાયમી રહેઠાણ મેળવવાની પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ તબક્કો છે.
ખાસ કરીને EB-૨ અને EB-૩ શ્રેણીઓની ઘણી અરજીઓમાં તેની જરૂર પડે છે. જોકે, દરેક ગ્રીન કાર્ડ અરજદાર માટે PERM ફરજિયાત નથી. તેમાંય EB-૧ ની કેટલીક શ્રેણીઓ અને EB-૨ના નેશનલ ઇન્ટરેસ્ટ વેવર (NIW) જેવા કેટલાક કિસ્સાઓમાં શ્રમ પ્રમાણીકરણની જરૂર પડતી નથી.
અમેરિકાના PERM અને H-1B વચ્ચે ઘણો તફાવત રહેલો છે
બંને કાર્યક્રમો વિદેશી પ્રોફેશનલ્સના અમેરિકામાં રહેવા અને કામ કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલા છે, પરંતુ તેમના હેતુઓ અલગ છે. પહેલા તફાવતની વાત કરીએ તો, H-1B વિઝા કોઈ લાયક વિદેશી પ્રોફેશનલને અમેરિકામાં અસ્થાયી રૂપે કામ કરવાની મંજૂરી આપે છે. જ્યારે PERM એ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવાના માર્ગમાં આવતી એક પ્રક્રિયા છે.
બીજી તરફ H-1B પિટિશન પર અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) નિર્ણય લે છે. જ્યારે અમેરિકન શ્રમ વિભાગ તેના હેઠળ વેતન અને શ્રમ શરતો સંબંધિત નિયમોનું નિરીક્ષણ કરે છે. આ ઉપરાંત PERM નું શ્રમ પ્રમાણીકરણ અમેરિકન શ્રમ વિભાગ સંભાળે છે.
અન્ય તફાવત જોઈએ તો, H-1B એ અસ્થાયી કામચલાઉ દરજ્જો છે, જેનો સમયગાળો અને વિસ્તરણ ચોક્કસ નિયમોને આધીન છે. તેવી જ રીતે PERM કોઈ ઇમિગ્રેશન દરજ્જો આપતું નથી; તે કાયમી રહેઠાણની પ્રક્રિયાનો માત્ર એક તબક્કો છે. આ ઉપરાંત ચોથો તફાવત સંકાળયેલો છે કંપનીની ભૂમિકા સાથે. જેમાં H-1B માટે કંપની કર્મચારીને સ્પોન્સર કરે છે. જો એ જ કંપની કર્મચારી માટે PERM દ્વારા ગ્રીન કાર્ડ પ્રક્રિયા શરૂ કરે છે, તો તેણે શ્રમ પ્રમાણીકરણ સાથે સંકળાયેલી તમામ શરતો પણ પૂર્ણ કરવી પડે છે. આ ઉપરાંત મોટો તફાવત જોઈએ તો, હાલનો પ્રતિબંધ આઠ નિયુક્ત કંપનીઓ સાથે જોડાયેલી PERM અરજીઓ પર છે. આનાથી તે કંપનીઓના કર્મચારીઓના વર્તમાન H-1B વિઝા આપોઆપ રદ થતા નથી. પરંતુ ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં રહેલા કર્મચારીઓને વિલંબ અથવા અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે. ટૂંકમાં કહીએ તો, H-1B એ અમેરિકામાં કામચલાઉ ધોરણે કામ કરવાનો માર્ગ છે, જ્યારે PERM રોજગાર આધારિત કાયમી રહેઠાણ મેળવવાની પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે.




