For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીન પણ ઘરડાંનો દેશ બની જશે

Updated: Jan 18th, 2023

Article Content Image

- ચીન આ ઘટાડા સાથે નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથના યુગમાં પ્રવેશ્યું છે

- ચીનમાં  ઘરડાં લોકોની વસતી વધી રહી છે તેથી સરકાર કપલ્સને વધારે બાળકો પેદા કરવા સહાય આપી રહી છે છતાં યુવાઓને વધારે બાળકો પેદા કરવામાં જરાય રસ નથી. 

ચીન વરસો સુધી વિશ્વમાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ હતો. ચીને પોતાની વસતી ઘટાડવા માટે બહુ પ્રયત્ન કર્યા પણ વસતી વધારો રોકવામાં સફળતા નહોતી મળી. ચીને ફરજિયાત એક બાળક પેદા કરવાની નીતિ પણ અમલમાં મૂકી જોઈ પણ તેના કારણે વસતી વધારાનો દર ઘટયો પણ વસતીમાં ઘટાડો નહોતો થયો. 

ચીનના ઈતિહાસમાં પહેલી વાર વસતીમાં ઘટાડો થયો છે. ચીને સત્તાવાર રીતે કરેલી જાહેરાત પ્રમાણે ૨૦૨૧માં તેમની વસતી ૧.૪૧૨૬૦ અબજ હતી તે ૨૦૨૨માં ઘટીને ૧.૪૧૧૭૫ અબજ થઈ છે. સરળ શબ્દોમાં કહીએ તો છેલ્લા એક વર્ષમાં ચીનની વસતીમાં લગભગ ૮.૫૦ લાખનો ઘટાડો થયો છે. 

ચીનની ૧૪૧ કરોડની વસતીમાંથી સાડા આઠ કરોડની વસતી ઘટી એ આમ તો કંઈ ના કહેવાય. આંકડાની રીતે બહુ ફરક ના પડે ને કાનખજૂરાનો એક પગ તૂટયો તો શું એવી હાલત કહેવાય પણ છતાં આ ઘટના બહુ મોટી છે.

 દુનિયાના જે દેશોમાં સતત વસતી વધી રહી છે તેમાં ચીન પણ એક છે. એ દેશમાં વસતી વધવાના બદલે ઘટે એ મોટી વાત છે. તેના કારણે એક શરૂઆત થઈ છે. અત્યારે ભલે વરસમાં સાડા આઠ લાખની વસતી ઘટી પણ આ રીતે જ ચાલે તો ભવિષ્યમાં બહુ મોટો ફરક પડી શકે છે. વરસમાં સાડા આઠ કરોડ વસતી ઘટે એવા દિવસો પણ આવી શકે છે. 

ચીન આ ઘટાડા સાથે 'નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથ'ના યુગમાં પ્રવેશ્યું છે. દુનિયામાં અતિશય ઠંડા દેશો અથવા અત્યંત સમૃધ્ધ દેશો એમ બે પ્રકારના દેશોમાં જ 'નેગેટિવ પોપ્યુલેશન ગ્રોથ' જોવા મળે છે. ઠંડા દેશોમાં સ્ત્રીઓની ફળદ્રુપતા ઓછી થઈ રહી છે જ્યારે સમૃધ્ધ દેશોમાં નવી પેઢી મોજમસ્તી કરવા માગે છે તેથી પરિવારનો બોજ વેંઢારવા તૈયાર નથી. 

યુરોપના દેશો અતિશય ઠંડા ને સમૃધ્ધિ બંને ધરાવે છે જ્યારે જાપાન જેવા એશિયન દેશમાં અતિશય સમૃધ્ધિ છે તેથી વસતી ઘટી રહી છે. ગરમ હવામાન ધરાવતા દેશોમાં સ્ત્રીઓમાં ફળદ્રુપતા વધારે છે. 

એશિયા અને આફ્રિકા ખંડ ગરમ હવામાન ધરાવતા દેશો છે તેથી આ બંને ખંડમાં વસતી વધારો રોકવો મુશ્કેલ છે. આ માહોલમાં ચીને વસતીમાં ઘટાડો કરી બતાવ્યો છે એ મહત્વનું છે. 

ચીનમાં વસતી ઘટાડાનું કારણ નીચો જન્મદર અને ઉંચો મૃત્યુદર છે. ચીનમાં ૨૦૨૧માં દર હજાર વ્યક્તિએ જન્મ દર ૬.૭૭ હતો જ્યારે મૃત્યુદર ૭.૧૮ હતો. મરનારાં કરતાં જન્મનારાંની સંખ્યા ઓછી હતી તેથી વસતી ઘટી છે. 

ચોંકાવનારી વાત એ છે કે, ચીનમાં પણ ઘરડાં લોકોની વસતી વધી રહી છે તેથી સરકાર કપલ્સને વધારે બાળકો પેદા કરવા સહાય આપી રહી છે. ત્રણ બાળકો હોય એવા પરિવારને સરકાર વરસે લગભગ ૫૫૦૦ ડોલર આપે છે. ભારતીય રૂપિયામાં ગણો તો લગભગ સાડા ચાર લાખ રૂપિયા કહેવાય.  ચીનનું જીવનધોરણ જોતાં આ રકમ બહુ મોટી કહેવાય છતાં યુવાઓને વધારે બાળકો પેદા કરવામાં જરાય રસ નથી. 

ચીનમાં વસતી ઘટાડા માટે કોરોનાને પણ જવાબદાર ગણવામાં આવે છે. ચીનમાં કોરોનાના કારણે મોટી સંખ્યામાં મોત થયાં પણ સરકાર આ આંકડા બહાર પાડતી નથી એવું કહેવાય છે. ચીનની ઘટેલી વસતીના કારણે આ વાત સાબિત થઈ ગઈ એવી દલીલ થઈ રહી છે. કારણ ગમે તે હોય, ચીનની વસતી ઘટી છે એ વાસ્તવિકતા છે ને તેના કારણે ચીનની ચિંતા વધી છે એ પણ વાસ્તવિકતા છે.  આ રીતે વસતી ઘટતી રહે તો ભવિષ્યમાં ચીન પણ જાપાનની જેમ ઘરડાં લોકોનો દેશ બનીને રહી જશે એવો ખતરો ઘેરો બન્યો છે. ચીન તેનો શું ઉપાય શોધે છે એ જોવાનું રહે છે. 

વસતી ઘટતાં ચીન અને સિક્કિમ બંનેની ચિંતા વધી

વિશ્વમાં કેટલાક દેશો માટે વસતી વધારો સમસ્યા છે તો કેટલાક દેશો માટે વસતીમાં ઘટાડો સમસ્યા છે. ભારત અને ચીન જેવા દેશો વસતી વધારો રોકવા મથે છે ત્યારે જાપાન અને યુરોપના દેશો યુવાનોને વધારે બાળકો પેદા કરવા સરકારી સહાય આપે છે. 

ચીન પોતાના ઉદ્દેશમાં કંઈક અંશે સફળ થયું છે ને ૬૦ વર્ષમાં પહેલી વાર ચીનની વસતીમાં ઘટાડો થયો છે. ભારત વસતી વધારાને રોકવામાં ક્યારે સફળ થશે એ સવાલ છે ત્યારે આશ્ચર્યજનક રીતે સિક્કિમની સરકારે વધારે બાળકો પેદા કરવા માટે રોકડ રકમ સહિતની સહાય જાહેર કરી છે. 

ચીન કેમ વસતી વધારો રોકવામાં સફળ થયું ને સિક્કિમે કેમ વસતી વધારવાની ફરજ પડી એ સમજવું જરૂરી છે.

તમાંગ સરકારે મેટરનીટી લીવ અને ઇન્ક્રીમેન્ટની નવી સ્કીમ જાહેર કરી છે

સિક્કિમમાં વસતી વધારવા આર્થિક સહાય !

Article Content Image

સિક્કિમ સરકારે વસતી વધારવા રાહતો જાહેર કરવી પડી  કેમ કે સિક્કિમની મૂળ પ્રજા મનાતા લેપચા અને ભૂતિયા સમુદાયમાં જન્મ દર ભયજનક રીતે ઘટી રહ્યો છે તેથી આ પ્રજાના અસ્તિત્વ સામે જ ખતરો છે. 

ભારતમાં મોટા ભાગનાં રાજ્યો વસતી વધારાની ગંભીર સમસ્યાનો ઉકેલ શું એ મુદ્દે અટવાયેલાં છે ત્યારે ભારતના જ એક રાજ્ય સિક્કિમમાં રાજ્ય સરકારે વસતી વધારો કરનારને આર્થિક સહાયની જાહેરાત કરવી પડી છે. સિક્કિમના  મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે એલાન કર્યું છે કે, રાજ્ય સરકારની જે મહિલા કર્મચારીને બીજુ બાળક થશ તેને વધારાનું એક ઈન્ક્રીમેન્ટ એટલે કે પગાર વધારો આપવામાં આવશે અને ત્રીજુ બાળક પેદા થશે તેને બે ઈન્ક્રીમેન્ટ આપવામાં આવશે.  તમાંગ સરકારે પહેલાં જ સરકાર પહેલા જ સરકારી નોકરી કરતી મહિલાઓને  ૩૬૫ દિવસની મેટરનિટી લીવ અને પુરુષ કર્મચારીને ૩૦ દિવસની મેટરનિટી લીવ આપવાની સ્કીમ અમલમાં મૂકેલી જ છે. હવે ઈન્ક્રીમેન્ટમાં વધારાની આ નવી સ્કીમ જાહેર કરાઈ છે.

આ સિવાય વસતી વધારા માટે રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલોમાં આઈવીએફ સેન્ટર શરૂ કર્યાં છે. કુદરતી રીતે ગર્ભ ધારણ કરવાની  સમસ્યા હોય એવી મહિલાઓ તેનો લાભ લઈ શકે છે. આઈવીએફ સેન્ટરમાં અપાતી સારવાર તો મફત છે જ પણ  તેના કારણે પ્રેગનન્ટ થતી મહિલાને બાળક જન્મે  પછી ત્રણ લાખ રૂપિયાની રકમ આપવાની સ્કીમ પણ અમલમાં મૂકેલી છે.  તમાંગે આપેલા આંકડા પ્રમાણે આઈવીએફ સુવિધાથી અત્યાર સુધીમાં ૩૮ મહિલા ગર્ભ ધારણ કરી ચૂકી છે અને વીસેક મહિલા માતા પણ બની ચૂકી છે.  સિક્કિમ સરકારના નિર્ણયે આશ્ચર્ય સર્જ્યું છે કેમ કે ભારતમાં વસતી વધારાનો દર એ હદે ચિંતાજનક છે કે સરકારે તેને રોકવા પ્રયત્નો કરવા પડે છે. આ માહોલમાં કોઈ રાજ્યે વસતી વધારો કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા પડે એ આશ્ચર્યજનક જ કહેવાય પણ સરકારે આ પગલું લેવું પડયું છે કેમ કે સિક્કિમની મૂળ પ્રજા મનાતા લેપચા અને ભૂતિયા સમુદાયમાં જન્મ દર ભયજનક રીતે ઘટી રહ્યો છે તેથી આ પ્રજાના અસ્તિત્વ સામે જ ખતરો છે.  અત્યારે સિક્કિમની વસતી માત્ર ૭ લાખની આસપાસ હોવાનું કહેવાય છે. ૨૦૧૧માં વસતી ગણતરી કરાઈ ત્યારે ૬.૧૦ લાખની વસતી હતી એ જોતાં એક દાયકામાં લગભગ નેવું હજારની આસપાસ વસતી વધી છે પણ આ વસતી વધારો મૂળ પ્રજામાં નથી. ચાના બગીચાઓમાં કામ કરવા બહારથી આવેલા કામદારો, કેન્દ્રીય કર્મચારીઓ વગેરેના કારણે આ વસતી વધારો થયો છે. 

સિક્કિમમાં કુદરતી સૌંદર્ય છૂટા હાથે વેરાયેલું છે. તેના કારણે ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ધમધોકાર ચાલે છે. આ કારણે પણ બહારનાં લોકો અહીં રોજગાર-ધંધા માટે વસ્યાં છે. તેના કારણે ચીનની વસતી વધી છે.  બાકી સ્થાનિક પ્રજાની વસતી વધી રહી નથી બલ્કે ઘટી રહી છે. એક સમયે સિક્કિમની વસતીમાં ૯૫ ટકા લોકો સ્થાનિક આદિવાસી લોકો હતા. અત્યારે આ પ્રમાણ ઘટીને ૮૦ ટકા થઈ ગયું છે તેથી સિક્કિમની સરકાર ચોંકી છે. 

સિક્કિમની મહિલાઓમાં પ્રજોત્પત્તિનો દર ભારતમાં સૌથી ઓછો છે. સિક્કિમ ઠંડો પહાડી પ્રદેશ છે. ઠંડા પ્રદેશોમાં મહિલાઓની ફળદ્રુપતા ઘટી રહી છે એ વૈશ્વિક સમસ્યા છે. સિક્કિમમાં પ્રજનન દર પ્રતિ મહિલા એક બાળકથી પણ ઓછો થઈ ગયો હોવાથી વસતી ઘટી રહી છે તેથી સહાય જાહેર કરવાની જરૂર પડી છે.  રસપ્રદ વાત એ છે કે, સિક્કિમમાં સળંગ ૨૫ વર્ષ મુખ્યમંત્રી રહેલા પવનકુમાર ચામલિંગે સિક્કિમનનાં લોકો પણ ફક્ત એક બાળક પેદા કરીને દેશનાં બીજાં રાજ્યોની જેમ નાનું કુટુંબ સુખી કુટુંબ મંત્ર અપનાવે તેના પર ભાર મૂકતા હતા. ચામલિંગના જ સાથી રહેલા પણ તેમની સામે બગાવત કરીને ગાદી પર બેઠેલા તમાંગ તેમનાથી ઉલટી નીતિ અપનાવીને વધારે બાળકો પેદા કરવાનું કહી રહ્યા છે.

Gujarat