News Focus

ફોર્મ -6 : દેશમાં SIR વિવાદનું કેન્દ્ર બનેલો મતદાર દસ્તાવેજ

By GS Team
8 Oct 20268 mins read
TukuTouch Logo
દેશભરમાં ચાલી રહેલા SIR (Special Intensive Revision) વિવાદમાં સુપ્રીમ કોર્ટે ફોર્મ 6માં કોઈ ફેરફારને મંજૂરી ન આપી હોવાનું સ્પષ્ટ કર્યું છે. ચૂંટણી પંચે બિહાર SIR ચુકાદાનો હવાલો આપ્યો હતો, પરંતુ કોર્ટે આ દાવાને રદિયો આપ્યો. આ પ્રક્રિયાથી 13 થી 15 કરોડ મતદારોના નામ રદ થયા હોવાનો દાવો છે, જેનાથી લોકોમાં રોષ છે. CEC જ્ઞાનેશ કુમાર સામે અરજીઓ દાખલ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફોર્મ -6 : દેશમાં SIR વિવાદનું કેન્દ્ર બનેલો મતદાર દસ્તાવેજ
  • ચોક્કસ પક્ષ કે નેતાઓને લાભ આપવા માટે ચૂંટણી પ્રક્રિયામાં ચેડાં કરવામાં આવ્યા હોવાનો લોકોનો આરોપ
  • કલમ ૨૮ જણાવે છે કે, કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી સત્તાવાર ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને આ અધિનિયમના હેતુઓને પૂર્ણ કરવા માટે નિયમો બનાવી શકે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કાયદા હેઠળ બનેલો દરેક નિયમ બનાવ્યા પછી શક્ય તેટલી વહેલી તકે સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરવામાં આવશે : ચૂંટણી પંચે જણાવ્યું હતું કે SIR માટે ફોર્મ ૬ સાથે જોડાયેલા ડિક્લેરેશનને બિહાર SIR સંબંધિત સુપ્રીમ કોર્ટના મે મહિનાના ચુકાદામાં માન્ય રાખવામાં આવ્યું છે. ચૂંટણી પંચે કહ્યું, ફોર્મ ૬ સાથે જોડાયેલા ડિક્લેરેશનને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું છે. બીજી તરફ તાજેતરમાં સોમવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે તેણે ફોર્મ ૬માં કોઈપણ પ્રકારના ફેરફારને મંજૂરી આપી નથી : ભારતીય ચૂંટણી પંચનું વલણ છે કે SIR એ એક નિયમિત બંધારણીય સફાઈ પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય મતદાર યાદીને શુદ્ધ રાખવા માટે મૃત્યુ પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા, ડુપ્લિકેટ નોંધણી ધરાવતા અને અમાન્ય મતદારોના નામ દૂર કરવાનો છે.

દેશભરમાં હાલમાં એસઆઈઆર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ખાસ કરીને થોડા સમય પહેલાં ચૂંટણી કમિશનમાં જે તડાં પડયા અને વિવિધ અધિકારીઓ તથા બે ચૂંટણી કમિશનર દ્વારા જે અહેવાલો આપવામાં આવ્યા ત્યારબાદ સમગ્ર ઘટના મુદ્દે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્ય છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષો આ મુદ્દે આકરાપાણીએ છે અને મતદારો પણ હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. સડકથી લઈને સંસદ સુધી અને ચૂંટણી કમિશનના ઝાંપા સુધી અને સીઈસી જ્ઞાનેશ કુમારના ઘરના ઝાંપા સુધી વિરોધ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, જૂન ૨૦૨૫થી જ્યારે મતદાર યાદીનું ખાસ સઘન સુધારણા (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન - SIR) શરૂ થયું, ત્યારથી આ પ્રક્રિયા જે રીતે હાથ ધરવામાં આવી રહી છે અને તેના અમલીકરણની જે ગતિ છે તેને લઈને વિવાદોમાં ઘેરાયેલી છે.
જોકે, આ બાબત ત્યારે વધુ ગંભીર બની જ્યારે લગભગ બે અઠવાડિયા પહેલા એક અહેવાલમાં ઘટસ્ફોટ થયો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ SIR સંબંધિત કેટલાક નિર્ણયો સામે વાંધો નોંધાવ્યો હતો, જેમાં ફોર્મ ૬માં કરાયેલા ફેરફારો અને મતદારોના નામ રદ કરવાનો સમાવેશ થાય છે. આ મુદ્દો હવે કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો છે અને સુપ્રીમ કોર્ટમાં હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ કરતી અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. સોમવારે જ આ કેસમાં સુનાવણી કરતી વખતે ભારતના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ફોર્મ ૬માં કરાયેલા કોઈપણ ફેરફારને મંજૂરી આપી નથી. હકિકતે આ ફોર્મ ૬ અને તેની આસપાસ જે વિવાદ વકરી રહ્યો છે તેના વિશે લોકોને ખાસ સમજ આપવામાં આવી જ નથી. જાણકારોના મતે આ ફેરફારોને જ ગુપ્ત હથિયાર બનાવીને કરોડો મતદારો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવતું ફોર્મ ૬, નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટેનું અરજીપત્રક છે. જે મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોય અને તેઓ ફરીથી નવી નોંધણી કરાવવા માંગતા હોય તેમના માટે પણ આ જ ફોર્મ છે. આ ફોર્મમાં અરજદારની વ્યક્તિગત વિગતો, ઉંમર અને સામાન્ય રહેઠાણનો પુરાવો, નાગરિકતા અંગેનું ડિક્લેરેશન તથા અરજદારનું નામ અન્ય કોઈ સ્થળે નોંધાયેલું છે કે કેમ તે અંગેની વિગતો માંગવામાં આવે છે.
વાત એવી છે કે, ઓનલાઇન રજીસ્ટ્રેશન દરમિયાન ઉમેરવામાં આવેલા એક વધારાના ડિક્લેરેશનના કારણે આ ફોર્મ ૬ સામે વિવાદ ઊભો થયો છે. જુલાઈમાં પ્રસિદ્ધ થયેલા નવા ફોર્મ ૬માં, અરજદારોને ત્રણ બાબતોમાંથી એક પસંદ કરવા માટે કહેવામાં આવ્યું છે. સૌથી પહેલાં તો ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં થયેલા છેલ્લા SIR દરમિયાન મતદાર યાદીમાં તેમનું નામ સામેલ હતું કે કેમ. તે ઉપરાંત તે સમયની મતદાર યાદીમાં તેમના માતા-પિતા કે દાદા-દાદીનું નામ સામેલ હતું કે કેમ. આ ઉપરાંત તે યાદીમાં તેમનું કે તેમના માતા-પિતા બંનેમાંથી કોઈનું નામ સામેલ નહોતું. જોકે આ નવા ડિક્લેરેશનને ફરજિયાત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું નથી, તેમ છતાં અરજદારો આ વિકલ્પ ભર્યા વગર ઓનલાઇન ફોર્મ સબમિટ કરી શકતા નથી. વધુમાં, માર્ર્ગદર્શિકા એવી ચેતવણી પણ આપે છે કે તેમાં ખોટું નિવેદન આપવું એ લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૩૧ હેઠળ દંડનીય ગુનો છે.
અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર જોશી અને સંધુએ ફોર્મમાં કરાયેલા આ ફેરફાર સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, નિયમોમાં સુધારો કર્યા વિના આ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં. કલમ ૨૮ જણાવે છે કે, કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી સત્તાવાર ગેઝેટમાં જાહેરનામું બહાર પાડીને આ અધિનિયમના હેતુઓને પૂર્ણ કરવા માટે નિયમો બનાવી શકે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કાયદા હેઠળ બનેલો દરેક નિયમ બનાવ્યા પછી શક્ય તેટલી વહેલી તકે સંસદના બંને ગૃહો સમક્ષ રજૂ કરવામાં આવશે. જોકે, સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું ન હતું. આ ફેરફાર મીડિયામાં આવ્યા પછી, સંધુએ નોંધાવ્યું હતું કે આ પગલું અનધિકૃત અને ગેરકાયદેસર છે અને તેને તરત જ દૂર કરવું જોઈએ.
ખાસ વાત એ છે કે, આ ડિક્લેરેશન અંગે વિરોધ વધતાં, ચૂંટણી પંચે જે રાજ્યોમાં સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી ત્યાંથી ઓનલાઈન ફોર્મ ૬માંથી આ ડિક્લેરેશન હટાવી દીધું હતું. જોકે, જ્યાં SIRની કામગીરી હજુ ચાલુ હતી તેવા રાજ્યો માટે પોર્ટલ પર આ ડિક્લેરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૨૬ સપ્ટેમ્બરે બહાર પાડેલી પ્રેસ નોટમાં ચૂંટણી પંચે ફોર્મ ૬માં ડિક્લેરેશન સામેલ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે SIR માટે ફોર્મ ૬ સાથે જોડાયેલા ડિક્લેરેશનને બિહાર SIR સંબંધિત સુપ્રીમ કોર્ટના મે મહિનાના ચુકાદામાં માન્ય રાખવામાં આવ્યું છે. ચૂંટણી પંચે કહ્યું, ફોર્મ ૬ સાથે જોડાયેલા ડિક્લેરેશનને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું છે. બિન-SIR સમયગાળા માટે નિયમો ્રમતદાર નોંધણી નિયમો, ૧૯૬૦ અનુસાર લાગુ ફોર્મ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ નિવેદન એવો સંકેત આપતું હતું કે આ ડિક્લેરેશનને સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. બીજી તરફ તાજેતરમાં સોમવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે તેણે ફોર્મ ૬માં કોઈપણ પ્રકારના ફેરફારને મંજૂરી આપી નથી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે, કોઈપણ સુધારેલા ફોર્મ૬ને અમારા દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.
આ બાબત સ્પષ્ટ થવી જોઈએ. જ્યારે રેકોર્ડ રજૂ કરવામાં આવશે, ત્યારે અમે જોવા માંગીશું કે આ ફેરફાર કોણે કર્યો છે.

અંદાજે ૧૩ થી ૧૫ કરોડ લોકોનાં નામ કથિત રીતે રદ કરાયાનો દાવો

ભૂતપૂર્વ સરકારી અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને કાયદાકીય નિષ્ણાતોના એક જૂથ દ્વારા રજૂ કરાયેલા દાવા પ્રમાણે એસઆઈઆર હેઠળ અંદાજે ૧૩.૩ કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે રદ કરવામાં આવ્યા છે.
જાણકારોનું અનુમાન છે કે તમામ રાજ્યોમાં આ કવાયત પૂર્ણ થયા પછી ભારતીય પુખ્ત વયની વસ્તી અને સત્તાવાર મતદારો વચ્ચેનો કુલ તફાવત ૧૫ કરોડને વટાવી શકે છે. તેનો અર્થ એ થયો કે, ૧૩ થી ૧૫ કરોડ લોકોના નામ રદ કરવામાં આવ્યા છે. ભારતીય ચૂંટણી પંચનું વલણ છે કે SIR એ એક નિયમિત બંધારણીય સફાઈ પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ્ય મતદાર યાદીને શુદ્ધ રાખવા માટે મૃત્યુ પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયેલા, ડુપ્લિકેટ નોંધણી ધરાવતા અને અમાન્ય મતદારોના નામ દૂર કરવાનો છે.
હકિકતે જોઈએ તો લોકોને તેનાથી ઘણી મુશ્કેલી પડી રહી છે અને ભવિષ્યમાં ઘણી મુશ્કેલી પડશે. જો કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે તો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૬૨ અનુસાર, જે વ્યક્તિનું નામ તે મતવિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલું ન હોય તે વ્યક્તિ તે વિસ્તારમાં મતદાન કરી શકતી નથી. આ ઉપરાંત મતદાર ઓળખપત્ર મુખ્યત્વે એક ચૂંટણી દસ્તાવેજ હોવા છતાં, ભારતમાં તેનો વ્યાપક ઉપયોગ સરકારી કલ્યાણકારી યોજનાઓ, બેંકિંગ અને સ્થાનિક વહીવટી સેવાઓ માટે થાય છે.
યાદીમાંથી નામ નીકળી જવાથી સામાજિક લાભોના નવીકરણમાં સરકારી અડચણો ઊભી થઈ શકે છે. તે સિવાય સામાન્ય નિયમો હેઠળ, હયાત મતદારને અયોગ્ય ઠેરવવા માટેના કારણો સત્તાતંત્ર કે વાંધો ઉઠાવનાર વ્યક્તિએ સાબિત કરવા પડે છે. પરંતુ SIRના અમલીકરણમાં એવો આક્ષેપ છે કે યોગ્યતા સાબિત કરવાનો બોજ નાગરિક પર આવી ગયો છે, જેને ફરીથી નામ નોંધાવવા માટે ફોર્મ ૬ (જે નવા મતદારો માટે હોય છે) ભરવું પડે છે અને જૂના દસ્તાવેજો રજૂ કરવા પડે છે.

આદેશ કે પછી અતિજ્ઞાન : જ્ઞાનેશ કુમારના નિર્ણયો તેમને નડી રહ્યા છે

બંધારણીય રીતે, ભારતીય ચૂંટણી પંચ મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરોની બનેલી એક બહુ-સદસ્યીય સંસ્થા તરીકે કાર્ય કરે છે, જ્યાં નિર્ણયો સર્વસંમતિ અથવા બહુમતીથી લેવાના હોય છે. જોકે, ચૂંટણી પંચને અપાયેલી રજૂઆતો અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં જ્ઞાનેશ કુમાર સામે ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે. ખાસ કરીને એવા આરોપો છે કે SIR સંબંધિત મુખ્ય નીતિ વિષયક નિર્દેશો અને મતદાર યાદી સંચાલન સોફ્ટવેરનો અમલ કોઈપણ ઔપચારિક એજન્ડા, નોંધ કે સંપૂર્ણ બહુમતીની સર્વસંમતિ વિના કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત પંચના વહીવટી વડા તરીકે, ભઈભ સુધારણાના સમયપત્રક, મુખ્ય નિર્વાચન અધિકારીઓને અપાતી સૂચનાઓ અને ચકાસણી પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરે છે. પંચ અને તેના સમર્થકો દલીલ કરે છે કે આ સુધારણા બૂથ લેવલ ઓફિસરો અને મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિર્ધારિત નિયમો મુજબ જ કરવામાં આવી રહી છે, અને પક્ષપાતી રીતે નામ કાઢી નાખવાના આરોપોને તેઓ નકારે છે. સુપ્રીમ કોર્ટે પ્રક્રિયાગત પારદર્શિતા અંગે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી જવાબો માંગ્યા છે.
જાણકારોના મતે ભારતના બંધારણની કલમ ૩૨૪(૫) હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના જજ સમકક્ષ બંધારણીય રક્ષણ પ્રાપ્ત છે. તેથી, ભઈભને સરકારના સીધા આદેશથી હટાવી શકાતા નથી.
જો ગેરરીતિ કે દોષ સાબિત થાય, તો નીચે મહાભિયોગ દ્વારા તેમને પદભ્રષ્ટ કરી શકાય છે, કોર્ટમાં ન્યાયિક સમિક્ષાની માગ કરી શકાય છે. જાણકારોના મતે બંધારણીય પદ ઉપર રહેલી વ્યક્તિ નક્કર કારણ વગર કે ઈરાદા પૂર્વક આવા પગલાં ભરે તો તે ગુનો ગણાય છે અને તેના માટે દંડ અને જેલની સજા છે.