યુએસ ચૂંટણી : વેપારથી લઈને ઇમિગ્રેશન સુધી પરિવર્તન આવી શકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકામાં ટ્રમ્પનો પરાજય ભારત અને ભારતીયો માટે પણ નિર્ણાયક સાબિત થાય તેમ છે
- હાલમાં, રિપબ્લિકન પક્ષ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (નીચલા ગૃહ) અને યુએસ સેનેટ (ઉપલા ગૃહ) બંને પર નિયંત્રણ ધરાવે છે. યુએસ હાઉસમાં 'ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી' (રિપબ્લિકન્સ)ની બહુમતી પાતળી છે. અહીંયા ૨૧૮ બેઠકો સામે ડેમોક્રેટ્સ પાસે ૨૧૪ બેઠકો છે. તેવી જ રીતે, યુએસ સેનેટમાં રિપબ્લિકન્સ પાસે ૫૩-૪૭ની સરસાઈ છે : જાણકારો માને છે કે, આ મધ્યસત્ર ચૂંટણીમાં વિજય મેળવવો ડેમોક્રેટ્સ માટે આ એક મોટી સિદ્ધિ હશે. હાઉસ જીતવાથી ડેમોક્રેટ્સ ફેડરલ બજેટ અને શક્તિશાળી સમિતિઓના વડા બનશે, જેઓ ભ્રષ્ટાચારના આક્ષેપો અને કુખ્યાત સેક્સ ઓફેન્ડર જેફરી એપ્સટીન સાથે ટ્રમ્પના સંબંધો સહિતના સંવેદનશીલ વિષયોની તપાસ કરવા માટે સજ્જ થશે : ભારત સાથેના વેપાર, ભારતીયો અને અન્ય દેશોના લોકો માટેના ઈમિગ્રેશન તથા વેપાર, ઈરાન સાથેનું યુદ્ધ, પાકિસ્તાન સાથેના જોડાણો, ક્રિપ્ટોમાં રોકાણ અને વેપાર અને અન્ય વૈશ્વિક સમસ્યાઓમાં અમેરિકાની સ્થિતિ જેવા અત્યંત સંવેદનશિલ મુદ્દાઓ ઉપર રિપબ્લિકન્સનું જે વલણ છે તેમાં પરિવર્તન આવવાની શક્યતાઓ. જો રિપબ્લિકન્સ હારશે તો ટ્રમ્પ વીટો વાપરવાના મૂડમાં. જો પરાજય થશે તો તેઓ આગામી બે વર્ષ વધારે આકરા થશે તેવો જાણકારોનો મત
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીઓના પરિણામો આવતાની સાથે જ યુએસ કોંગ્રેસનું નવું માળખું ઘડશે તથા ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળના આગામી બે વર્ષની દિશા નક્કી કરશે. જાણકારનો મતે આ ચૂંટણીના જે પરિણામો આવે તે અમેરિકાને તો અસર કરવાના જ છે પણ સમગ્ર વિશ્વા ઉપર તેની અસર પડવાની છે. હાલમાં પણ અમેરિકાની જે સ્થિતિ છે તેની અસર સમગ્ર વિશ્વ ઉપર પડેલી જ છે અને હવે આ ચૂંટણીના પરિણામો તેમાં વ્યાપક ઉથલપાથલ લાવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને તેની પ્રજા તો આ ચૂંટણી મુદ્દે અસમંજસમાં છે જ પણ બીજી તરફ અમેરિકાથી હજારો માઇલ દૂર ભારત પણ આ ચૂંટણીઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કારણ કે યુએસ મધ્યસત્ર ચૂંટણીના પરિણામો યુએસ વેપાર, લ્લ-૧મ્ વિઝા તથા અન્ય ઇમિગ્રેશન અને વિદેશ નીતિ અંગે નવી અનિશ્ચિતતાઓ ઊભી કરી શકે છે.
હાલમાં, રિપબ્લિકન પક્ષ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (નીચલા ગૃહ) અને યુએસ સેનેટ (ઉપલા ગૃહ) બંને પર નિયંત્રણ ધરાવે છે. યુએસ હાઉસમાં 'ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી' (રિપબ્લિકન્સ)ની બહુમતી પાતળી છે. અહીંયા ૨૧૮ બેઠકો સામે ડેમોક્રેટ્સ પાસે ૨૧૪ બેઠકો છે. તેવી જ રીતે, યુએસ સેનેટમાં રિપબ્લિકન્સ પાસે ૫૩-૪૭ની સરસાઈ છે. રાજકીય વિશ્લેષકો દ્વારા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ૩ નવેમ્બરના મતદાનમાં ડેમોક્રેટ્સ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રિપબ્લિકન પાસેથી બહુમતી છીનવી લેશે તે લગભગ નિશ્ચિત છે. છ સેનેટ બેઠકોને રસાકસીભરી લડાઈમાં ફેરવી દીધા પછી ડેમોક્રેટ્સ સેનેટનું પરિણામ પણ પોતાની તરફેણમાં પલટી નાખે તેવી ઘણી મોટી શક્યતા જોવાઈ રહી છે.
હાલમાં ડેમોક્રેટ્સની જીત અને હાર બંને ઉપર જાતભાતના તર્ક કરવામાં આવી રહ્યા છે. જાણકારો માને છે કે, આ મધ્યસત્ર ચૂંટણીમાં વિજય મેળવવો ડેમોક્રેટ્સ માટે આ એક મોટી સિદ્ધિ હશે. હાઉસ જીતવાથી ડેમોક્રેટ્સ ફેડરલ બજેટ અને શક્તિશાળી સમિતિઓના વડા બનશે, જેઓ ભ્રષ્ટાચારના આક્ષેપો અને કુખ્યાત સેક્સ ઓફેન્ડર જેફરી એપ્સટીન સાથે ટ્રમ્પના સંબંધો સહિતના સંવેદનશીલ વિષયોની તપાસ કરવા માટે સજ્જ થશે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જ્યારે એક જ પક્ષ રાષ્ટ્રપતિ પદ અને કોંગ્રેસ બંને પર નિયંત્રણ ધરાવે છે, ત્યારે મહત્વાકાંક્ષી કાયદા સરળતાથી પસાર થઈ શકે છે. વધુમાં, જ્યારે એક પક્ષ સંસદીય સમિતિઓ ચલાવતો હોય, ત્યારે રાષ્ટ્રપતિ વહીવટીતંત્ર આવી સંસ્થાઓ દ્વારા થતી આકરી તપાસથી અમુક અંશે સુરક્ષિત રહે છે. જો ડેમોક્રેટ્સ એક અથવા બંને ગૃહો જીતે, તો ટ્રમ્પ માટે સત્તામાં આગામી બે વર્ષ વધુ મુશ્કેલ બની જશે. મધ્યસત્ર ચૂંટણીમાં વિજય સાથે જ ૨૦૨૮ની ચૂંટણીમાં તેમનું સ્થાન લેવા માટેની સ્પર્ધા પણ શરૂ થઈ જશે, જ્યારે અમેરિકા તેના આગામી રાષ્ટ્રપતિ માટે મતદાન કરશે.
ઉલ્લેખનીય છે કે, મધ્યસત્ર ચૂંટણીઓ માત્ર યુએસ કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરતી નથી, પરંતુ અમેરિકાના સાથી દેશો, ખાસ કરીને ભારત માટે પણ તેનું મોટું મહત્વ છે. આ પરિણામ ભારત માટે અગત્યનું છે કારણ કે સંસદીય નિર્ણયો અને યુએસ સરકારની નીતિઓ ભારતીય નિકાસ, અમેરિકામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને સીધી અસર કરી શકે છે. જે પાસા પર અસર થવાની શક્યતા છે તે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો છે. જો ડેમોક્રેટ્સ મધ્યસત્ર ચૂંટણી જીતે છે, તો અમુક ટેરિફની સમીક્ષા થઈ શકે છે અથવા ટેરિફ લાદવાની રાષ્ટ્રપતિની સત્તાઓને મર્યાદિત કરવાનો પ્રયાસ થઈ શકે છે. જોકે, કોઈ મોટા ફેરફારમાં અવરોધો આવી શકે છે, કારણ કે ટ્રમ્પ પાસે કાયદા પર વીટો વાપરવાની સત્તા છે અને ટેરિફ લાદવાની કેટલીક સ્વતંત્ર સત્તાઓ પણ રહેલી છે.
ભારત અને અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર કરારની વાત કરીએ તો, ડેમોક્રેટ્સની જીત વાટાઘાટોમાં ટ્રમ્પની સ્થિતિ નબળી પાડી શકે છે અને નવી દિલ્હીને ફાયદો કરાવી શકે છે. પરંતુ નિષ્ણાતો માને છે કે ડેમોક્રેટ્સની જીત પણ ભારતીય નિકાસકારોને તાત્કાલિક રાહત નહીં આપે. વિદેશ નીતિના નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો વેપાર કરારની વાટાઘાટો પર સીધી અસર નહીં કરે. આ મધ્યસત્ર ચૂંટણીના પરિણામો ભારત સાથે ચાલી રહેલા વેપાર કરારની વાટાઘાટોને સીધી અસર કરશે નહીં. જાણકારોએ એવું પણ સ્પષ્ટ કર્યું કે ટેરિફ પગલાં અને વેપાર મંત્રણા એ સંસદીય દેખરેખને બદલે વહીવટી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.
બીજી તરફ ઇમિગ્રેશન એવો વિષય છે જ્યાં યુએસ મધ્યસત્ર ચૂંટણીમાં સત્તાપલટો સૌથી વધુ અસર કરી શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્ર લ્લ-૧મ્ વિઝા કાર્યક્રમને વધુ કડક બનાવવા પર ભાર મૂકી રહ્યું છે. તે જ સમયે, મુખ્ય ભારતીય આઈટી કંપનીઓ અને માઈક્રોસોફ્ટ, ઈન્ફોસિસ તથા ટીસીએસ જેવા વૈશ્વિક ટેક જાયન્ટ્સને ગ્રીન કાર્ડ ફાઇલિંગમાં સસ્પેન્શન અથવા ગહન તપાસનો સામનો કરવો પડયો છે. હાઉસ અથવા સેનેટમાં ડેમોક્રેટિક બહુમતી ભાવિ ઇમિગ્રેશન કાયદા અને દેખરેખને પ્રભાવિત કરી શકે છે. સાંસદો નવા કડક નિયમોને કાયદો બનતા અટકાવી શકે છે અને પ્રતિબંધિત ઇમિગ્રેશન બિલને રોકી શકે છે. એક અહેવાલમાં નોંધ્યા મુજબ, ડેમોક્રેટિક વિજય કુશળ વિદેશી કામદારો પ્રત્યેના વલણ, વિઝા અમલીકરણ અને ગ્રીન-કાર્ડ અરજીઓ સહિત વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિઓની સંસદીય તપાસ વધારી શકે છે.
આ ઉપરાંત ઈરાન યુદ્ધ સૌથી મોટો મુદ્દો બનેલું છે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુએસ-ઈરાન યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી છે, જેમાં ભારત પણ બાકાત નથી. આ યુદ્ધે વૈશ્વિક શિપિંગને ખોરવી નાખ્યું છે અને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાના પ્રયાસમાં ઘણા ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે. જો ડેમોક્રેટ્સ મધ્યસત્ર ચૂંટણી જીતશે, તો યુદ્ધ તાત્કાલિક સમાપ્ત નહીં થાય. જોકે, ડેમોક્રેટ્સ લડાઈ રોકવા અથવા નવા નાણાકીય ભંડોળને મંજૂરી આપવાનો ઇનકાર કરવા માટેના પગલાં રજૂ કરી શકે છે. જાણકારો માને છે કે, આ એક એવું યુદ્ધ છે જે ડેમોક્રેટ્સમાં અત્યંત અપ્રિય છે. સ્પષ્ટ કહીએ તો સામાન્ય રીતે અમેરિકનોમાં પણ તે અપ્રિય છે. તેથી ડેમોક્રેટ્સનો વિજય આ યુદ્ધ ઉપર લગામ લગાવે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ ઉપરાંત કેટલાક જાણકારો એવું પણ કહે છે કે, ડેમોક્રેટ્સની જીત ઈરાન યુદ્ધનો માર્ગ બદલી શકે છે. આ ખૂબ મહત્વનું છે કારણ કે ટ્રમ્પ એકપક્ષીય રીતે યુદ્ધમાં ઉતર્યા હતા. બીજી તરફ મોટાભાગના અમેરિકન સાંસદોએ કહ્યું છે કે આ યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણનું ઉલ્લંઘન છે. છતાં, તેઓ આગળ વધ્યા કારણ કે તેમના પર ઇઝરાયલના વડાપ્રધાનનું ભારે દબાણ હતું. હવે જો તેઓ ગૃહો ગુમાવશે, તો લાગે છે કે કોઈપણ સૈન્ય કાર્યવાહી પહેલાં કોંગ્રેસમાં મતદાન થશે. આનાથી ઈરાનમાં યુદ્ધ ચલાવવાની તેમની પદ્ધતિ પર મોટી અસર પડશે.
આ સિવાય ટ્રમ્પના બીજા કાર્યકાળમાં તેઓ પાકિસ્તાનની અસાધારણ રીતે નજીક આવ્યા છે, જે નવી દિલ્હી માટે ચિંતાનો વિષય રહ્યો છે. જો ડેમોક્રેટ્સ ૩ નવેમ્બરની ચૂંટણી જીતે છે, તો ઇસ્લામાબાદ અને ટ્રમ્પ પરિવાર વચ્ચેના વહેવારો પર વધુ આકરી તપાસની અપેક્ષા રાખી શકાય છે. ડેમોક્રેટ્સ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે પાકિસ્તાનના વ્યવહારોની તપાસ કરવામાં રસ ધરાવે છે, જે નવી દિલ્હી માટે ચોક્કસપણે રસપ્રદ રહેશે. ટ્રમ્પ પરિવાર દ્વારા સત્તાવાર વહેવારોમાં ભ્રષ્ટાચાર, હિતોના સંઘર્ષ અને ગેરવર્તણૂકની તપાસ એ ડેમોક્રેટિક બહુમતી માટે સૌથી મોટો મુદ્દો હશે. પશ્ચિમ એશિયા અને રશિયામાં કુશનરના વ્યવહારો તથા ડોન જુનિયરના ક્રિપ્ટો સોદા એવા વિષયો છે જેને ડેમોક્રેટ્સ છોડશે નહીં. તેમાં પાકિસ્તાન એક અનિવાર્ય કડી છે અને તે ચોક્કસપણે તપાસના સકંજામાં આવશે.
અમેરિકી ચૂંટણીમાં ભારતીયોનો દબદબો, ૫૭ ઉમેદવારો મેદાનમાં
અમેરિકાના રાજકારણમાં આ વખતે ભારતીય મૂળના ઉમેદવારોની હાજરી વિશેષ ચર્ચામાં છે.
આ ચૂંટણીમાં ભારતીય મૂળના કુલ ૫૭ ઉમેદવારો વિવિધ પદો માટે પોતાનું નસીબ અજમાવશે. જેમાં ગવર્નર, સેનેટર, સાંસદથી માંડીને સ્થાનિક સંસ્થાઓના પદો સુધીના ઉમેદવારો સામેલ છે.
૨૨ રાજ્યોમાં ભારતીય મૂળના ૩૬ ઉમેદવારો રાજ્ય વિધાનસભાઓ માટે ચૂંટણી લડી રહ્યા છે, જેમાં કેલિફોર્નિયા, ઇલિનોય અને ન્યૂયોર્કમાં સૌથી વધુ ઉમેદવારો છે. ઓહાયોમાં ગવર્નર પદની ચૂંટણી લડી રહેલા વિવેક રામાસ્વામીથી લઈને લોસ એન્જલસમાં મેયર પદના દાવેદાર નિત્યા રમન સુધીના અનેક ચહેરાઓ મોટા ચૂંટણી મુકાબલાઓનો ભાગ બન્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ૫૭ ઉમેદવારોમાં એક ઉમેદવાર સેનેટ, ૧૧ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ, ત્રણ રાજ્યવ્યાપી પદો, ૩૬ રાજ્ય વિધાનમંડળો અને ૬ સ્થાનિક પદો માટે ચૂંટણી લડી રહ્યા છે.
કેટલીક બેઠકો પર ભારતીયોનો ભારતીયો સામે જ મુકાબલો જોવા મળી રહ્યો છે. ઓહાયોમાં રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીનો મુકાબલો ડેમોક્રેટિક ઉમેદવાર એમી એક્ટન સામે છે, જ્યારે લોસ એન્જલસમાં નિત્યા રમન વર્તમાન મેયર કરેન બાસને પડકારી રહ્યા છે.
આ બંને મુકાબલાઓ પર રાજકીય વિશ્લેષકો અને મતદારોની ચાંપતી નજર ટકેલી છે.
ન્યૂયોર્કમાં સરિતા કોમાટીરેડ્ડી એટર્ની જનરલ લેટિશિયા જેમ્સ સામે ચૂંટણી લડી રહ્યા છે, તો મેરીલેન્ડમાં લેફ્ટનન્ટ ગવર્નર અરૂણા મિલર ફરીથી વિજય મેળવવાના પ્રયાસમાં છે.
બીજી તરફ, મેસેચ્યુસેટ્સમાં શિવા અય્યાદુરઈ અપક્ષ ઉમેદવાર તરીકે સેનેટની ચૂંટણી લડી રહ્યા છે.
પ્રતિનિધિ સભાની ચૂંટણીમાં રો ખન્ના, અમી બેરા, પ્રમિલા જયપાલ અને સુહાસ સુબ્રમણ્યમ જેવા વર્તમાન સાંસદો પણ પોતાની બેઠક બચાવવા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે કેટલીક બેઠકો પર ભારતીય મૂળના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર પણ જોવા મળશે.




