News Focus

સમુદ્રનું પાણી સુકાતા પનામા નહેર બંધ થવાના આરે

By GS Team
18 Sep 20267 mins read
TukuTouch Logo
પનામા નહેર પર પાણીની અછતને કારણે સંકટ ઘેરાયું છે. 82 કિલોમીટર લાંબી આ નહેર એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડે છે. ઓછા વરસાદ અને દરરોજ 20 કરોડ લિટર મીઠા પાણીના વ્યયને કારણે જળસ્તર ઘટ્યું છે. આથી, દરરોજ પસાર થતા જહાજોની સંખ્યા 36થી ઘટાડીને 32 કરાઈ છે, જે ભવિષ્યમાં વધુ ઘટી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સમુદ્રનું પાણી સુકાતા પનામા નહેર બંધ થવાના આરે
  • પનામા કેનાલ 82 કિલોમીટર લાંબી છે. આમાંથી પસાર થતા ૭૦ ટકા જહાજો અમેરિકાથી આવે છે અથવા ત્યાં જાય છે. જ્યારે આ નહેર નહોતી બની ત્યારે જહાજોને સાઉથ અમેરિકા થઈને એક લાંબો રસ્તો લેવો પડતો હતો, જેનાથી જહાજોને ૧૩ હજાર કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડતું હતું ઃ ૮૨ કિલોમીટર લાંબો દરિયાઈ માર્ગ છે, જેને જહાજોને લાંબા અંતરથી બચાવવા માટે બનાવવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે સમુદ્ર સાથે જોડતો આ રસ્તો હકિકતે સમુદ્રના પાણીથી બન્યો જ નથી. આ સંપૂર્ણપણે મીઠા પાણીથી બનેલી આર્ટિફિશિયલ નહેર છે ઃ જ્યારે પણ અહીંથી કોઈ જહાજ પસાર થાય છે, ત્યારે તે પોતાની સાથે લગભગ ૨૦ કરોડ લિટર મીઠું પાણી સમુદ્રમાં લઈ જાય છે. આ પાણીનો જે વ્યય થાય છે તેને ફરી ભરી શકાતું નથી. સમયાંતરે હવે એવી સ્થિતિ આવી છે કે, વરસાદની ઘટ અને પાણીની અછત સ્પષ્ટ વર્તાવા લાગી છે. તેના કારણે કેનાલ જોખમમાં આવી ગઈ છે

દુનિયામાં ચારે તરફ યુદ્ધ અને અફરાતફરીનો માહોલ ચાલે છે. અમેરિકા અને ઈરાન યુદ્ધને પગલે હોર્મુઝની ખાડી, બાબ અલ મન્દેબ જેવી ખાડીઓનો જળમાર્ગ બંધ થઈ ગયો છે અને દુનિયાભરના વેપારને માઠી અસર થઈ ગઈ છે. આ ખરાબ પરિસ્થિતિની વચ્ચે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. જાણકારોના મતે પનામા નહેર જોખમમાં આવી ગઈ છે. અહીં સતત પાણી ઓછું થવાને કારણે દરરોજ પસાર થતા જહાજોની સંખ્યા ૩૬થી ઘટાડીને ૩૨ કરી દેવામાં આવી છે. પનામા નહેર સત્તામંડળના જણાવ્યા અનુસાર નહેર પર દુષ્કાળની સ્થિતિ સર્જાઈ રહી છે. આનાથી પનામા નહેરનું જળસ્તર ઘટી રહ્યું છે. જો સ્થિતિ આવી જ રહી તો જહાજોના પસાર થવાની સંખ્યામાં હજુ વધુ ઘટાડો થઈ શકે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ છે કે અગાધ પાણી ધરાવતા એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરોને જોડતી પનામા નહેર આ પરિસ્થિતિમાં કેવી રીતે પહોંચી? શું સમુદ્રોનું જળસ્તર ઘટી રહ્યું છે કે કારણ કંઈક બીજું છે?
ઉલ્લેખનીય છે કે, પનામા કેનાલ એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરોને એકબીજા સાથે જોડે છે. આ ૮૨ કિલોમીટર લાંબો દરિયાઈ માર્ગ છે, જેને જહાજોને લાંબા અંતરથી બચાવવા માટે બનાવવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે સમુદ્ર સાથે જોડતો આ રસ્તો હકિકતે સમુદ્રના પાણીથી બન્યો જ નથી. આ સંપૂર્ણપણે મીઠા પાણીથી બનેલી નહેર છે.
પનામા નહેર સત્તામંડળના જણાવ્યા મુજબ આ વર્ષે છેલ્લા ૩૦ વર્ષોની સરખામણીએ સૌથી ઓછો વરસાદ થયો છે. તેની અસર નહેરના જળસ્તર પર દેખાવા લાગી છે. મુશ્કેલી એટલા માટે પણ વધારે છે, કારણ કે આ માર્ગ સમુદ્રના જળસ્તરથી લગભગ ૮૫ ફૂટ ઊંચાઈ પર આવેલો છે. આવી સ્થિતિમાં જ્યારે પણ અહીંથી કોઈ જહાજ પસાર થાય છે, ત્યારે તે પોતાની સાથે લગભગ ૨૦ કરોડ લિટર મીઠું પાણી સમુદ્રમાં લઈ જાય છે.
એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરમાં પાણીનો વિશાળ જથ્થો છે, આવી સ્થિતિમાં પ્રશ્ન થાય કે આખરે પનામા નહેરમાં પાણીની અછત કેમ થઈ રહી છે? હકીકતમાં આ એક આર્ટિફિશિયલ નહેર છે જે સમુદ્રથી ૨૬ મીટર એટલે કે ૮૫ ફૂટ ઊંચાઈ પર છે. આ ગટૂન તળાવ પર બનેલી છે. પનામા કેનાલ સત્તામંડળના જણાવ્યા અનુસાર આ તળાવમાં ઊંચાઈ પર સ્થિત બીજા અલહાજુએલા તળાવમાંથી પાણી આવે છે અને અલહાજુએલા તળાવમાં પાણી એકઠું કરવાની જવાબદારી ચાગ્રેસ નદીની હોય છે. કારણ કે આ એક પર્વતીય વિસ્તાર છે, આવી સ્થિતિમાં સમુદ્ર, પનામા નહેર અને બંને તળાવો એકબીજા સાથે સીડીઓની જેમ જોડાયેલાં છે.
પનામા નહેરમાં પ્રવેશ કરતી વખતે જહાજ જે લાક્સમાંથી પસાર થાય છે, તે હકિકતે પાણીની સીડીઓની જેમ કામ કરે છે. તેને વાટરલિફ્ટ પણ કહેવામાં આવે છે. તેનો પહેલો લાક સમુદ્રના જળસ્તરની બરાબરી પર જ હોય છે. જહાજ પહેલા લૉકની અંદર જ્યારે જાય છે ત્યારે પાછળનો દરવાજો બંધ થઈ જાય છે. હવે જહાજ સ્વિમિંગ પૂલ જેવા અમુક ચોરસ મીટરમાં બનેલા એક ભાગમાં હોય છે, જેની ચારેય તરફ લોખંડની દીવાલો હોય છે.
કેનાલના વિવિધ સ્તરે દરવાજો બંધ થયા પછી આ ભાગમાં પાણી ભરવામાં આવે છે, જ્યારે જળસ્તર વધે છે ત્યારે જહાજ ઓટોમેટિક ઊંચકાય છે. જ્યારે આ લાકનું જળસ્તર બીજા લાકના જળસ્તર બરાબર થઈ જાય છે ત્યારે આગળનો દરવાજો ખોલી દેવામાં આવે છે અને જહાજ તેમાં પ્રવેશ કરી લે છે. ત્યાર પછી ફરી જહાજની પાછળનો દરવાજો બંધ કરી દેવામાં આવે છે અને આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે જેથી જહાજ ત્રીજા લાક સુધી પહોંચે અને આ જ પ્રક્રિયા દ્વારા પનામા નહેરમાં પ્રવેશ કરી લે.
આ જ પાણીની સીડીઓની ખાસિયત છે. અહીં કોઈ પંપ લગાવવામાં આવ્યો નથી જ્યાં પાણી ભરવામાં આવે છે. લૉકની અંદર પાણી ભરવા માટે મોટા મોટા જળમાર્ગો બનાવવામાં આવ્યા છે જે લૉકની દીવાલો અને ફ્લોર નીચેથી પસાર થાય છે. પનામા નહેર સત્તામંડળના જણાવ્યા મુજબ મૂળ લાક સિસ્ટમમાં ૧૮ ફૂટ વ્યાસના કાણાં બનાવવામાં આવ્યા છે. જ્યારે તેને ખોલી દેવામાં આવે છે ત્યારે તેમાં પાણી ભરાવા લાગે છે અને જળસ્તર ઉપર ઊઠવા લાગે છે. તેને બિલકુલ ગુરુત્વાકર્ષણના એ સિદ્ધાંત મુજબ પાણીની ટાંકીમાંથી પાણી નીચે પડે છે.
જહાજ જ્યારે એટલાન્ટિકથી પેસેફિક મહાસાગર તરફ જાય છે ત્યારે સૌથી પહેલાં ગટૂન લૉકમાં પહોંચે છે, અહીં તેને ત્રણ તબક્કામાં ઉપર ઊંચકવામાં આવે છે. આ પછી કેનાલ ચેનલમાંથી પસાર થતાં તે આગળ વધે છે. પાછળથી તે પેડ્રો લૉકમાં જાય છે અને અહીં ફરી લિફ્ટ થાય છે અને પછી મિરાફ્લોરેસમાં બનેલા બે લૉક્સમાં વધુ થોડું લિફ્ટ કરીને ૮૫ ફૂટની ઊંચાઈ સુધી પહોંચાડવામાં આવે છે. પેસેફિક મહાસાગરમાં પ્રવેશ વખતે જે રીતે જહાજને ઉપર ઊંચકવામાં આવ્યું હતું, તે જ રીતે નીચે લાવવામાં આવે છે. અહીં પણ જહાજને ત્રણ લૉક્સમાંથી પસાર થવું પડે છે.
પનામા નહેરમાં લૉક્સ વચ્ચે જે દરવાજા લાગેલા છે તે ફ આકારના છે, તેમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે પાણીનું દબાણ જેમ જેમ વધે છે તેમ તેમ તે વધુ મજબૂત બની જાય છે. પનામા નહેર સત્તામંડળની વેબસાઇટ અનુસાર દરવાજા ૬૪ ફૂટ પહોળા અને ૭ ફૂટ જાડા છે. જેની ઊંચાઈ સ્થળ અને લૉક્સના આધારે ૪૭ થી ૮૨ ફૂટ સુધીની છે.
લૉક્સ ખૂબ જ સાંકડા રસ્તાઓમાં બનેલા છે. આવી સ્થિતિમાં જહાજને લૉક્સની દીવાલોથી બચાવવા માટે આગળ અને પાછળ નાના જહાજો ચાલે છે, જે તેને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ખાસ વાત એ છે કે આ લૉક્સમાં પાણી બચાવવાની તકનીક પણ છે, જેથી જહાજોની સાથે સમુદ્રમાં ઘણું પાણી ન વહી જાય. જોકે આ વ્યવસ્થા ૨૦૧૬માં અમલમાં લાવવામાં આવી હતી. આ માટે પનામા નહેરમાં વૉટર સેવિંગ બેસિન બનાવવામાં આવ્યા હતા. પનામા નહેર સત્તામંડળના જણાવ્યા અનુસાર આ તકનીકની મદદથી જહાજો સાથે પહેલાં વહી જતા ૨૦ કરોડ લિટર પાણીમાંથી ૬૦ ટકા સુધી પાણી બચાવી લેવામાં આવે છે.
તેમ છતાં ચિંતાજનક બાબત એ છે કે, પનામા નહેરની આસપાસના વિસ્તારમાં ક્લાઈમેટ ચેન્જની વ્યાપક અસર થઈ છે. તેના કારણે અહીંયા વરસાદની સતત ઘટ પડી રહી છે. તે ઉપરાંત અહીંયા પર્વતીય વિસ્તારો અને નદીમાં પણ પાણીનું પ્રમાણ જળવાતું નથી. તે સિવાય જહાજો પનામામાંથી બહાર નીકળે છે તેની સાથે કરોડો લિટર ચોખ્ખું અને મીઠું પાણી પણ દરિયામાં વહી જાય છે. આ પાણીનો જે વ્યય થાય છે તેને ફરી ભરી શકાતું નથી. સમયાંતરે હવે એવી સ્થિતિ આવી છે કે, વરસાદની ઘટ અને પાણીની અછત સ્પષ્ટ વર્તાવા લાગી છે. તેના કારણે કેનાલ જોખમમાં આવી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, પનામા કેનાલ ૮૨ કિલોમીટર લાંબી છે. આમાંથી પસાર થતા ૭૦ ટકા જહાજો અમેરિકાથી આવે છે અથવા ત્યાં તરફ જાય છે. જ્યારે આ નહેર નહોતી બની ત્યારે જહાજોને સાઉથ અમેરિકા થઈને એક લાંબો રસ્તો લેવો પડતો હતો, જેનાથી જહાજોને ૧૩ હજાર કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડતું હતું.
તેમાં લગભગ બે અઠવાડિયાનો સમય લાગતો હતો અને ભાડું પણ વધી જતું હતું. હવે જહાજો આ અંતર માત્ર ૧૦ થી ૧૨ કલાકમાં કાપી લે છે. જોકે પનામા નહેર પર જે પ્રકારનું સંકટ વધી રહ્યું છે, તેનાથી આ મહત્વપૂર્ણ માર્ગ પર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.

અલ નીનોના કારણે વરસાદની ઘટ પડી અને નદી પણ સુકાઈ ગઈ
જાણકારોના મતે ઊંચાઈ પર હોવાને કારણે પનામા નહેર લૉક્સ પર આધારિત છે. એટલે કે અહીંથી પસાર થતા જહાજને ત્રણ ગેટમાંથી પસાર થઈને નહેરમાં પ્રવેશ કરવો પડે છે. એટલા માટે નહેર અને ગટૂન તળાવનું જળસ્તર ૮૫ થી ૮૭ ફૂટ પર જાળવવામાં આવે છે, જ્યારે તેમાં ઘટાડો થાય છે ત્યારે અલહાજુએલા તળાવમાંથી ડેમ દ્વારા પાણી છોડવામાં આવે છે. આ વખતે વરસાદ ન થવાને કારણે અલહાજુએલા તળાવનું સ્તર ૨૩૯.૦૨ ફૂટ છે જે લગભગ ૨૫૦ ફૂટ હોવું જોઈએ. એટલા માટે ગટૂન તળાવમાં ઓછું પાણી છોડવામાં આવી રહ્યું છે. તેથી તેનું જળસ્તર પણ ૮૭.૫૦ ફૂટથી ૮૪.૦૬ ફૂટ પર પહોંચી ગયું છે. આવું વરસાદમાં ઘટાડો થવાને કારણે થયું છે.
અલહાજુએલા તળાવમાં પાણીનો મુખ્ય સ્રોત ચાગ્રેસ નદી છે જે વરસાદી પાણી પર જ નિર્ભર છે. એટલા માટે ૪ સપ્ટેમ્બરથી અહીંથી પસાર થતા જહાજોની સંખ્યા દરરોજ ૩૬ થી ઘટાડીને ૩૪ કરી દેવામાં આવી હતી, જે ૧૫ સપ્ટેમ્બરથી ૩૨ કરી દેવામાં આવી છે.
એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં તેમાં હજુ વધુ ઘટાડો થઈ શકે છે. પનામા નહેર સત્તામંડળના તાજા આંકડા મુજબ આ વખતે મેથી લઈને ઓગસ્ટ સુધી લગભગ ૩૦ ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. આવું અલ નીનોના કારણે થયું છે. વરસાદ ઓછો થવાથી ચાગ્રેસ નદીના જળપ્રવાહમાં ઘટાડો થયો છે. તેની અસર પનામા નહેર સુધી દેખાઈ રહી છે.
એટલા માટે સરકારે તીવ્ર દુષ્કાળની આશંકાને ધ્યાનમાં રાખીને પનામા નહેરથી પસાર થતા જહાજોની સંખ્યા ઘટાડી દીધી છે, જે ઓક્ટોબરમાં હજુ ઘટાડવામાં આવે તેવી શક્યતાઓ છે.